Last Update : 15-September-2012,Saturday

 
 

વિન્ડિઝ બોર્ડે ફિટનેસ અંગે કરેલી કોમેન્ટ સામે સરવને કેસ કર્યો હતો
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

સરવન જુલાઇ ૨૦૧૧ પછી વિન્ડિઝ તરફથી રમ્યો જ નથી

બાર્બાડોસ,તા.૧૪
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ તેના એક સમયના દિગ્ગજ ક્રિકેટર સરવનને આશરે રૃપિયા ૯૦.૧૬ લાખનુ વળતર ચુકવશે. વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે સરવનની ફિટનેસ અંગે કોમેન્ટ કરી હતી, જેનાથી પોતાની છબી ખરડાઇ હોવાની ફરિયાદ સાથે કોર્ટમાં વળતર માટે દાવો માંડયો હતો. જે પછી આ મામલો આર્બિટ્રેશનમાં ગયો હતો અને તેમાં સરવનની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. નોંધપાત્ર છે કે, જુલાઇ, ૨૦૧૧ પછી વેસ્ટ ઇન્ડિઝની ટીમ તરફથી રમ્યો જ નથી.
આમ તો આ કેસનો ચુકાદો માર્ચમાં જ આવી ગયો હતો પણ તેની વિગતો હજુ ગત મહિને જ પ્રકાશમાં આવી હતી. વિન્ડિઝ બોર્ડ ઇચ્છતું હતુ કે, સરવનને તેની રકમ મળી જાય અને પછી આ વિગતો જાહેરાતમાં આવે. સરવને વેસ્ટ ઇન્ડિઝ પ્લેયર્સ એસોસિએશન તરફથી બોર્ડની સામે જંગી વળતરનો દાવો માંડયો હતો. જેમાં તેણે કહ્યું હતુ કે, વિન્ડિઝ બોર્ડે જે પ્રકારે માર્ચ,૨૦૧૧માં મારી ફિટનેસ અને મારા રાષ્ટ્રીય ટીમ તરફના કમિટમેન્ટ અંગે બિનજરૃરી ટીકા કરી હતી, તેનાથી મને ફટકો પહોંચ્યો હતો. વિન્ડિઝ બોર્ડની આ પ્રકારની કોમેન્ટને કારણે તેને ત્યાર બાદની સિઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન મળ્યા અને વધુમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેની તેની છબી ખરડાઇ હતી. તેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનું ભાવિ પણ અધ્ધરતાલ થઇ ગયું હતુ.
આર્બિટર શ્રીનાથ જયરામે તેના ચુકાદામાં જણાવ્યું હતુ કે, વેસ્ટ ઇન્ડિઝ બોર્ડની પસંદગીની પદ્ધતિ પારદર્શી નથી અને બોર્ડે ખેલાડીઓ સાથે કરેલા મેમોરેન્ડમ ઓફ અંડર સ્ટેન્ડિંગમાં ઘણા બધા કોઝનું ઉલ્લંઘન કર્યું હતુ. જેના કારણે ખેલાડીને વળતર મળવું જોઇએ. આ ઉપરાંત લેન્ડલ સિમોન્સ પણ બોર્ડ સામેનો આશરે રૃપિયા ૬૫.૫૨ લાખ રૃપિયાનો દાવો જીતી ગયો હતો. લેન્ડલ સિમોન્સને વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે કોન્ટ્રાક્ટ આપ્યા હતા અને તેમ છતાં ગત સિઝનમાં તેને મોટાભાગની સિઝનમાં નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. જે પછી તેણે વિન્ડિઝ પ્લેયર્સ એસોસિએશનનો સંપર્ક સાધ્યો હતો. તેમણે તપાસ કરાવી તો સિમોન્સ સામે કોઇ શિસ્તને સંબંધી ફરિયાદ નહતી. તેમ છતાં તેને ટીમમાં સ્થાન મળ્યું નહતુ અને આ અંગે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જે પછી આર્બિટરે આ મામલે ખેલાડીની તરફેણમાં ચુકાદો આપતા બોર્ડને ફટકો પહોંચ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved