Last Update : 15-September-2012,Saturday

 

પાછલે બારણે ઇસ્ટ ઇન્ડિયા કંપની જેવા ઇતિહાસના પુનરાવર્તનની ભીતિ
છૂટક વ્યાપારમાં ૫૧ ટકા વિદેશી રોકાણને મંજૂરી

ઉડ્ડયન, વીજળી અને પ્રસારણમાં વિદેશી રોકાણની છૂટ ઃ ચાર જાહેર સાહસોમાં ડિસઇન્વેસ્ટમેન્ટ

રિટેલ FDIનો નિર્ણય પાછો લેવા મમતાની ૭૨ કલાકની મુદ્દત ઃ દેવેગોવડાની ટેકો પાછો ખેંચવાની ધમકી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૪
મોટા સુધારાઓને આગળ વધારતા સરકારે આજે મલ્ટી બ્રાન્ડ રીટેલમાં ૫૧ ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ)ને મંજુરી આપી છે. આ ઉપરાંત ઉડ્ડયન સેકટર વિદેશી એરલાઇન્સને ૪૯ ટકા રોકાણની મંજુરી તથા ચાર જાહેર ક્ષેત્રની કંપનીઓનાં શેરોનું વેચાણ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી સરકાર પર આરોપ મૂકવામાં આવતો હતો કે તે નિતી વિષયક નિર્ણયો લઇ શકતી નથી.
આજે કેન્દ્રીય મંત્રી મંડળ તથા કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (સીસીઈએ) ની બેઠક પછી સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરવામાં આવતી હતી. સરકારની આ જાહેરાત પછી તેના પ્રમુખ સહયોગી દળ તૃણમુલ કોંગ્રેસ તથા ભાજપ અને ડાબેરી પક્ષોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે.
આ લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોમાં બ્રોડકાસ્ટીંગ સેકટરમાં વિદેશી રોકાણની મર્યાદા ૪૯ ટકાથી વધારી ૭૪ ટકા કરવામાં આવી છે તથા પાવર એક્ષચેન્જોમાં વિદેશી રોકાણને મંજુર આપવામાં આવી છે.
સરકારે આજે હિંદુસ્તાન કોપર લિમિટેડમાં ૯.૫૯ ટકા, નાલ્કોમાં ૧૨.૨૫ ટકા, ઓઇલ ઇન્ડિયા લિમિટેડમાં ૧૦ ટકા અને એમએમટીસીમાં ૯ ટકા ઇકવિટી વેચવાનો નિર્ણય લીધો છે.
આ ચાર કંપનીઓનો ઇકિવટી હિસ્સો વેચવાથી સરકારને આશરે ૧૫,૦૦૦ કરોડ રૃપિયા મળશે.
ઉલ્લેખનીય છે કે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા સરકારે ૩૦,૦૦૦ કરોડ રૃપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
યુપીએ સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં મલ્ટી બ્રાન્ડ રીટેલમાં એફડીઆઈ રજૂ કરવાનાં પ્રયત્નો કર્યા હતા પરંતુ તૃણમુલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને વિરોધ પક્ષોના વિરોધને પગલે સરકારને પીછેહઠ કરવી પડી હતી.
વાણિજય પ્રધાન આનંદ શર્માએ જણાવ્યું હતું કે વિરોધ છતાં સરકારે આર્થિક સુધારા આગળ વધારવાનો નિર્ણય લીધો છે.
તેમણે જણાવ્યું હતું કે અમે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીનાં મલ્ટી બ્રાન્ડ રીટેઇલ અંગેના વલણનું સન્માન કરીએ છીએ. પરંતુ દેશમાં બીજા ઘણા એવા રાજ્યો છે જે મલ્ટી બ્રાન્ડ રીટેઇલમાં વિદેશી રોકાણને મંજુરી આપવા તૈયાર છે.
મલ્ટી બ્રાન્ડ રીટેઇલમાં લઘુતમ રોકાણની મર્યાદા ૧૦ કરોડ ડોલર રાખવામાં આવી છે.
જેનાથી અડધી રકમ ગ્રામીણ વિસ્તારોમાં સ્ટોરેજ તથા વેરહાઉસિંગની સુવિધા પાછળ ખર્ચવામાં આવશે.

વિવિધ પક્ષોની પ્રતિક્રિયા
- તૃણમૂલ કોંગ્રેસે મલ્ટી બ્રાન્ડ રીટેલમાં એફ.ડી.આઇ.ને મંજૂરી તથા ડીઝલના ભાવવધારો પાછો ખેંચવા સરકારને ૭૨ કલાકનો સમય આપ્યો. રેલ્વે પ્રધાન મુકુલ રાયે જણાવ્યું હતું કે, મંગળવારે ટીએમસી પાર્લામેન્ટરી પક્ષની બેઠક મળશે.
- યુપીએને બહારથી ટેકો આપનાર જનતા દળે (એસ) જણાવ્યું હતું કે, સરકારનો ટેકો આપવાનો ચાલુ રાખવા અંગે ટૂંક સમયમાં જ બેઠક બોલાવવામાં આવશે.
- સરકારને બહારથી ટેકો આપનાર સમાજવાદી પાર્ટીએ મલ્ટીબ્રાન્ડ રીટેલમાં ૫૧ ટકાના એફડીઆઇનો વિરોધ કર્યો છે. પક્ષના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, સ.પા. માને છે કે એફડીઆઇથી ભારતીય બજારો અને કૃષિ ક્ષેત્ર પ્રભાવિત થશે. આ નિર્ણય દેશના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નથી અને પક્ષ આ નિર્ણયના વિરોધમાં દેખાવો કરશે.
- ભાજપે સરકારે પર આરોપ મૂક્યો હતો કે તેણે વિદેશી દબાણને વશ થઈને ઉતાવળમાં નિર્ણય લીધા છે. સરકારના આ નિર્ણયથી રીટેલ વેપાર સાથે સંકળાયેલા પાંચ કરોડ ભારતીયોને અસર થશે.
- સીપીઆઇ (એમ), સીપીઆઇ, આરએસએસ અને ફોરવર્ડ બ્લોક જેવા ડાબેરી પક્ષોએ ત્રણ સેક્ટરોમાં એફડીઆઇને મંજૂરી તથા ચાર જાહેર ક્ષેત્રની કંપનીઓનું ડીસઇન્વેસ્ટમેન્ટ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. ડાબેરી પક્ષોએ સરકારનો આ નિર્ણય વિરુદ્ધ સમગ્ર દેશમાં દેખાવો કરવાનો નિર્ણય લીધો છે.

સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો
- મલ્ટીબ્રાન્ડ રીટેલમાં ૫૧ ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ)ને મંજુરી.
- ઉડ્ડયન સેક્ટરમાં વિદેશી એરલાઈન્સને ૪૯ ટકા રોકાણ કરવાની મંજુરી.
- સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ હિન્દુસ્તાન કોપર લિમિટેડમાં .૫૯ ટકા, નાલ્કોમાં ૧૨.૧૦ ટકા, ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં ૧૦ ટકા તથા એમએમટીસીમાં ૯ ટકા ઇક્વિટી હિસ્સો વેચવાની મંજુરી.
- બ્રોડકાસ્ટીંગ સેક્ટરમાં વિદેશી રોકાણની મર્યાદા ૪૯ ટકાથી વધારી ૭૪ ટકા કરાઈ.
- પાવર એક્ષચેન્જમાં વિદેશી રોકાણને મંજુરી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved