Last Update : 16-September-2012,Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૬-૦૯-૨૦૧૨, રવિવાર
અધિક ભાદરવા વદ અમાસ - દાન પુણ્ય શ્રેષ્ઠ
જૈન - મહાવીર જન્મ વાંચન
રામદેવપીરના નોરતાનો પ્રારંભ.

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૯ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૫ મિ. (સૂ) ૭ ક. ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિ ઃ આજે સવારના ૮ ક. ૨૧ મિ. સુધીમાં જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ઉત્તરા ફાલ્ગુની રાત્રે ૧ ક. ૧૧ મિ. સુધી પછી હસ્ત
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યામાં સાંજના ૧૭ ક. ૫૪ મિ.થી. મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ખ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ
હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-સવારના ૮ ક. ૨૧ મિ. સુધી સંિહ પછી કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણયાન શરદૠતુ, રા.દિ.ભા./૨૫
માસ-તિથિ-વાર ઃ અધિક ભાદરવા વદ અમાસને રવિવાર.
- અધિક મહિનો આજે પૂરો થશે. દાન-પુણ્ય કાર્ય ઉત્તમ. ઈષ્ટિ.
- જૈન મહાવીર જન્મ વાંચન - મૌન વ્રતારંભ.
- રામદેવપીરના નવરાત્રનો પ્રારંભ.
- મહાપત વૈદ્યુતિ સવારના ૯ ક. ૦૮ મિ.થી. બપોરના ૧ ક. ૪૮ મિ. સુધી.
- સૂર્ય કન્યામાં સાંજના ૫ ક. ૫૪ મિ.થી. પુણ્યકાળ મઘ્યાહનથી સૂર્યાસ્ત સુધી.
- ભાદરવા સુદ એકમનો ક્ષય છે. આજે અમાસ સવારના ૭ ક. ૪૨ મિ. સુધી છે.
- તિથિ ક્ષય અશુભ. મજીઠ, નારિયેળ, તિલ, તેલ, ઘી, કપાસ મોંઘા થાય!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ઓગણત્રીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ત્રીસમો રોજ અનેશન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ અધિક માસની સમાપ્ત-પર્યુષણ પર્વ કન્યા સંક્રાંતિના કારણે ધર્મકાર્ય-દાનપુણ્ય કાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે.

 

વૃષભ ઃ અધિક માસની સમાપ્તિએ આજનો દિવસ શાંતિથી પસાર કરવો. ભક્તિ-પૂજા, દાનપુણ્ય કાર્ય કરવું. બપોર પછી રાહત રહે.

 

મિથુન ઃ કન્યા સંક્રાંતિના પ્રારંભે, અધિક માસની સમાપ્તિએ આજે આપે સગા સંબંધી-મિત્રવર્ગની ચંિતા અનુભવવી પડે. ભક્તિપૂજા કરવી.

 

કર્ક ઃ આપના હૃદય-મનની શાંતિ-આનંદ માટે, કામકાજની પ્રગતિ-સફળતા માટે આજે ધર્મકાર્ય-દાનપુણ્ય કાર્ય કરવું.

 

સંિહ ઃ આજે સૂર્ય આપની રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરે છે. અધિક મહિનો સમાપ્ત થાય છે, પર્યુષણપર્વ છે તેથી ધર્મકાર્ય-દાનપુણ્યકાર્ય શ્રેષ્ઠ.

 

કન્યા ઃ આજથી સૂર્ય આપની રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં ધીમે ધીમે ચંિતા રૂકાવટ હળવી થતી જાય. ધર્મકાર્ય થાય. નોકરી ધંધાો થઈ શકે.

 

તુલા ઃ આજે સૂર્ય કન્યા રાશિમાં પરિભ્રમણની શરૂઆત કરતાં આગામી સમય આપને ચંિતા-ખર્ચ-તકલીફ રખાવે. ધર્મકાર્યથી રાહત રહે.

 

વૃશ્ચિક ઃ આપના રોજીંદા કામ સિવાય, ધર્મકાર્ય-દાનપુણ્ય કાર્ય, ભક્તિપૂજા અધિક માસની પૂર્ણાહૂતિએ, પર્યુષણા પર્વે આજે થઈ શકે.

 

ધન ઃ આપના રૂકાવટવાળા, વિલંબમાં પડલે કામમાં હવે પ્રગતિ જણાય. ખર્ચ ખરીદી થાય. સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય.

 

મકર ઃ આપે આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો. અધિક માસની સમાપ્તિ, સંિહ સંક્રાંતિની સમાપ્તિ, પર્યુણષઅર્થે ધર્મકાર્ય કરવું.

 

કુંભ ઃ કન્યા સંક્રાંતિનો આજથી પ્રારંભ થતાં આગામી સમય આપે નોકરી ધંધામાં, આરોગ્યની બાબતમાં સંભાળવાનો રહે.

 

મીન ઃ અધિક માસની સમાપ્તિએ ધર્મકાર્ય-દાન પુણ્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. બહાર જવાનું છા. આનંદ રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૬-૦૯-૨૦૧૨, રવિવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ કૌટુંબીક પ્રશ્ને ચંિતા-તકલીફનું રહે. મકાન-જમીન-મીલ્કતના પ્રશ્ને સંયુક્ત પરિવારના પ્રશ્ને આપને નાની મોટી ચંિતા-વિવાદ-મુશ્કેલી અનુભવાય. વિશેષમાં...

 

* નોકરી ધંધામાં વર્ષારંભે પ્રતિકૂળતા, રૂકાવટ છતાં કામ ઉકેલાય પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આપની પ્રગતિમાં રૂકાવટ અનુભવાય.

 

* નાણાંકીય જોખમો આ વર્ષમાં વધારવા નહીં. પોતાની બચત-આવક જળવાઈ રહે તેનું ઘ્યાન રાખવું. લોભ-લાલચમાં કે અન્યની દેખાદેખીમાં તમે મુશ્કેલીમાં મુકાવ.

 

* સ્ત્રી વર્ગને વર્ષ આરોહ-અવરોહનું રહે. ગાયનેક તકલીફથી સંભાળવું. પતિના નોકરી-ધંધા-આવકના પ્રશ્ને ચંિતા રહે.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં ઘ્યાન આપવું પડે.

 

 

સુપ્રભાતમ્

જે માણસ દુઃખ આવી પડતાં માત્ર ગભરાઈ જઈને ખેદ જ કર્યા કરે છે તે કેવળ પીડાને વધારે છે. તે દુઃખનો અંત પામતો નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ ઘરમાં આવીને બોલ્યો, ‘‘મેડમ, મેડમ, બહાર મોટરમાં સાહેબ બેભાન થઈને પડ્યા છે અને બાજુમાં સૌભાગ્ય સ્ટોરની થેલીમાં કંઈ પેકેટ જેવું પડ્યું છે.’’
‘‘જલ્દી જા,’’ મેડમ લીલી બોલી, ‘‘એ પેકેટ લઈ આવ, એમાં મારી નવી સાડીઓ છે, જા, જા, દોડ !’’

[Top]
 

આજ ની રેસીપી

મોહક મનોહર મોદક વરાયટી

માવાના મોદક

 

સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ માવો, ૬૫થી ૭૦ ગ્રામ સાકર, સાત-આઠ એલચી, ખાવાનો રંગ, કેસર.

 

રીત ઃ માવાને એકદમ છૂટો કરીને કણી ન પડે તે રીતે મસળી લો. મિકસરમાં પણ કરી શકાય. હવે તેમાં સાકર નાખી પાછો માવો મસળી લો. પછી માવાને એક જાડા તળિયાવાળી કડાઈમાં ધીમી આંચ પર રાખી સાકર ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે એને આંચ પરથી ઉતારી ઠંડુ કરવા માટે હલાવતાં રહો. હવે તેમાં એલચીના દાણા અને કેસર જરાતરા ગરમ કરી વાટી લો અને માવામાં મિક્સ કરી દો (મોદક જો કલરફુલ બનાવવા હોય તો તેમાં ખાવાનો કલર મિક્સ કરો). મોદકના સાંચા (મોલ્ડ) બજારમાં તૈયાર મળે છે તેમાં માવાનું પૂરણ ભરી, બંધ કરી, હલકા હાથે ખોલી મોદક કાઢી લો. બહાર મળતા તૈયાર મોદક જેવા જ મોદક ઘરે બનાવી શકશો. એક વખતમાં પાંચથી પચ્ચીસ મોદક તૈયાર થશે.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved