Last Update : 15-September-2012,Saturday

 

હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?

- ૧૦૮માં રોજે રોજ ૧૬,૦૦૦ જેટલાં કોલ આવે છે. પરંતુ તેમાંથી ૨૦૦૦ જેટલાં ફેક કોલ હોય છે. કેટલાંક લોકો ૧૦૮ પર કોલ કરીને મજાક કરે છે.

 

વાહનોની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો થઇ રહ્યો છે. જેના કારણે ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા પણ વિકરાળ બની છે. કેટલાંક વાહન ચાલકો બેફામ ડ્રાઇવીંગ કરતા હોવાથી પણ અકસ્માતની વણઝાર સર્જાતી હોય છે. આવા સમયે જાનહાનિને પહોંચી વળવા માટે ગુજરાતમાં ૧૦૮ની ઇમરજન્સી સેવા શરૃ કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૯મી ઓગસ્ટ, ૨૦૦૭ના રોજ ૧૦૮ ઇમરજન્સી સર્વિસ શરૃ કરવામાં આવી છે. આજે રાજ્યમાં ૫૦૬ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સનો સમાવેશ છે. જો કે, ૧૦૮ એ ટોલ ફ્રી નંબર હોવાથી કેટલાંક લોકો આ નંબર કોલ કરીને મજાક, મસ્તી કે ગાળો બોલતા હોય છે. પણ નવાઇની વાત તો એ છે કે, કેટલાંક નાના બાળકો પણ આ નંબર કોલ કરીને પોતાના માટે રમકડાંની માંગણી કરતા હોય છે. જાણે કે ૧૦૮ને પણ ફેક કોલની બિમારી લાગી હોય એવું લાગી રહ્યું છે.
૧૦૮માં પબ્લીક રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા ભાનુભાઇ સોની કહે છે કે, જ્યારે ૧૦૮ સેવા શરૃ કરવામાં આવી ત્યારે ઇમરજન્સીના કોલ ઓછા આવતા હતા. પણ જેમ જેમ લોકોને આ સેવા અંગે જાણ થતી ગઇ તેમ તેમ કોલની સંખ્યામાં વધારો થયો. સમગ્ર રાજ્યમાંથી રોજે રોજ ૧૬,૦૦૦ જેટલાં કોલ આવે છે. જેમાંથી ૨૦૦૦ જેટલાં ફેક કોલ હોય છે. કેટલાંક લોકો ઇમરજન્સી સેવાને સમજતા નથી અને ટોલ ફ્રી નંબર હોવાથી ખોટા કોલ પણ કરતા હોય છે. કેટલાંક લોકો તો ૧૦૮ પર કોલ કરીને મજાક કરે છે, તો કેટલાંક લોકો ગાળો પણ આપે છે અને પછી હસે છે.
નવાઇની વાત તો એ છે કે, નાના બાળકો પણ આ ટોલ ફ્રી નંબર પર કોલ કરે છે. ક્યારેક બાળકો હેલો...હેલો...કરીને ફોન મૂકી દે છે. તો ક્યારેક બાળકો કોલ કરીને એવું કહે છે કે, ''હેલો...૧૦૮...અન્કલ મારા માટે ટોય લાવશો?'' ત્યારે અમે તેઓને સમજાવીએ પણ છીએ કે આ એક ઇમરન્જસી સેવા છે. તો ક્યારેક અમે પણ રિવર્સ કોલ કરીએ ત્યારે તેઓના પેરેન્ટ્સ ફોન ઉપાડે છે અને બાળકે ભૂલથી કોલ કર્યો હોવાનું જાણવા મળે છે. તો ક્યારેક કેટલાંક યંગસ્ટર્સ પણ આવી રીતે કોલ કરીને મજાક કરતા હોય છે કે અહીં એક્સીડન્ટ થયું છે. પણ ક્યારેક તેઓની મજાક અન્યને ભારે પડે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved