Last Update : 15-September-2012,Saturday

 

ચીન ઓપનમાં સિંધુનો સેમિ ફાઇનલમાં પ્રવેશ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો


ચીનની લી ક્ષુરૃઇનો ૨૧-૧૯, ૯-૨૧, ૨૧-૧૬થી પરાજય

ગ્વાંગઝૂ,તા.૧૪
ભારતની ૧૭ વર્ષીય બેડમિંટન સ્ટાર પી.વી.સિંધુએ લંડન ઓલિમ્પિકની ગોલ્ડમેડાલીસ્ટ ચાઇનીઝ સ્ટાર લી ક્ષુરૃઇને ૨૧-૧૯, ૯-૨૧, ૨૧-૧૬થી હરાવીને ચીન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં મેજર અપસેટ સર્જ્યો હતો. આ સાથે સિંધુ માસ્ટર્સ સુપર સિરિઝ ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પ્રવેશી હતી. સાયના નેહવાલની ગેરહાજરીમાં સિંધુ ચીન ઓપનમાં રમી રહીં છે.
૨૪મી ક્રમાંકિત સિંધુએ અત્યંત તનાવભર્યા ૪૫ મિનિટના મુકાબલામાં ચીનની બીજો સીડ ધરાવતી અને વર્લ્ડ રેન્કિગમાં ત્રીજું સ્થાન ધરાવતી લી ક્ષુરૃઇને પરાજય આપતાં કારકિર્દીનો સિમાચિન્હરૃપ વિજય મેળવ્યો હતો. ચીન ઓપનમાં ચાઇનીઝ ખેલાડીને હરાવવા ખુબ જ મુશ્કેલ હોય છે પણ સિંધુએ તેની કુશળતા દર્શાવતા અપસેટ સર્જ્યો હતો. સિંધુએ ભારે આક્રમક રમત દર્શાવતા ૨૬ જેટલા સ્મેશ વિનર્સ ફટકાર્યા હતા. જ્યારે લીએ ૨૦ સ્મેશ નોંધાવ્યા હતા. નેટ ગેમમાં બંને ખેલાડીઓ લગભગ બરોબરી પર રહ્યા હતા.
સિંધુએ નેટ પર નવ પોઇન્ટ જીત્યા હતા. જ્યારે ચાઇનીઝ ખેલાડીને આ રીતે આઠ પોઇન્ટ મળ્યા હતા.
આ વિજય બાદ સિંધુનો આત્મવિશ્વાસ વધ્યો હશે. હવે સેમિ ફાઇનલમાં તેનો સામનો થાઇલેન્ડની બુસાનાન અથવા તો ચીનની જીએંગ સામે થશે. બેડમિંટન ફેડરેશને ઓફ ઇન્ડિયાના પ્રમુખ અખિલેશ દાસ ગુપ્તાએ સિંધુને તેની યાદગાર સફળતા બાદ અભિનંદન પાઠવ્યા હતા. ભારતના અજય જયરામે સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ક્વાર્ટર ફાઇનલમાં જયરામે ભારતના જ સૌરભ વર્માને ૧૨-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૬થી પરાજય આપ્યો હતો. ક્વાર્ટર ફાઇનલ માત્ર ૪૯ મિનિટ જ ચાલી હતી અને વિજેતા બનેલા જયરામનો મુકાબલો ચીનના બીન કીયાઓ અથવા તો હોંગ કોંગના યુન હુ સામે થશે. મેન્સમાં ભારતના ગુરૃસાંઇદત્તનો પરાજય થયો હતો.
ક્વાર્ટર ફાઇનલમાં ટોપ સીડ ચાઇનીઝ ખેલાડી લોંગ ચેને ગુરૃસાંઇદત્તને ૮-૨૧, ૧૨-૨૧થી પરાજય આપ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved