Last Update : 15-September-2012,Saturday

 

સમ્રાટ સંપ્રતિની સિદ્ધિને સ્વયં જૈન સમાજ ભૂલી ગયો !

પૂર્વભવની વેદના લોકસેવામાં પલટાઈ ગઈ !

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

આજની વાત

 

બાદશાહ ઃ બીરબલ, ભારતના શા ખબર છે ?
બીરબલ ઃ જહાંપનાહ, અછતગ્રસ્તોને સહાય આપવા માટે મુખ્યમંત્રીઓએ કૃષિમંત્રી સમક્ષ રજૂઆત કરી.
બાદશાહ ઃ ક્યા ખૂબ !
બીરબલ ઃ જહાંપનાહ, આવી રજૂઆતનો તે શો અર્થ ? એને બદલે પ્રજાને વિનંતી કરી હોત તો ઓછામાં ઓછા બે આંસુ તો મળેત !

 

જો રોકતી હૈ ઈન્સાન કો ઉસ લકીરોં કો,
અપને હાથોં સે ઉસે મિટા ક્યોં નહીં દેતે
જો મંઝિલે હમે યૂં રુકાતી હૈ બારબાર,
ઉસ મીલકે પત્થર કો હટા ક્યૂં નહીં દેતે

 

ઈતિહાસમાં પ્રકાશ અને અંધારની અનોખી લીલા જોવા મળે છે. ઘણીવાર એના પ્રકાશમાં અમુક વ્યક્તિત્વો ચમકતા રહે છે અને અમુક વ્યક્તિત્વ અંધકારમાં લુપ્ત હોય છે.
એના પર કોઈ ઈતિહાસનો અભ્યાસી પ્રકાશ પાડે ત્યારે પ્રજાને ખ્યાલ આવે કે કેવો પ્રતાપી પુરુષો એક કાળે થઈ ગયા હશે ! સામાન્ય માન્યતા એવી છે કે વિદેશની ધરતી પરથી ભારત પર આક્રમણ કરનારા, બાબર, સિંકદર કે તૈમુર લંગ કે નાદિરશાહના વિજયોની ઘણી વાતો ઈતિહાસમાં મળે છે પરંતુ ઈરાન, અફઘાનિસ્તાન, અરબસ્તાન, બેબિલોન, સિરિયા, ગ્રીસ જેવા દેશો પર વિજય મેળવનાર મહારાજા સંપ્રતિની વિજયયાત્રા વિશે કોઈ વાત સાંભળવા મળતી નથી.
વિદેશીઓએ તો ભારતને લૂંટવા માટે અને સામ્રાજ્યપ્રાપ્તિ માટે ભારત પર આક્રમણ કર્યું હતું, જ્યારે સમ્રાટ સંપ્રતિએ ભારતીય સંસ્કૃતિ અને અહિંસાની જીવનશૈલીના પ્રસાર માટે વિજયયાત્રા કરી હતી. એકવાર આ સમ્રાટે આચાર્ય સુહસ્તિસૂરીશ્વરજીને જોયા અને આચાર્યશ્રીએ એમને કહ્યું 'ભૂખના દુઃખને કારણે તમે દિક્ષા લીધી હતી અને અંતિમ સમયે સાધુ બનીને સમાધિમરણ પામ્યા હતા.'
આ સાંભળી મહારાજા સંપ્રતિ પોતાનું વિશાળ સામ્રાજ્ય આચાર્યશ્રીના ચરણે ધરે છે પરંતુ સાધુ વળી સામ્રાજ્યને શું કરે ? આથી ગુરુદેવના પૂર્વજન્મના અને આ જન્મના ઉપકારોને સમ્રાટ સંપ્રતિએ શિરે ચડાવ્યા. પોતાના જીવનકાળમાં એમણે અનાર્ય દેશોમાં જૈન સાધુઓને ધર્મપ્રચાર માટે મોકલ્યા. ગરીબોને મફત ભોજન આપતી દાનશાળાઓ ખોલાવી. વિહારોનું નિર્માણ કર્યું.
કેવાં હતાં એ સંપ્રતિ મહારાજા ? એમની ધર્મભાવના વિશે 'કલ્પસૂત્ર' પર ટીકા લખનાર શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે એમના અનેક ગુણો દર્શાવ્યા છે, તો કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યે 'પરિશિષ્ટ પર્વ'માં સમ્રાટ સંપ્રતિની ધર્મભાવનાનું હૃદયસ્પર્શી ચિત્રણ આપે છે.મહારાજા સંપ્રતિ પોતાના દાદા સમ્રાટ અશોકની માફક પ્રજાવત્સલ, શાંતિપ્રિય, અહિંસાના અનુરાગી અને પ્રતાપી સમ્રાટ હતા. મહારાજા સંપ્રતિને પિતા કુણાલ અને માતા કંચનમાલા પાસેથી ઉમદા ધાર્મિક સંસ્કાર સાંપડયા હતા. પોતાના ધર્મગુરુ આચાર્યશ્રી સુહસ્તિસૂરિના ઉપદેશને કારણે આદર્શ જૈન રાજવીની માફક એમણે જીવન ગાળ્યું.
મહારાજ સંપ્રતિએ સમ્રાટ અશોક પછી મગધની રાજ્યગાદી સંભાળી. જૈન ગ્રથો, 'મત્સ્યપુરાણ' જેવા હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથ અને 'દિવ્યાવદન' જેવા બૌદ્ધ ગ્રંથોમાં આનું વર્ણન પ્રાપ્ત થાય છે. મહારાજ સંપ્રતિએ પોતાના રાજ્યકાળના પ્રથમ વર્ષે જ અનેક કલ્યાણકારી કાર્યો કર્યા. એમણે પ્રજાની સુખાકારી માટે નવા રસ્તાઓ બંધાવ્યા, જૂના રસ્તાઓની મરામત કરાવી, વાવ, કૂવા, તળાવ આદિ લોકોપયોગી કાર્યો કર્યા. કારભારને વધુ વ્યવસ્થિત અને પ્રજાલક્ષી બનાવ્યો.
રાજકારભારની અનુકૂળતા માટે મગધ દેશને બદલે અવન્તી દેશને રાજધાની બનાવી. નિશાળો, ધર્મશાળાઓ અને મંદિરો નવાં બનાવ્યાં અને એણે તૂટેલી નિશાળો કે ધર્મશાળાઓની મરામત કરાવી. આ રીતે પોતાના રાજ્યાભિષેકના પ્રથમ વર્ષે જ એમણે રાજવ્યવસ્થા અને પ્રજાની સુખાકારીનાં કાર્યો કર્યાં.
પોતાના પૂર્વભવમાં બટકું રોટલો પણ પ્રાપ્ત થયો નહોતો તેનું સતત સ્મરણ કરતાં સમ્રાટ સંપ્રતિએ ગરીબોને ભોજન મળે તેવી સઘળી વ્યવસ્થા કરી. લોકકલ્યાણનાં કાર્યોમાં ઉદારતાથી સંપત્તિ ખર્ચતા હતા. એમણે હજારો ભોજનશાળાઓ બંધાવી અને અવન્તી નગરીના ચારે દરવાજા પર ભોજનશાળા બંધાવી, જેથી કોઈપણ ગરીબ કે પ્રવાસીને વિનામૂલ્યે ભોજન મળી રહે. એ જ રીતે દાનશાળાઓ બંધાવીને ધર્મ કે જ્ઞાાતિના ભેદભાવ વગર જરૃરીયાત ધરાવતા સહુ કોઈને યથાયોગ્ય દાન આપ્યું તેમજ યાત્રાળુઓને યાત્રા કરવાની અનુકૂળ રહે તે માટે હજારો ધર્મશાળા બંધાવી, ગરીબ, બિમાર વગેરેને વિનાખર્ચે ઔષધ પ્રાપ્ત થાય તે માટે તેમણે ઔષધશાળાઓ ખોલી. પાંજરાપોળમાં પશુઓને સાચવ્યાં, તો જળાશયો બંધાવી પ્રવાસીઓ કે પશુઓને માટે જલ સુલભ કર્યું. રસ્તે ચાલતા પ્રવાસીઓ અને પશુઓને વિશ્રાંતિ મળે અને તાપ સહન ન કરવો પડે, તે માટે રસ્તાની બંને બાજુ ઘટાદાર વૃક્ષો રોપાવ્યાં હતાં.
એમની ન્યાયપ્રિયતા એવી હતી કે એમના રાજમહેલની નીચે મોટો ઘંટ બાંધેલો હતો, જેની ફરિયાદ કોઈ સાંભળનાર ન હોય તે અથવા ન્યાયાધીશ તરફથી અન્યાય થયો હોય તે પણ ઘંટ વગાડી રાજાને ફરિયાદ કરી શકતો. એમ કહેવાય છે કે ઘંટ વાગતાં જ રાજા સંપ્રતિ ગમે તેવા કામને બાજુએ મૂકીને ત્યાં આવતા અને ફરિયાદને ન્યાય આપ્યા પછી જ મહેલમાં જતા.
સમ્રાટ સંપ્રતિના જીવનના પરિવર્તનની કથા પણ એટલી જ હૃદયસ્પર્શી છે. દિગ્વિજય કરીને આવેલા આ સમ્રાટે નગરપ્રવેશ કર્યો, ત્યારે પ્રજાએ વિરાટ વિજય મહોત્સવ ઉજવ્યો. એમની હાથીની સવારી સમગ્ર નગરમાં ફરી. નગરની નારીઓએ એમને ઠેરઠેર વધાવ્યા અને પુષ્પોની માળા પહેરાવી. ભાટ-ચારણોએ એમનું પ્રશસ્તિગાન કર્યું.
સમ્રાટ સંપ્રતિ રાજમહેલ પાસે આવ્યા એટલે હાથી પરથી ઉતરીને માતાને પ્રણામ કર્યા. માતાનો ચહેરો અતિ ઉદાસીન હતો. માતાએ કહ્યું,
''સામ્રાજ્યવિસ્તારના લોભમાં તેં કેટલો બધો માનવસંહાર કર્યો ! આવા ઘોર સંહારને બદલે ચિત્તને પાવન કરતાં જિનમંદિરો રચ્યાં હોત કે એનાં જિર્ણોદ્ધાર કરાવ્યાં હોત તો મારું હૃદય અપાર પ્રસન્નતા અનુભવતું હોત ! તારા પર સદા આશિષ વરસાવતું હોત !''
માતાની અપાર વ્યથા જોઈને સમ્રાટ સંપ્રતિનું હૃદય દ્રવી ગયું. માતાએ જીવનમાર્ગ બતાવતાં કહ્યું, ''સત્તા, સંપત્તિ, સામર્થ્ય, સુંદર સ્ત્રી આદિ સઘળું મળે, પણ જો સુધર્મની આરાધના ન થાય તો આત્મા દુર્ગતિમાં જાય, માટે હવે બાહ્ય વિજયો છોડીને આંતરવિજય પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કર.''
એમના ગુરુ આર્ય શ્રી સુહસ્તિસૂરીશ્વરજીએ પણ આ માટે પ્રેરણા આપી. પરિણામે ઠેર ઠેર નૂતન મંદિરોની રચના, પ્રાચીન મંદિરોનો જિર્ણોદ્ધાર અને નૂતન પ્રતિમાઓનું નિર્માણ એમ ત્રણ કાર્યો શરૃ કર્યા. એમણે સવા લાખ જિનમંદિર બંધાવ્યા અને સવા કરોડ જિનબિંબો ભરાવ્યા. આ રીતે ગુરુ અને માતાની ધર્મભાવનાને સાકાર કરી.સવાલ એ જાગે છે કે સમ્રાટ સંપ્રતિએ રચેલાં એ અનેક મંદિરો, મૂર્તિઓ, શિલાલેખો કે સ્તંભો આજે ક્યાં ગયા ? જૈન ગ્રંથોમાં કલ્કી રાજાએ કરેલા જૈનમંદિરોનાં વિનાશની વિગતો મળે છે. ઈતિહાસમાં અગ્નિમિત્ર રાજાનો ઉલ્લેખ છે, જે સંપ્રતિ રાજા પછી પચાસેક વર્ષે ગાદીએ આવ્યો અને એણે આવીને તત્કાળ દ્વેષબુદ્ધિથી જૈન મંદિરોનો વિનાશ કર્યો. એ પછી મુસ્લિમ આક્રમણોને કારણે અને કુદરતી આપત્તિઓને કારણે પણ મંદિરોનો નાશ થયો હશે. આજે માત્ર એ સમર્થ સમ્રાટની સ્મૃતિ આપે તેવાં કેટલાક મંદિરો અને મૂર્તિઓ આપણી પાસે અવશેષરૃપે રહ્યાં છે. સંશોધન દ્વારા એ પ્રાચીન ઈતિહાસને અને મહાન જિનમંદિરોને પુનઃ જીવંત કરવાનો પુરુષાર્થ પ્રારંભાયો છે.
રાજસ્થાનના કુંભલગઢમાં સમ્રાટ સંપ્રતિએ કિલ્લો બંધાવ્યો. એ સમયે કુંભલગઢમાં પાંચ હજારથી વધુ લોકો વસતા હતા અને એ કિલ્લો જીર્ણ થતાં પંદરમી સદીમાં મેવાડમાં ચોર્યાશી કિલ્લા બનાવનાર રાણા કુંભાએ એના પર વિશાળ કિલ્લો બનાવ્યો.
આજે તમે કુંભલગઢ જાવ ત્યારે મહારાજા સંપ્રતિનો કોઈ વિશેષ ઉલ્લેખ મળતો નથી. માત્ર રાણા કુંભાની કથાઓ મળે છે. જૈન સમાજે એના ઈતિહાસની એવી ઘોર ઉપેક્ષા કરી છે કે જેથી આ મહાન સમ્રાટ સંપ્રતિની કર્મભૂમિ કુંભલગઢમાં દર્શાવતા ''લાઈટ એન્ડ સાઉન્ડ શો''માં પણ સમ્રાટ સંપ્રતિના વિરાટ કાર્યની પૂરતી ઓળખ મળતી નથી.
એક સંશોધકોની ટીમ કુંભલગઢના સંશોધન પ્રવાસે નીકળી અને એને સમ્રાટ સંપ્રતિના સમયના જિનાલયોનાં અદ્ભૂત અવશેષો જોવાં મળ્યાં. મહારાજા સંપ્રતિએ અહીં કિલ્લો બનાવ્યો હતો અને ૩૬ કિલોમીટરની દિવાલ બનાવી હતી. રાજ્યના રક્ષણ માટે આવી મોટી દિવાલ ચણાવ્યાની ઘટના વિરલ હશે.
ઈતિહાસ એમ કહે છે કે અહીં ત્રણસો જેટલાં જિનમંદિરો હતા. આ સંશોધકોની ટીમે (જેમાં આ લેખક પણ સામેલ હતા) આ મંદિરોના પ્રવાસ શરૃ કર્યો. આ મંદિરોમાંની મૂર્તિઓ તો મુસ્લિમ આક્રમણને કારણે કદાચ નષ્ટ થઈ ગઈ હતી, કિંતુ આ આક્રમણખોરોએ મંદિરની સ્થાપત્યરચનાને એમને એમ રહેવા દીધી છે.
કોઈ મંદિરમાં ભોંયરાઓમાં શ્વેતાંબર મૂર્તિઓ મળે છે. કુંભલગઢના એ જીર્ણ દેરાસરોને આજે પણ જોતાં એની ઉત્કૃષ્ટ જાહોજલાલીનો ખ્યાલ આવે છે. કહે છે કે એ સમયે અહીં ત્રણસો જિનમંદિરો હતા, પરંતુ અત્યારે એકસો પાંસઠ જિનમંદિરો મળે છે તેમ કહેવામાં આવે છે. હિંદુ ધર્મના પણ ૬૦થી વધુ મંદિરો હતાં.
અત્યંત નોંધપાત્ર વાત એ છે કે અહીં એક જૈનમંદિરની બાંધણી, સ્થાપત્યરચના, કદ, દેખાવ બીજા જૈનમંદિરથી તદ્દન ભિન્ન છે. કોઈ મંદિર ઊંચી નાનકડી દેરી જેવું છે, તો કોઈ બાવન જિનાલય ધરાવતું વિશાળ મંદિર છે. આ દરેકમાં કોતરણીનું પણ વૈવિધ્ય જોવા મળે. આ મંદિરોનાં દ્વાર, છત, સ્થંભ અને ગોખલા પર સુંદર શિલ્પકામ જોવા મળે છે.
આમાનું એક બાવન જિનાલય જોઈને તો અમે બધા લોકો ઝૂમી ઊઠયા હતા અને બોલી ઊઠયા કે ''આનો તો જિર્ણોદ્ધાર કરાવવો જ જોઈએ.''
જો આ તીર્થ ફરી જાગતું થાય તો એક મહત્વનું તીર્થ બની રહે. એની ભવ્યતા આંખોને આંજી નાંખનારી છે. દેરીઓ કલાત્મક શિલ્પકૃતિ ધરાવે છે અને એની છત પર આસપાસ છત્રીસ કિલોમીટરની દિવાલની કોઈ પરિક્રમા કરે, તો એને આવાં અનેક દેરાસરોનાં દર્શન થશે. ઉત્સવો-મહોત્સવોમાં ડૂબેલો સમાજ આવાં સંશોધનો માટે કંઈ કરશે ખરો ?
ત્રણસો એકરમાં પથરાયેલા આ એક એકથી ચડિયાતા જિનાલયો આજે જિર્ણોદ્ધાર માટે થનગની રહ્યા છે. જો આ સર્વ મંદિરોનો જિર્ણોદ્ધાર થાય તો એક સમય એવો આવે કે ત્રણસો મંદિરોમાં એક જ સમયે પ્રભુભક્તિનાં ગીતોનું ગુંજન થતું હોય, દેવપ્રતિમાનું પૂજન થતું હોય, સાંજે આરતી થતી હોય અને વળી આ પાવન ઐતિહાસિક ભૂમિ પર સમ્રાટ સંપ્રતિ વિશે સંશોધન ચાલતું હોય. આવું થાય, તો કેવું ભવ્ય દ્રશ્ય સર્જાય !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 

 

 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved