Last Update : 15-September-2012,Saturday

 
 

ઇરફાન, રૈના અને અશ્વિને યુવરાજ-હરભજનના પુનરાગમનને આવકાર્યું
ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ટ્વેન્ટી-૨૦માં પ્રથમ છ ઓવર અત્યંત મહત્વની છે ઃ રૈના હરભજનનો અનુભવ નિર્ણાયક સાબિત થઇ શકે ઃ અશ્વિન

કોલંબો,તા.૧૪
ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમવા માટે શ્રીલંકા પહોંચેલા ભારતીય સ્ટાર્સે ભારે આત્મવિશ્વાસ વ્યક્ત કહ્યું હતુ કે, આ વખતે તો અમે જ વર્લ્ડ કપ જીતીશું.ઇરફાન પઠાણ, રૈના અને અશ્વિને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, ભારતીય ટીમ એકદમ સંતુલિત છે અને ખેલાડીઓ વિજયી દેખાવ કરવા માટે આતુર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહોળા અનુભવની સાથે યુવા ખેલાડીઓનું જોશ પણ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માટે પુરતું છે. ભારતીય ક્રિકેટરોએ યુવરાજ અને હરભજનનો ખાસ ઉલ્લેખ કરતાં કહ્યું કે, બંને અનુભવી ક્રિકેટરોના પુનરાગમન બાદ ટીમના ડ્રેસિંગ રૃમમાં ઉત્સાહ અને જોશનું વાતાવરણ છે.
કોલંબોમાં પઠાણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. ઇરફાને કહ્યું કે, ટીમનું વાતાવરણ ખુબ જ પોઝીટીવ છે. અમારી ટીમમાં એવા ઘણા બધા ખેલાડીઓ છે કે જેઓ ૨૦૦૭માં ટ્વેન્ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ટીમમાં પણ સામેલ હતા. અમે સારી એવી પ્રેક્ટિસ પણ કરી છે અને હવે મેચમાં ઉતરવા માટે થનગની રહ્યા છીએ. અમને તાજેતરમાં એક મેચ રમવાની પણ તક મળી હતી, જેમાં અમે થોડા માટે હારી ગયા હતા છતાં અમારો દેખાવ જોરદાર રહ્યો હતો. યુવરાજના પુનરાગમનથી પણ આખી ટીમ ઉત્સાહિત છે અને તે ટીમની સફળતામાં મહત્વની ભુમિકા ભજવી શકે છે. અમે આશા રાખીએ છીએ કે આ વર્લ્ડ કપ અમારા માટે યાદગાર સાબિત થાય.
ભારતના મીડલ ઓર્ડર બેટ્સમેન રૈનાએ કહ્યું કે તે ટીમને ઉપયોગી બેટિંગ કરવાનો પ્રયાસ કરશે. તેણે ઊમેર્યું કે, હું ક્યા ક્રમે બેટિંગમાં ઉતરીશ તે જાણ્યા બાદ તેને અનુકૂળ થઇને બેટિંગ કરીશ.જો શરૃઆતની છ ઓવરમાં જ મારી બેટિંગ આવશે તો હું ઝડપથી ભારતની રનગતિને વધારવાનો પ્રયાસ કરીશ.મને લાગે છે કે આ વર્લ્ડ કપમાં શરૃઆતની છ ઓવરો અત્યંત મહત્વની બની રહેશે. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ જેવી ટીમો પાસે ટોચની છ ઓવરમાં ઝંઝાવાતી દેખાવ કરે તેવા ઘણા બેટ્સમેનો છે. મારે આક્રમકતાની સાથે સાથે મારી નૈસર્ગિક રમત જાળવી રાખવાની છે.
દરમિયાનમાં ભારતીય સ્પિનર અશ્વિને હરભજનના પુનરાગમનને આવકારતાં કહ્યું કે, તેનો અનુભવ ટીમ માટે મહત્વનો સાબિત થશે. તેણે કહ્યું કે, પ્લેઇંગ ઇલેવનમાં બે થી વધુ સ્પિનરો હોય તેવી સ્થિતી ઘણી સારી છે. વર્ષ ૨૦૧૧ના વર્લ્ડ કપમાં પણ આવી જ સ્થિતિ સર્જાઇ હતી. તે સમયે આપણી પાસે ઘણા બધા વિકલ્પો હતા. આ વખતે પણ અમારી ટીમમાં ઘણા વિકલ્પો છે. ઘણા એવા બેટ્સમેનો છે કે જેઓ સારી બોલિંગ કરી શકે છે, જ્યારે ઘણા એવા બોલરો છે જેઓ બેટ્સમેન તરીકે પણ ઉપયોગી રન કરી શકે છે. આ બધાની જરૃર સુપર એઇટ કે પછી સેમિ ફાઇનલ જેવી મોટી મેચોમાં પડતી હોય છે.
અશ્વિને ઊમેર્યું કે,જ્યારે તમારી ટીમમાં આટલા મોટા પ્રમાણમાં રિસોર્સિસ હોય તેમજ અનુભવી ખેલાડીઓ હોય તો તે ઉપયોગી બનવાનું જ છે. મારા માટે તો હરભજન સિંઘ એક હિરો છે. હરભજનની સાથે એક ટીમમાં હોવું મારા માટે ગૌરવ સમાન છે. હું તેના અનુભવનો લાભ લેવાનો પ્રયાસ કરીશ.તે વર્ષ ૨૦૦૭ની વર્લ્ડ ચેમ્પિયન બનેલી ટીમમાં હતો અને તે ટીમનો મહત્વનો ખેલાડી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved