Last Update : 15-September-2012,Saturday

 

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ

- શહેરના ગણેશ ભક્તોના મંડળો વિસર્જન વખતે ફેલાતા પ્રદૂષણને લઈને અવેર બન્યાં છે અને માટીની મૂર્તિની સ્થાપના કરે છે.

ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના ગણેશ પ્રેમીઓ પોતાના મંડળોમાં તેમજ ઘરે મૂર્તિ સ્થાપનને લઈને આ વર્ષે ઈકોફ્રેન્ડલી મૂર્તીઓને પ્રાયોરિટી આપે છે. શહેરમાં ૧૨૦૦ જેટલા નાનામોટા મંડળો પૈકી ૮૦ ટકા કરતાં વધારે મંડળો પાણીમાં પ્રદૂષણ ફેલાવતા પ્લાસ્ટર ઓફ પેરિસને બદલે માટીની ઈકોફ્રેન્ડલી મૂર્તીઓનું સ્થાપન કરવાનું નક્કી કર્યું છે. વાત જ્યારે ભક્તિની હોય ત્યારે મણિનગર,સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, પાલડી, વસ્ત્રાપુર, મેમનગર,ઘોડાસર સહિતના વિસ્તારમાં રહેતા ગણેશ ભક્તો હવે વિસર્જન વખતે પાણીમાં ફેલાતા પ્રદૂષણને લઈને અવેર બન્યાં છે અને એટલે જ તેમણે આ વખતે વધુમાં વધુ મૂર્તીઓ ઈકોફ્રેન્ડલી સ્થપાય તે માટેના પ્રયાસો કરે છે. જો કે વિસ્તાર પ્રમાણે મંડળોની સાથે સાથે છેલ્લા બે વર્ષથી ઘેર ઘેર ગણેશજીની સ્થાપના કરવાનું પ્રમાણ વધ્યું છે અને તેમાં પણ પીઓપીને બદલે ઈકોફ્રેન્ડલી મૂર્તીઓની સ્થાપના વધારે પ્રમાણમાં થશે. નવરાત્રીને ભલે હજુ મહિનાની વાર છે પણ ઉત્સવોની તૈયારીનો માહોલ અત્યારથી જ ક્રિએટ થઈ ગયો છે.
ઉત્સવોમાં પણ હવે શહેરીજનો પર્યાવરણનો ખ્યાલ રાખતા થયા છે ગુજરાત શ્રીગણેશ એસોસિએશનના મનમોહનભાઈ કહે છે, આપણી સંસ્કૃતિમાં ઉત્સવોનું અનેરુ મહત્વ છે ત્યારે તેને ઉજવવાની મેથડમાં પણ અવેરનેસ આવી રહી છે. પછી તે દિવાળીમાં ફટાકડા ફોડવાની વાત હોય કે હોળીમાં એકબીજાને રંગવાની વાત હોય કે પછી ગણેશ ઉત્સવમાં મૂર્તીના સ્થાપનની વાત હોય. તેમાં નેચરને ડિસ્ટર્બ કર્યા વગર ઉત્સવને માણવાવાળા શહેરીજનોનું પ્રમાણ વધ્યું છે. જ્યારે ઈકોફ્રેન્ડલી મૂર્તીની વાત આવે ત્યારે આ વખતે માટીની સૌથીમોટી ૧૨૦ કિલોની ૪ ફૂટની ગણેશજીની મૂર્તી બાપુનગરમાં જોવા મળશે.
હવે તો મંડળોની સાથે સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘરે ગણેશજીની સ્થાપના કરતાં ભક્તોનું પ્રમાણ વધ્યું છે કાશ્મીરા ત્રિવેદી કહે છે, ઘરે પણ શહેરીજનો માટીના ગણેશજીની મૂર્તી લાવવાનું પસંદ કરે છે. જેમાં તેઓ પાંચ દિવસથી લઈને દસ દિવસ સુધી માત્ર માટીની મૂર્તીની પૂજા કરે છે. તેમના ઘરે પણ તેઓ પીઓપીની મૂર્તીની પૂજા કરવા માંગતા નથી તેને બદલે દસ દિવસ સુધી તેઓ તેઓ માટીની મૂર્તીની પૂજા કરે છે અને દસમા દિવસે વિસર્જન પણ કરે છે. ઓલઓવર હવે શહેરીજનો ઈકોફ્રેન્ડલી કન્સેપ્ટ હેઠળ ઉત્સવો ઉજવતા થયા છે તે સારી વાત છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved