Last Update : 15-September-2012,Saturday

 
દિલ્હીની વાત
 

શેરબજારમાં આશ્ચર્યજનક ઉછાળો
નવી દિલ્હી, તા.૧૪
જ્યારે પણ સરકાર મોંઘવારીનો ડોઝ પ્રજાને આપે છે ત્યારે જોગાનું જોગ શેરબજારમાં તેજી વર્તાય છે. ભૂતકાળમાં જ્યારે પણ સરકારે ભાવો વધાર્યા છે ત્યારે શેરબજારે તેજીનો અનુભવ કર્યો છે. ડિઝલના ભાવોમાં ગઈકાલે રૃપિયા પાંચનો વધારો ઝીંકાયો અને આજે શેરબજારે સાડાચારસો પોઈન્ટની છલાંગ લગાવી હતી. આનો અર્થ એ થાય છે કે શેરબજારને મોંઘવારી નડતી નથી.
ડિઝલની ભીંસ વધી
ચારેબાજુથી ધેરાયેલી સરકાર અને કોંગ્રેસના નેતાઓને ડિઝલના ભાવ વધારાએ વધુ ચિંતામાં નાખ્યા છે. સરકારે તેમના સાથી પક્ષો અને વિપક્ષોને હુમલા માટે વધુ એક મુદ્દો આપ્યો છે. કોલસા કૌભાંડના મુદ્દે વડાપ્રધાનનું રાજીનામું માગતો વિપક્ષ હવે ડિઝલનો મુદ્દો પણ ઉછાળશે. સરકારના સાથી પક્ષો પૈકી તૃણમુલ કોંગ્રેસે ભાવ વધારાનો વિરોધ કર્યો છે જ્યારે સમાજવાદી પક્ષ અને ડાબેરી પક્ષોએ પણ સરકાર પર વિરોધના હુમલા શરૃ કર્યા છે.
મુલાયમને પીએમ
પદમાં રસ નથી
સમાજવાદી પક્ષના સુપ્રીમો મુલાયમ સિંહે યાદવની રાજકીય રાષ્ટ્રીય તખતા પર જવાની ઈચ્છા નથી એ વાત કલકત્તા ખાતેના અધિવેશનમાં કહેવામાં આવી હતી. એમ કહેવાતું હતું કે મુલાયમ સિંહની નજર દિલ્હી પર હોવાના કારણે તેમણે તેમના પુત્ર અખિલેશને ઉત્તર પ્રદેશનો મુખ્ય પ્રધાન બનાવ્યો હતો. તેમણે મુસ્લિમોને આપેલો ખુલ્લો ટેકો પણ તેમની દિલ્હીની ગાદીમાં રસ છે એમ સૂચવતો હતો. પક્ષના અંદરના વર્તુળો કહે છે કે મુલાયમે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ માટે તૈયારી શરૃ કરી દીધી છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જેનું પ્રતિનિધિત્વ કરે છે તે બે બેઠકો રાયબરેલી અને આમેઠી સિવાયની બેઠકો પર ઉમેદવારો નક્કી કરવાનું કામ તેમણે શરૃ કરી દીધું છે.
ઉ.પ્ર.ની ૫૦ બેઠક જીતવાનો ટાર્ગેટ
સમાજવાદી પક્ષના સૂત્રો કહે છે કે આ તબક્કે મુલાયમનો ટાર્ગેટ ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકોમાંથી ૫૦ બેઠકો જીતવાનો છે. આમ તેઓ કેન્દ્રમાં સરકાર રચનાર તરીકે કોંગ્રેસ અને ભાજપની જેમ મોટા ખેલાડી બની જશે. જેના કારણે તે ત્રીજો મોરચો પણ રચી શકશે અને દેશની ટોપ જોબ માટે લોબીંગ પણ શરૃ કરી શકશે. એક પત્રકારે પૂછેલા પ્રશ્નના જવાબમાં મુલાયમ સિંહે કહ્યું હતું કે મારો પક્ષ મારા માટે વડાપ્રધાન પદ અંગે કોઈ લોબીંગ નહીં કરે પણ હું કોઈ સંત નથી કે આવું પદ નકારી દઉં...
કોંગ્રેસમાં મોદીના સમર્થકો
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કોંગ્રેસના સાંસદ વિજય ડર્ડાએ કરીને પક્ષને મુંઝવણમાં નાખ્યો હતો એવુંજ બીજા એક કોંગી સાંસદે કર્યું છે મધ્ય પ્રદેશમાં વિપક્ષના નેતા અને પીઠ કોંગી નેતા અર્જુન સિંહના પુત્ર અજય સિંહે પણ રાજ્ય કોંગ્રેસની ત્રણ દિવસની બેઠકમાં નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કોંગી નેતાઓના ભવાં સંકોચાયા છે.
હરિપ્રસાદની મુશ્કેલી
કમનસીબીની વાત તો એ છે કે મધ્ય પ્રદેશનો હવાલો સંભાળતા કોંગ્રેસના નેતા બી.કે. હરિપ્રસાદ પણ મુશ્કેલીમાં મુકાયા છે. અજય સિંહે મોદીના વખાણ કરતા હરિપ્રસાદે કહ્યું હતું કે કોંગ્રેસ કા ચોકિદાર તો ક્યા, કોંગ્રેસ કા કુત્તા ભી મોદી કો ફોલો નહીં કરેગા... હવે તેમના નેતાને ડોગ સાથે સરખાવનાર હરિપ્રસાદને ભાજપના નેતાઓ માફી માગવાનું કહી રહ્યા છે.
સરકારી બેટ ઃ ગુજરાત વીલ વીન
એમ જાણવા મળ્યું છે કે ગુજરાત સરકારે ૩૪ થી ૩૫ ઈંચની લંબાઈના એક લાખ બેટનો ઓર્ડર આપ્યો છે તેના પર ''ગુજરાત વીલ પ્લે, ગુજરાત વીલ વીન'' નામના સ્ટીકર લગાડયા હશે. શ્રીનગરથી ૩૫ કિ.મી.ના અંતરે આવેલા હેલખુલ્લાની ૧૦ કંપનીઓને આ બેટના ઓર્ડર અપાયા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન પ્રચાર કરતી વખતે મોદી આ બેટ ભેટમાં આપશે. આ બેટની ઉપર સ્વામી વિવેકાનંદનો ફોટો પણ હશે. એમ સુત્રોએ જણાવ્યું છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved