Last Update : 15-September-2012,Saturday

 
ભાજપે સંસદનું આ સત્ર ચાલવા નથી દીઘું (અને જનતાના ખર્વો રૂપિયા વેડફાવ્યા) એમ હવે પછીનું પણ ચાલવા નહીં દે અને એ પછીના પણ ચાલવા નહીં દે (લેખાંકઃ ૨)
- ભાજપ કોંગ્રેસને સંસદમાં જ કેમ નથી હરાવતી? અને બિન લોકશાહી, ક્વોરી બંધારણીયુંડાગીરીનો માર્ગ લે છે ?
- પેલા સંસદ ઉપર હુમલો કરનાર અફઝલ ગુરૂ અને ભાજપમાં શું ફેર ? ભાજપ પણ એક પ્રકારનો આતંકવાદ આચરી રહ્યો નથી શું ?

ધારણા તો એવી હતી કે, કોલસા કૌભાંડ અંગેનો જવાબ સાંભળીને ભાજપ સંસદ ચલાવવા દેશ અને જનતાના અબજો રૂપિયા વેડફવાનું બંધ કરશો પણ ભાજપ પણ ભાજપની દાનત જ ખોટી છે.
પછી વળી ધારણ હતી કે, ભાજપને વડાપ્રધાન મનમોહન સંિહે સમજાવ્યા પછી અને સોનિયા ગાંધી ચિકિત્સા માટે પરદેશ ગયા એ પહેલાં સુષમા સ્વરાજને સમજાવ્યા પછી ભાજપ સંસદ ચાલવા દેશે. દેશભરના દૈનિકોએ મથાળા પણ કરેલા કે, ‘‘ભાજપ ઢીલો પડ્યો છે’’ પણ એવું કશું થયું નહીં.
સંસદ નહીં ચાલવા દેવાની ભાજપની ગુંડાગીરી ચાલુ જ રહી. ભાજપની દાનત જ આ ૧૫મી લોકસભાને ચલાવવા દેવાની નથી, નથી અને નથી. ‘‘નેટવર્ક’’ બે વર્ષથી આ હકીકત લખતું રહ્યું છે.
ભાજપે (એની લુચ્ચાઈ જુઓ ! આવી બાબતોમાં એ ‘‘વિરોધ પક્ષો’’ શબ્દ વાપરે છે જ્યારે હકીકતમાં સંસદ નહીં ચલાવવા દેવામાં એ એકલો જ છે. બીજા બધા વિરોધ પક્ષો ઈચ્છે છે કે ‘‘સંસદ ચાલવી જોઈએ અને ચર્ચા સંસદમાં થવી જોઈએ...’’ આ રીતે સંસદનો સમય બરબાદ કરવો જોઈએ નહીં. ભાજપની બીજી લુચ્ચાઈ એ છે કે એ સંસદમાં હાજરી પત્રકમાં હાજરી પુરાવે છે જેથી એને દરેક પ્રકારનું ભથ્થું મળે. કોંગ્રેસ અને મનમોહન સંિહની ઢીલી નીતિનું આ પરિણામ છે. સોનિયા ગાંધીએ છેવટે આક્રમક બનવાની સૂચના આપી પછી ભાજપ થોડોક ઢીલો પડ્યો. ભાજપ જેવા પક્ષો સાથે તો જેવા સાથે તેવાની જ નીતિ અપનાવવી જોઈએ.) ૧૫મી લોકસભા કેવું કેવું અટકાવ્યું એ જુઓ...
(૧) લોકસભાનું બીજુ સત્ર ૨૩ કલાક અને ૪૫ મિનિ(૨) લોકસભાનું ત્રીજું સત્ર ૩૧ કલાક ૪૫ મિનિટ (૩) લોકસભાનું ચોથું સત્ર ૫૯ કલાક ૫૧ મિનિટ (૪) લોકસભાનું પાંચમું સત્ર ૪૫ કલાક ૪૦ મિનિટ (૫) લોકસભાનું છઠ્ઠું સત્ર ૧૨૪ કલાક ૪૦ મિનિટ (૬) લોકસભાનું સાતમું સત્ર ૨૫ કલાક ૧૮ મિનિટ (૭) લોકસભાનું આઠમું સત્ર ૫૧ કલાક ૬ મિનિટ (૮) લોકસભાનું નવમું સત્ર ૭૬ કલાક ૨૧ મિનિટ (૯) લોકસભાનું દસમું સત્ર ૪૬ કલાક ૨૭ મિનિટ
આમ ૧૦ સત્ર દરમ્યાન ભાજપે કુલ ૪૯૬ કલાક અને ૫૩ મિનિટ બગાડ્યા. લોકસભા ચલાવવા માટે આપણા લોહી પરસેવાના રૂપિયા ૩૬,૦૦,૦૦૦ એક મિનિટના થાય છે. હવે આ ૪૯૬ કલાક અને ૫૩ મિનિટના કુલ મિનિટ કરો અને પછી એને ૩૬ લાખથી ગુણો.
ભાજપ આ કરી રહ્યો છે. ગુનેગારને ગુનો કરવા પાછળનું કારણ હોય છે. એ કારણનું વાજબીપણું હોવું જોઈએ ને ?
એક વિરોધ પક્ષ ડાબેરીઓના નેતા પ્રકાશ કારાંત કહે છે કે, ‘‘રૂપિયા ૧.૮૬ કરોડના કોલસા કૌભાંડ માટે ભાજપ પણ જવાબદાર છે કારણ કે ભાજપની સરકાર હતી ત્યારથી કોલસાની ખાણોના કોન્ટ્રાક્ટની આ જ પઘ્ધતિ ચાલે છે.’’ (ચોર કોટવાળને દંડે)
વઘુમાં કરાત કહે છે, ‘‘કેગના રિપોર્ટના આધારે ભાજપ સંસદનું કામકાજ થવા નથી દેતો એ ભાજપ બરોબર કરી રહ્યો નથી. એણે સંસદ ચલાવવા દેવી જોઈએ. ભાજપ આમ કરવામાં એકલો જ છે. એના જોડીદાર પક્ષો પણ એની સાથે જોડાયેલા નથી.. લોકશાહીની સંસદીય પ્રથા બગાડવી ન જોઈએ.’’
આગળ કરાતે કહ્યું હતું કે, ‘‘સંસદમાં કેગનો રિપોર્ટ રજૂ કરાશે ત્યારે અમે ચર્ચા કરીશું.’’
ડાબેરીઓ સિવાયના વિરોધપક્ષો કહે છે કે, ‘‘પાર્લામેન્ટ સામે ઘણા બીજા મહત્વના બીલ પડ્યા છે એ ઉપરાંત બીજા એવા મુદ્દાઓ પણ છે કે જેના ઉપર તાત્કાલીક ચર્ચા થવી જરૂરી છે.. પણ ભાજપની નજરમાં કોલસા સિવાય બીજો કોઈ મહત્વનો પ્રશ્ન જ નથી. એ કોઈનું પણ સાંભળવા તૈયાર નથી.’’
દેશનું એક પણ અખબાર પણ આ મુદ્દે ભાજપની સાથે નથી. ભાજપના ભક્તો સિવાયની સામાન્ય જનતા પણ ભાજપની આ રીતભાતનો વિરોધ કરે છે.
કારણ ગમે તે હોય પણ કોલસા કૌભાંડ થયું છે એની ના નહીં અને મનમોહન સંિહે એની જવાબદારી પણ સ્વકારવાની નિખાલસતા બતાવી છે. એ પછી મનમોહન સંિહે એ વિષે ખુલાસો પણ કર્યો. (સંસદની બહાર આવીને કારણ કે સંસદમાં ભાજપ એમને કે કોઈને બોલવા જ નથી દેતો.) એટલે ભાજપ એનો જવાબ સંસદમાં આપવાના બદલે સંસદની બહાર મીડીયા સમક્ષ આપ્યો.
મતભેદ હોય શકે છે. બે મિત્રો વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે મતભેદ હોય જ છે પણ એથી સામાને બોલવા જ ન દેવો એ ક્યાંનો ન્યાય, એ કેવી રીતભાત ?
લાગે છે એવું કે ભાજપ ‘‘ગિલ્ટી કોન્શ્યસ’’ છે કારણ કે કોલસાની ખાણો જ્યાં વઘુ છે એ રાજ્યોમાં ભાજપની સરકારો છે અને ત્યાં અત્યારે કોલસાની ખાણો સીધા વેચાણથી અપાયેલી છે. એ હવે હરરાજીથી આપવાની નીતિ થાય તો ભાજપને નુકસાન થાય એવું છે. આ કારણે ભાજપ ગુંડાગીરી કરીને સંસદ ચલાવવા નથી દેતી... અને આગળ હવે પછીની સત્રને તથા એ પછીના સત્રને પણ ચલાવવા નહીં દે.
સંસદ નહીં ચલાવવા દેવામાં ભાજપની આ ગુનાઈત મનોવૃત્તિ છે.
એ જે હો તે, પણ આપણા જનતાના અબજો રૂપિયા આ રીતે વેડફી દેવામાં ન આવે તે જોવાની શું ભાજપની ફરજ નથી ?
અને ભાજપ આ રીતે ગુંડાગીરી કરે, દાદાગીરી કરે એટલે શું વડાપ્રધાન રાજીનામું આપી દે ? અરે, કલાસનો ચૂંટાયેલો મોનીટર પણ રાજીનામુ ન આપે.
ટુ-જી સ્કામમાં પ્રધાને રાજીનામુ આપેલું એ ભાજપના દેકારા પડકારાના કારણે નહીં આપેલું પણ સુપ્રિમ કોર્ટના કારણે આપેલું.
ભાજપ આ જાણે છે એટલે વડાપ્રધાનના રાજીનામાની ગેરબંધારણીય માંગણી કરીને કહે છે કે અમે સંસદ તો જ ચલાવવા દઈશું અને પછી જ ચર્ચા કરીશું... કારણ કે એ શક્ય નથી અને પોતાના રાજ્યોની કોલસાની ખાણોના કારણે માલામાલ થવાનું ચાલુ રાખી શકાય.
કોંગ્રેસે અને મનમોહન સંિહે આ વાત કહેવી જોઈએ... છડે ચોક કહેવી જોઈએ... આ ક્રમતાપૂર્વક કહેવી જોઈએ. (આ બાબતમાં જ કોંગ્રેસ કાચી પડે છે) મનમોહન સંિહે ‘‘મૌન રહેવામાં હજાર ગુણો છે’’ એ ભલે કહ્યું હોય અને વ્યક્તિગત જીવનમાં એ સાચું પણ હશે પરંતુ રાજકારણમાં એમ ચાલો એમાં પણ ભાજપ જેવા પક્ષ સામે ન ચાલે. કોંગ્રેસ આ શીખતી નથી એટલે માર ખાય છે. (ગુજરાતમાં જુઓ ! કોંગ્રેસ અત્યાર સુધી ‘‘ડીફેન્સીવ’’ રક્ષણાત્મક હતી એના બદલે મોઢવાડિયા, શક્તિસંિહ અને શંકરસંિહની ત્રિપુટીએ આક્રમક જાતિ અપનાવી એટલે ભાજપ રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયો છે. ભાજપ રોજ રાહ જોતો થઈ ગયો છે કે... હવે કોંગ્રેસ કોથળામાંથી કઈ પાંચશેરી કાઢે છે !)
વાત છેક ૧૯૬૩ની છે. ત્યારે એક પેટા ચૂંટણીમાં સમાજવાદી પક્ષના મહાન નેતા રામ મનોહર લોહિયા જીતીને લોકસભામાં પહોંચેલા એમણે લોકસભામાં ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પાછળ દેશને રોજનો રૂપિયા ૨૫,૦૦૦ ખર્ચ થાય છે એને શરમજનક કહીને કહ્યું હતું કે... જે દેશની જનતા દરરોજ ૩ આના (ત્યારે ૧ રૂપિયાના ૧૬ આના હતા એટલે ૩ આના એટલે આજના હિસાબે લગભગ ૨૦ પૈસા થયા) ઉપર ગુજારો કહે છે એ દેશનો વડાપ્રધાન દરરોજના પોતાના માટે ૨૫ હજાર રૂપિયા કઈ રીતે ખર્ચી શકે ? (આજના સંદર્ભમાં આ વાત લાગુ કરવામાં આવે તો ગુજરાતના મુખ્ય પ્રધાનથી માંડી બધા જ મુખ્યપ્રધાનો, વડાપ્રધાન, સંસદ સભ્યો, ધારાસભ્યો, શહેરોની સુધરાઈઓના પ્રમુખો, વગેરેના ખર્ચાનો હિસાબ લગાવવામાં આવે તો ? વિચારી જુઓ ! આપણા બધાના ભોગે એ બધા જ તાગડધિન્ના કરે છે.)
ડો. લોહિયાની આ વાતના જવાબમાં પંડિત નેહરૂએ જણાવેલું કે, એ આંકડા સાચા નથી કારણ કે યોજના પંચના હિસાબે આપણા દેશના નાગરિકની સરેરાશ આવક રોજની ૧૧ આના છે.
આ મુદ્દા પર લોકસભામાં ચર્ચા થઈ. જેમાં સંસદના વઘુમાં વઘુ સભ્યોએ ભાગ લીધેલો અને લોહિયાએ સાબિત કરી આપ્યું કે, યોજના પંચના આંકડા ખોટા છે. આપણા ૭૦ ટકા કરતાં વઘુ જનતા રોજની આવક ફક્ત ૩ જ આના છે. આ મુદ્દા ઉપર ડો. લોહિયા લોકસભામાં અવિશ્વાસનો ઠરાવ લાવેલા જે લોકસભામાં ૧૫ વર્ષમાં પહેલી જ વાર આવેલો અને લોહિયા જાણતા હતા કે કોંગ્રેસની બહુમતિના કારણે એમનો એ ઠરાવ ઉડી જશે તો પણ લોહિયા એ ઠરાવ લાવેલા.
ભાજપે આવી લોકશાહીની પ્રક્રિયા અપનાવીને સંસદની ગરિમા રાખવી જોઈએ. સંસદમાં ધમાલ કરીને સંસદનું કામ નહિ થવા દેવામાં ભાજપની કે કોઈની પણ શોભા નથી. અત્યારે ભાજપ ૨૦૧૪માં બહુમતિ મેળવીને કોંગ્રેસના સ્થાને સત્તામાં આવવાના તનમાં છે. એ વખતે કોંગ્રેસ પણ આ જ નીતિરીતિ અપનાવશે તો ? ભાજપને ક્યાં કામ હૈયે વાગવાનાને ? કદાચ ભાજપ એના સંસ્કાર પ્રમાણે ત્યારે સંસદમાં મારામારી પણ કરવા લાગશે. (અત્યારે પણ ટીવીમાં જોઈ શકાય છે કે એ દેકારાપડકારા ધમાલ ધાંધલ કરીને અઘ્યક્ષના આસન સુધી લો પહોંચી જાય છે.
એટલે સંસદની આમાં ગરિમા ગૌરવ શું રહેવાનું ? પેલા અફઝલ ગુરૂ જેવા આતંકવાદીઓએ સંસદ ઉપર હુમલો કરેલો તો ભાજપનો પણ આ એક પ્રકારનો સંસદ ઉપર હુમલો જ ગણાય એટલે ભાજપ પણ એક પ્રકારનો આતંકવાદી જ ગણાય.
ગુણવંત છો. શાહ

 

છાબડી...
રજોનિવૃત્તિ પછી સફરજન જરૂર ખાઓ
એ તો જાણીતું જ છે કે, રોજનું એક સફરજન બિમારીને દૂર રાખે છે... એ જ રીતે એક નવી શોધ પ્રમાણે સ્ત્રીઓ જો દરરોજ બે સફરજન ખાય તો એનું કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને એને હૃદયરોગની બિમારીથી બચાવે છે.
ફલોરિડા યુનિવર્સિટીમાં કરેલા સંશોધનમાં જણાયું છે કે, સ્ત્રીઓએ રજોનિવૃત્તિ પછી દરરોજ એક સફરજન ખાસ ખાવું જોઈએ જેથી હૃદયરોગ ન થાય. (સફરજન કુદરતી રીતે પાકેલું હોવું જોઈએ.... પકવેલું નહીં. બજારમાં મળતા દરેક સફરજન કેમીકલ નાંખીને પાકેલા જેવા બનાવાય છે. એ સફરજનને ઘરમાં થોડાંક દિવસ સુધી રાખી મૂકવાથી કુદરતી રીતે પાકી જાય છે. એ જ સફરજન ખવાય. કેળાં પણ એવા જ કાચા બજારમાં મળે છે અને પપૈયું તો એક પણ ઠેકાણે કુદરતી રીતે પકવેલું નથી મળતું.)

 

ગોરજ...
ગ્રીન ટી અને સુવર્ણભસ્મ કેન્સરથી બચાવી શકે
એક વૈજ્ઞાનિક શોધ પ્રમાણે, સુવર્ણ ભસ્મ એટલે સોનું અને ગ્રીનટીનું મિશ્રણ પ્રોસ્ટેટ કેન્સરના ઈલાજમાં મદદરૂપ થઈ શકે છે.
મિસૌરી યુનિવર્સિટીમાં કરાયેલા સંશોધન પ્રમાણે ગ્રીનટીના પાંદડા અને રેડિયો એક્ટીવ ગોલ્ડના નાના નાના કણોનું મિશ્રણ કેન્સરના કોશોને ખેંચી લે છે. અને પછી એને તોડી નાંખવામાં ઉપયોગી થાય છે.
લંડનની ડબલ્યુ.સી.આર.એફ. સંસ્થાનો દાવો છે કે ખાવામાં મીઠું ઓછું વાપરવાથી પેટના કેન્સરથી બચી જવાય છે. વઘુ પડતું (‘‘વઘુ પડતું’’ શબ્દ વાપર્યો છે. ‘‘બિલકુલ નહીં’’ એવો શબ્દ નથી વાપર્યો) મીઠું બ્લડપ્રેશર, હૃદયરોગ અને પક્ષાઘાત લાવી શકે છે એમ મીઠું ઓછું પડવાથી પણ બીપી ડાઉન થાય છે, પક્ષાઘાત પણ થાય છે.

 

બહુ કે’વાય !
માજી રાષ્ટ્રપતિ પ્રતિભાબેન વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ કરતાં બે ગણું વિમાનમાં ઉડ્યા
નિવૃત્ત થએલા રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલ... આપણા એક મુખ્યપ્રધાન જેમ હેલિકોપ્ટરમાં ઉડવાના શોખીન છે, એમ વી.વી.આઈ.પી. બોઈગ બિઝનેસ જેટ વિમાનમાં ઉડવાના શોખીન છે. એમના માટે રૂપિયા ત્રણ ત્રણ અબજ અને બાર બાર કરોડની કંિમતના એવા ત્રણ વિમાન ખરીદવામાં આવેલા.છેલ્લા ત્રણ વર્ષમાં તેઓએ વિમાનોમાં એટલું ઉડ્યા છે એટલું વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ બન્નેના ઉડવાના સરવાળા કરતાં બે ગણું વઘુ ઉડ્યા છે.
આર.ટી.આઈ.માં અપાયેલી માહિતી પ્રમાણે દેશના વિમાની દળે વી.વી.આઈ.પી. માટે (એટલે રાષ્ટ્રપતિ માટે) ઓગસ્ટ ૨૦૦૮ અને જાન્યુઆરી ૨૦૦૯ વચ્ચે કુલ રૂપિયા નવ અબજ અને છત્રીસ કરોડના ખર્ચે ત્રણ બોઈંગ બિઝનેસ જેટ વિમાન ખરીદેલા.માહિતી વઘુમાં કહે છે કે, જાન્યુઆરી ૨૦૦૯ અને મે ૨૦૦૯ વચ્ચે રાષ્ટ્રપતિ દેશમાં ૨૫૨ વખત આ વિમાનમાં ઉડ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ અંસારી ૧૦૬ વખત અને વડાપ્રધાન ૧૦૮ વખત ઉડ્યા હતા.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved