Last Update : 15-September-2012,Saturday

 

સરકારે ભાવ વધાર્યો તેનો આનંદ છે ઃ મોન્ટેકસિંહ

મમતા મુલાયમ વચ્ચે સંધિ માટે અખિલેશના પ્રયાસો ઃ કોંગ્રેસ ભાજપ બન્ને નિષ્ફળ છે

ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચવા વિપક્ષો અને યુપીએના સાથી પક્ષોની માગણી
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૩
ડિઝલની કિંમતોમાં સરકારે કરેલા રૃા. પાંચના વધારાનો ચોમેરથી વિરોધ થઈ રહ્યો છે. સરકારના આ પગલાનો વિરોધ કરનારાઓમાં વિરોધ પક્ષની સાથે યુપીએના સાથી પક્ષોનો પણ સમાવેશ થાય છે. આ તમામ પક્ષોએ ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની માગણી કરી છે અને સરકાર આમ નહીં કરે તો ભાવ વધારાના મુદ્દે રસ્તા પર ઉતરીને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
ડાબેરીઓ અને તૃણમૂલ સહિતના પક્ષો આ મુદ્દે રસ્તા પર ઉતરશે
કોંગ્રેસે ડિઝલના ભાવ વધારાને અનિવાર્ય ગણાવ્યો છે. કેન્દ્રના આ પગલાંને બિનલોકતાંત્રિક ગણાવતા સપાએ જણાવ્યું હતું કે મોંઘવારીના મુદ્દે સપાએ કેન્દ્રની સરકારને ટેકો આપ્યો નથી અને ભવિષ્યમાં આપશે પણ નહીં. ડિઝલનો ભાવ વધારો અને રાંધણગેસના સબસિડીવાળાં સિલિન્ડરની સંખ્યા નિયંત્રિત કરવાનો યુપીએના સાથી પક્ષો તૃણમૂલ કોંગ્રેસ અને ડીએમકેએ પણ વિરોધ કર્યો છે. મમતા બેનરજી આવતી કાલે આ મુદ્દે કોલકાતામાં રેલીનું આયોજન કરશે.
યુપીએને ટેકો આપનારા રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદે કેન્દ્રના નિર્ણયને કમનસીબ ગણાવીને ભાવ વધારો પાછો ખેંચવાની માગણી કરી હતી. જ્યારે બસપાના વડા માયાવતીએ પણ સરકારના નિર્ણયને લોક વિરોધી ગણાવ્યો હતો. ભાજપે કેન્દ્ર સરકાર પેટ્રોલ માફિયા સાથે સાંઠગાંઠ ધરાવતી હોવાનો આરોપ મુક્યો છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે યુપીએ સરકારના આ પગલાને સામાન્ય માણસ સાથેની 'ક્રૂર મજાક' તરીકે ગણાવ્યો છે.
કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ સરકારના વડા અને રાજ્યના મુખ્યપ્રધાન ઓમેન ચાંડીએ જણાવ્યું હતું કે ભાવ વધારો સંપૂર્ણપણે પાછો ખેંચવો મુશ્કેલ હોય તો સરકારે વધારામાં કાપ મૂકવો જોઈએ.
ડીએમકેના વડા અને તમિલનાડુના પૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરૃણાનિધિએ જણાવ્યું હતું કે ડિઝલની કિંમતમાં થયેલો વધારો ગરીબ અને મધ્યમવર્ગ પર વિપરિત અસર કરશે. ડીએમકે ભાવ વધારાના મુદ્દે કેન્દ્રની સાથે નથી. બીજી બાજુ ડાબેરી પક્ષો પણ ભાવ વધારાના મુદ્દે વ્યાપક વિરોધ ઝુંબેશ હાથ ધરવા માટે વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરશે. સીપીઆઈ(એમ)ના મહામંત્રી પ્રકાશ કરાતે કેન્દ્ર આ બન્ને નિર્ણયો પાછા ખેંચે તેવી માગણી કરી હતી.
કેન્દ્રના આ પગલાનો વિરોધ કરનારાઓમાં ઓડીશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકનો પણ સમાવેશ થાય છે.
દરમિયાન આયોજન પંચે ડિઝલના ભાવ વધારા અને એલપીજીના સિલિન્ડરની સંખ્યા નિયંત્રિત કરવાના સરકારના નિર્ણયને ટેકો આપ્યો છે. પંચના નાયબ વડા મોન્ટેકસિંહ આહલુવાલીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે વિકાસદરને ૮ ટકા સુધી લઈ જવા દેશમાં ઘણા આવા કપરાં પગલાની જરૃર છે અને સરકારે ડિઝલની કિંમત વધારી તેનો તેમનો આનંદ છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved