Last Update : 15-September-2012,Saturday

 

પોતાના મતવિસ્તારની મુલાકાતે
રાહુલ સામે અમેઠીમાં સતત બીજા દિવસે ભારે વિરોધ

માંગણીઓ રજૂ કરવા આવેલા ગ્રામજ્નોને મળવા ન દેવાતા રાહુલ-વિરોધી નારા લગાવ્યા

(પીટીઆઈ) અમેઠી, તા. ૧૪
પોતાના મત વિસ્તાર અમેઠીની મુલાકાતના સતત બીજા દિવસે રાહુલ ગાંધીને ભારે વિરોધનો સામનો કરવો પડયો હતો. રાહુલના મુનશીગંજ ગેસ્ટ હાઉસ ખાતેના રોકાણ દરમિયાન બે ગામના સ્થાનિક રહીશોએ રાહુલ વિરોધી નારા લગાવ્યા હતાં.
રાહુલની પોતાના સંસદીય ક્ષેત્રની મુલાકાતના બીજા દિવસે આજે ચિત્કાપુર અને રાધેપુરના ગ્રામજ્નોએ ભારે વરસાદને અવગણીને રાહુલને મળીને હેન્ડપંપ, તબીબી સારવાર, શિક્ષણ અને સડકો સહિતની માંગણીઓની અરજીઓ આપવા લાંબી લાઈન લગાવી હતી. ગામના નેતા ગિરીશચંદ મિશ્રા અને ભૂતપૂર્વ પ્રધાન મુમતાઝખાનની આગેવાની હેઠળ ૩૫થી ૪૦ લોકોનું પ્રતિનિધિ મંડળ અમેઠી રેલ્વે સ્ટેશન પાસે ઓવર બ્રીજ બનાવવાની લાંબા સમયથી થઈ રહેલી માંગણી સાથે મળવા આવ્યા હતા. પરંતુ તેમને રાહુલને મળવા ન દેવાતા તેઓએ રાહુલ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે કોંગ્રેસી નેતાઓ અને અધિકારીઓએ દરમિયાનગીરી કરતા તેઓને રાહુલ ગાંધીને મળવાની પરવાનગી અપાઈ હતી. રાહુલ ગાંદીએ તેમની સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલે પોતાના કર્મચારીઓ પાસેથી કામગીરીમાં વિલંબ અંગે ખુલાસો માગ્યો હતો. ઉપરાંત ૪૦ કિમી લાંબા જાફરાબાદ-મુસાફિરખાના બાયપાસ માટે જપ્ત કરાયેલી જમીનના ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ પણ રાહુલ ગાંધીને મળવા આવ્યું હતું. અને એ અંગેની અરજી સુપરત કરી હતી. તેઓને પણ ઘટતું કરવાની ખાતરી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે એક બેન્કની શાખાનું ઉદ્ઘાટન કરવા જઈ રહેલા રાહુલ ગાંધીને સ્થાનિક મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ આંતર્યા હતા અને કોલેજની નબળી સગવડો બાબતે કાળા ધ્વજ ફરકાવ્યા હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved