Last Update : 15-September-2012,Saturday

 

સરકારી પગલા તેમજ ક્યુઈ-૩ની સાનુકૂળ અસર
સેન્સેક્સમાં ૪૪૩ પોઇન્ટ અને રૃપિયામાં ૧૧૩ પૈસાનો ઉછાળો

સેન્સેક્સમાં ૨૦૧૨નો સૌથી મોટો ઉછાળો ઃ રોકાણકારોની સંપત્તિમાં આઠ દિવસમાં રૃા. ૩.૬૩ લાખ કરોડનો વધારો

અમદાવાદ, શુક્રવાર
સરકાર દ્વારા અર્થતંત્રને વેગ આપવા તેમજ નાણાંકીય ખાધને પહોંચી વળવા ડિઝલના ભાવમાં કરાયેલા વધારા અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા અર્થતંત્રને વેગ આપવા ત્રીજા રાહત પેકેજને આવકારતા મુંબઈ શેરબજાર ખાતે આજે ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ શેરોની જાતેજાતમાં ઝડપી સુધારો થવા સામે સેન્સેક્સમાં ૨૦૧૨ના કેલેન્ડર વર્ષમાં સૌથી મોટો એવો ૪૪૩ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તે ૧૮૪૬૪.૨૭ની ૧૪ માસની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. બીજી તરફ અમેરિકા દ્વારા દર મહિને ૪૦ અબજ ડોલરના બોન્ડની ખરીદી કરવાના યોજના પાછળ અમેરિકા વધુ ડોલર છાપશે તેવી દહેશત વચ્ચે ડોલર ઝડપથી તૂટતા ભારતીય રૃપિયામાં ૧૧૩ પૈસાનો સંગીન ઉછાળો નોંધાયો હતો.
વિવિધ પ્રતિકૂળતાઓના પગલે અર્થતંત્રની વૃદ્ધિ નબળી પડવા સાથે દેશની નાણાંકીય ખાધમાં થયેલા વધારાને અંકુશમાં લાવવાના હેતુસર સરકાર દ્વારા ગઈકાલે ડિઝલના ભાવમાં વધારો કરાયો હતો. તો બીજી તરફ રાંધણ ગેસમાં રેશનલાઇઝડ સિસ્ટમ અમલી બનાવવામાં આવી હતી. બીજી તરફ અમેરિકાની ફેડરલ રિઝર્વ અર્થતંત્રને વેગ આફવા અને બેરોજગારીમાં ઘટાડો કરવા ક્વોન્ટિટેટિવ ઇઝીંગના ત્રીજા રાઉન્ડની (ક્યુઇ-૩) જાહેરાત કરી હતી.
આ અહેવાલો પાછળ ગઈ રાત્રે વૈશ્વિક શેરબજારોમાં ઉદ્ભવેલ તેજી બાદ મુંબઈ શેરબજાર ખાતે પણ આજે કામકાજનો પ્રારંભ ૨૫૦ પોઇન્ટથી પણ વધુ પોઇન્ટના ઉછાળા સાથે થયા બાદ બજારમાં સુધારા તરફી વલણ આગળ વધ્યું હતું. દરમિયાન આજે મોડી સાંજે સંસદની મળનાર બેઠકમાં સરકાર રીટેલ, એવીએશન સહિત અન્ય મહત્ત્વના ક્ષેત્રોમાં એફડીઆઇને મંજૂરી આપશે તેવા પ્રબળ આશાવાદ અને ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ મંદ રહેતા રિઝર્વ બેંક હવે વ્યાજ દરમાં ઘટાડો કરસે તેવા પ્રબળ આશાવાદ પાછળ ચોમેરથી નીકળેલી લેવાલીને વેગ સાંપડતા સુધારાની ચાલ ઝડપી બની હતી અને કામકાજના અંતે સેન્સેક્સ ચાલુ વર્ષના સૌથી મોટા ઉછાળા સાથે બંધ આવતા તે ૨૬ જુલાઈ ૨૦૧૧ની ઉંચી સપાટી (૧૮૫૧૮) નજીક પહોંચી ગયો હતો.
એન.એસ.ઇ. ખાતે પણ નીકળેલ નવી લેવાલીએ નિફ્ટીમાં પણ ૧૪૨.૩૦ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તે ૫૫૭૭.૬૫ની સાત માસની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. અત્રે એ નોંધનીય રહેશે કે આજે સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિમાં એટલે કે માર્કેટ કેપિટલાઇઝેશન રૃા. ૬૩.૬૩ લાખ કરોડે પહોંચી ગયું હતું. આમ, સળંગ આઠ દિવસની તેજીના કારણે તેમાં રૃા. ૩.૬૩ લાખ કરોડના વધારો નોંધાયો છે.
વિદેશી હુંડિયામણ બજારમાં પણ આજે અમેરિકી ડોલર સામે રૃપિયામાં સંગીન ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકા દ્વારા દર મહિને ૪૦ અબજ ડોલરની બોન્ડની ખરીદીની યોજનાના પગલે અમરિકા હવે વધુ ડોલર છાપશે તેવી દહેશત વચ્ચે આજે ડોલરમાં ઝડપથી પીછેહઠ થવા પામી હતી.
આ અહેવાલો પાછળ ઘરઆંગણે આગેવાન બેંકો તેમજ નિકાસકારો દ્વારા મોટા પાયે ડોલરમાં વેચવાલી હાથ ધરાતા ભારતીય રૃપિયામાં ઝડપી સુધારો નોંધાયો હતો અને કામકાજના અંતે તે ૧૧૩ પૈસા ઉછળીને ૫૪.૩૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved