Last Update : 15-September-2012,Saturday

 

ટેલિકોમ ક્ષેત્ર પછી માઇનીંગ ક્ષેત્રનો વારો આવ્યો છે
કોલગેટ ઃ સાચું કોણ ? ખોટું કોણ ? શોધવું મુશ્કેલ

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- કેન્દ્રીય સ્તરના રાજકીય નેતાઓ તેમના જ પક્ષના કાબુમાં નથી ઃ ઘટનાઓ નિર્ણયો પર અસર કરે છે ઃ ખોટકાયેલી રાજકીય સિસ્ટમ ઃ સત્તાધારી પક્ષોને અકળામણ

 

કૉલગૅટનો વિવાદ મોટો ઉહાપોહ સર્જી રહ્યો છે જ્યારે કોંગ્રેસ અને ભાજપ તેમાંથી ભવિષ્ય માટેની પોતાની બેઠકોનું પ્લાનીંગ કરી રહ્યા છે. પ્રાદેશિક પક્ષો સહિતના તમામ પક્ષો કૉલગૅટ વિવાદમાંથી વધુ ને વધુ રાજકીય લાભ ઉઠાવવા પ્રયાસ કરે છે. કોઇપણ નિર્ણય લેવો હોય કે કોઇપણ પહેલ કરવી હોય તો તે કૅગ, સીવીસી, સીવીલ એક્ટીવીસ્ટ કે એનજીઓનો વિષય બની જાય છે. આવી સ્થિતિમાં સલામત માર્ગ એ છે કે સરકાર તેની ત્રણેય વહિવટી પાંખને સાથે રાખીને નિર્ણય લેવો જોઇએ. આપણે બનાના રીપબ્લીક નથી પરંતુ આપણે એક કમનસીબ સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છે. હકીકત તો એ છે કે આવી સ્થિતિ ઊભી કરવા પાછળ આપણે બધા જવાબદાર છીએ. કોઇને હંફાવીને બીજો લાભ મેળવે છે. વચગાળાની સ્થિતિ એ આવે છે કે લાંબા સમય માટે બધાને ભોગવવાનું આવે છે.
કૉલગૅટ પર સીબીઆઇએ તપાસ શરૃ કરી દીધી છે, કેટલીક કંપનીઓની રાજકારણીઓ સાથેની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઇ છે. આવી પાર્ટીઓ પર (કંપનીઓ) દરોડા પાડી રહ્યા છે, એફઆઇઆર પણ નોંધાઇ છે. ઘણાં સામે આરોપો ઘડાયા છે. આ કિસ્સામાં જવાબદાર વીઆઈપીઓની યાદી લાંબી બનતી જાય છે. બીજી તરફ આ બધા સામે ક્યારે પગલાં લેવાશે તે હજુ નક્કી થતું નથી. એટલે જ આજની સ્થિતિમાં સાચું કોણ અને ખોટું કોણ તે શોધવું મુશ્કેલ છે. એક સામાન્ય કારણ હેઠળ આપણે ઉર્જા ક્ષેત્રની કામગીરી અટકાવી છે. રાજકારણ એ બિઝનેસ બની ગયું છે અને સાંસદોની સંપત્તનો ચાર્ટ દર્શાવે છે કે ગેરકાયદે માર્ગ વિના આટલી મોટી સંપત્તિ ભેગી ના થઇ શકે. આ બધા પાછળનું લોજીક શું છે તે ચર્ચવાનો સમય નથી. જો બિઝનેસમેનને પોલીટીક્સથી દૂર રહે તે જરૃરી છે એમ કહેવાતું હોય તો પછી ચૂંટાયેલા સાંસદોએ પણ શા માટે બિઝનેસની પ્રવૃત્તિમાં જોતરાવવું જોઇએ?
સાચું શું છે અને ખોટું શું છે તે કહેવું ખૂબ મુશ્કેલ છે. જોકે ૫૦ વર્ષ પછી મારી પાસેની લીક્વીડ એસેટ એક કરોડ કરતાં ઓછી છે તે પૈકીના ૫૦ ટકાથી વધુ તો મારા માતા-પિતા તરફથી વારસામાં મળેલી છે. અમારી પાસે એક નાનું ફાર્મ છે જે અમે ૧૯૮૦ના દાયકાની શરૃઆતમાં ખરીદ્યું હતું. જ્યારે ખેતીની જમીન ડીડીએ - દિલ્હી ડેવલોપમેન્ટ ઓથોરીટીના ફ્લેટ કરતા સસ્તી હતી!! હજુ પણ હું વધુ પડતી સંપત્તિ ધરાવતો નથી પરંતુ તેનો અર્થ એવો નથી કોઇ મારા માટે એવું ના નક્કી કરી શકે કે મારો બિઝનેસ છે.
કોઇ પાસે પિતૃક સંપત્તિ હોય કે જુની સંપત્તિ ચાલુ વર્ષના ભાવે વેચી હોય તો પણ વધુ સંપત્તિ હોઇ શકે છે. નામાંકિત વકિલોની સંપત્તિ આ રીતે કરોડોની હોઇ શકે છે. આ ઉપરાંત ઘણાં આસાન આવકવાળા બિઝનેસ હોય છે. આપણી પાસે જુના જમાનાના ઓપીનીયન હોય છે પરંતુ જાહેર સેવામાં જોડાયેલા કોઇએ સરકારનો લાભ ના ઉઠાવવો જોઇએ. આવો લાભ આમ આદમીને જમીન બાબતે કે પ્લોટ બાબતે નથી મળતો. ઘણાં કિસ્સામાં ચેરીટેબલ ટ્રસ્ટને ફાળવેલી જમીન અન્ય હિતો માટે ઉપયોગમાં લઇને તેનો દુરૃપયોગ કરે છે.
રીયલ એસ્ટેટ અને ટેલિકોમ ક્ષેત્રે આપણે મોટી સંપત્તિ જોઇ હતી; હવે માઈનીંગ ક્ષેત્રનો વારો આવ્યો છે. પ્રથમ બે કરતાં તે મોટું ક્ષેત્ર છે. કમનસીબી તો એ વાતની છે કે દરેક રાજકીય પક્ષના નેતાઓ જવાબદાર છે. સમગ્ર સિસ્ટમમાં આ વાયરસ કોઇપણ અસરકારક સારવાર વિના પ્રસરી ચૂક્યા છે. કોંગ્રેસ ભારપૂર્વક જણાવે છે કે ૧૯૯૩થી ૨૦૦૩ સુધીના સમયગાળાને પણ બરાબર ચકાસવો જોઇએ. આ માગણી વ્યાજબી છે. દરેકને અહીં કાળો ચિતરવામાં આવે છે? અહીંથી આગળ આપણે ક્યાં જઈશું?
કેન્દ્રના રાજકીય નેતાઓ અંગે હકીકત એ છે કે તે લોકો તેમના પોતાના પક્ષના જ કાબુમાં નથી. આપણે જોઇ રહ્યા છીએ કે કેવી રીતે નાણા કૌભાંડ આચરતા માફીયાઓથી કોંગ્રેસ અને ભાજપને કેવી અસર થઇ છે તે પણ સૌની નજર સામે છે. આ બંને મોટા પક્ષના સીનિયર નેતાઓ પક્ષને વફાદારી સાથે વળગી રહ્યા છે એવું જ સીનિયર અધિકારીઓ માટે છે. ન્યાયતંત્રમાં પણ એવું જ છે. તેમ છતાં આ કોઇપણ પાંખ ભ્રષ્ટાચાર કે શોષણને પ્રારંભિક સ્તરે પણ અટકાવી શકે એમ નથી. આપણી પાસે બૌધ્ધિક લોકો મોટા પાયે છે, સારા માણસોની પણ કોઇ અછત નથી પરંતુ આ બધા કોઇ પગલાં લેવા કે આગળ વધવા તૈયાર નથી કેમ કે તેમને સમાજમાં દરેક માટે પ્રવર્તતી ભ્રષ્ટ માન્યતાનો ડર છે. સિસ્ટમ સાથે સંકળાયેલા દરેકને કોઇને કોઇ રીતે આક્ષેપના ભોગ બનવું પડે છે. આમ દરેક આવી સ્થિતિમાં અસ્તિત્વ માટેનો સંઘર્ષ જાતે જ કરતો હોય છે. જ્યાં સુધી આપણે ગબડતી સ્થિતિને અટકાવી ના શકીએ ત્યાં સુધી આગળ વધી શકીએ તેમ નથી.
આપણે કોઇ સ્થિતિ સ્વીકારતા પણ નથી અને હંમેશા મોટા લાભ તેમજ વિકાસ તરફ નજર નાખીએ છીએ પરંતુ પાયાની સ્થિતિ ખૂબ જુદી જ છે. આપણી તમામ સંસ્થાઓની નીતિઓ અને માન્યતાઓ નિર્ણયોને અટકાવે છે. રાજકીય સિસ્ટમ ખોટકાયેલી છે તેમાં કોઇ રીતે રાહત નજરે નથી પડતી. જો કૅગ રીપોર્ટ ના આવે તો સીબીઆઈ પણ કશું ના કરી શકે તેમ છતાં દરેક રીપોર્ટ સત્તા પર હોય છે તેના પર હથોડાની માફક પડે છે. બીજી તરફ તે અંગેના વિવાદો અને ચર્ચા શરૃ થઇ જાય છે પરંતુ કાયદાને તેનું કામ કરતા વાર લાગે છે. આપણે લશ્કરની બાબતોમાં થતા વિવાદ વર્ષોથી ચાલતા જોયા છે. એવી જ રીતે બાબા રામદેવ સાથે બેઠેલા લશ્કરના ભૂતપૂર્વ વડાના કેસમાં પણ થયું હતું. સમગ્ર સિસ્ટમને ભાંગી પડતી બચાવવા માટે સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટ સહિતની અપર જ્યુડીશ્યરી મદદે આવી શકે છે.
જ્યારે હું કોલેજમાં હતો ત્યારે સેેેનેટર જૉસેફ મૅકકૅરથી ભણવામાં આવતો તે મને યાદ આવે છે. અમેરિકાની સિસ્ટમમાં હેવૉક ઊભો થયો છે. સબવર્જન વગેરેના આક્ષેપોના પગલે સમાજમાં માસ હીસ્ટેરીયા જેવી સ્થિતિ છે.
એક તરફ સંસદનું ચોમાસુ સત્ર ફ્લોપ ગયું હતું તો બીજી તરફ તે અંગે હવે પૃથ્થકરણ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. દરેક પક્ષો હવે પ્રતિસ્પર્ધી જવાબદાર છે એમ કહીને પોતાને લોકશાહીમાં અને સંસદની ગરીમાને બચાવા કટીબધ્ધ છે એમ કહે છે. આપણે ઉહાપોહને પંપાળી રહ્યા છીએ. ઘણાં લોકો આ સ્થિતિનો લાભ ઉઠાવવા પ્રયાસ કરે છે. જોકે સિસ્ટમમાં રહેલી નેગેટીવીટીમાં સુધારો દેખાતો નથી. આપણે જે કંઇ સારી વસ્તુઓ ઊભી કરી છે તે ફીક્સીંગમાં અટવાઇ છે. આ બાબતનું સારામાં સારું ઉદાહરણ રાઈટ ટુ ઈન્ફોર્મેશન (આરટીઆઇ) એક્ટ છે.
ઘટનાઓ હંમેશા નિર્ણયો પર પ્રભુત્વ જમાવી દે છે. મને એ ખબર નથી કે હાલની ઘટનાઓમાં હવે પછીનું પગલું શું હશે તે અંગે હું કોઇ અનુમાન કરી શકતો નથી.
એક બાબત મારા મનમાં સ્પષ્ટ છે કે ન્યાયતંત્રની જવાબદારી નક્કી થવી જોઇએ પરંતુ આજની સ્થિતિ એ છે કે આ બાબતે હાલમાં તો ઠીક પણ ભવિષ્યને લક્ષમાં રાખીને ચર્ચા પણ નહીં કરવામાં ડહાપણ છે. ન્યાયતંત્ર સહિત અનેક ક્ષેત્રમાં સારા, ખરાબ અને વધુ ખરાબ લોકો હોય છે. થોડા લોકોના ખોટા કામના કારણે તમે આખા ક્ષેત્રને બદનામ ના કરી શકો. હકીકતે આવું બની રહ્યું છે.
એક માત્ર રસ્તો એ છે કે સુપ્રીમ કોર્ટ તે સિસ્ટમને બચાવી શકે છે. જેમ અમેરિકામાં મેક કર્થીના યુગમાં થયું હતું. કૉલગૅટ પછી દિલ્હી ઍરપોર્ટ અંગે કૅગનો રીપોર્ટ આવ્યો છે અને પછી સુપર પાવર સિચ્યુએશન પર રીપોર્ટ આવ્યો. અને પછી સમગ્ર દેશને સાંકળતા પ્રશ્ન અંગે વિચારવું પડશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 

 

 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved