Last Update : 15-September-2012,Saturday

 

સબસિડીનો ખોટો લાભ લેનારાને પકડી પાડવા
રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે

સપ્ટેમ્બર ૨૦૧૨થી ૩૧મી માર્ચ ૨૦૧૩ સુધીમાં સબસિડાઈઝ રેટ પર માત્ર ત્રણ જ સિલિન્ડર આપશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
વર્ષ દરમિયાન છથી વધુ સબસિડાઈઝ સિલિન્ડર ન મેળવી જાય તેની તકેદારી રાખવા તથા અને રાંધણગેસની સબસિડીનો ગેરલાભ લેવા માટે એક કરતાં વધુ કંપનીઓના જોડાણ લેવા ઉપરાંત પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી)નો પુરવઠો મેળવનારાઓને પકડી પાડવા માટે રાંધમગેસની કંપનીઓએ ગેસજોડાણધારકોના પૅન, ઇલેક્શન કાર્ડ, બૅન્ક એકાઉન્ટ નંબર કે આધાર કાર્ડ સહિતના તમામ અધિકૃત પુરાવાઓ એકત્રિત કરવાની કવાયત હાથ ધરી છે.
ગઈકાલે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે રાંધણગેસનું જોડાણ ધરાવનારાઓને વર્ષ દરમિયાન માત્ર છ જ સિલિન્ડર આપવાની જાહેરાત કરતાં આ કવાયત હવે વેગ પકડશે. ૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં રાંધણગેસ ધારકને સબસિડાઇઝ રેટથી ત્રણ સિલિન્ડર આપવામાં આવશે. બાકીના સિલિન્ડર તેમણે રૃા. ૭૫૦થી ૭૮૦ની આસપાસના ભાવે લેવા પડે તેવી સંભાવના છે. આ ભાવ આગામી દિવસોમાં નક્કી થશે. અત્યારે સરકાર રાંધણગેસના બાટલાદીઠ રૃા. ૩૪૨ની સબસિડી આપે છે. આ સબસિડી એક વર્ષમાં માત્ર છ સિલિન્ડર પર જ મળશે. બાકીના સિલિન્ડર બજાર ભાવે લેવા પડશે.
ગેસ જોડાણધારકો પાસેથી કે.વાય.સી.ની જોગવાઈ હેઠળ તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર-પૅન, ફોટો ઓળખ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઇલેક્શન કાર્ડ વગેરેની વિગતો એકત્રિત કરવાનો ઇરાદો છે. આ આયોજન હેઠળ ભારત સરકારના કર્મચારીઓ પાસેથી તેમના આઈએફસી કોડ પણ માગવામાં આવશે. આ તમામ કસ્ટમર્સ પાસેથી તેમના બૅન્ક એકાઉન્ટની વિગતો પણ માગવામાં આવશે. આ વિગતો આપવી હાલને તબક્કે ફરજિયાત નહિ, પરંતુ મરજિયાત છે. ભવિષ્યમાં કદાચ રાંધણ ગેસની સબસિડી આપવાની થાય તો તેવા સંજોગોમાં તે સબસિડી સીધી રાંધણગેસ ધારકના બૅન્ક એકાઉન્ટમાં જ જમા કરાવી દેવાના વિકલ્પો કેન્દ્ર સરકાર આશરો લે તેવી સંભાવના છે. આ આયોજન કરીને કેન્દ્ર સરકાર એક કાંકરે બે પંખી મારી રહી છે. એક તો તમામ જોડાણધારકોને જ સબસિડી મળે તેવી વ્યવસ્થા પાકી કરી લેવા માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. તેમ જ સબસિડી તેના ખરા વપરાશકાર સુધી ન પહોંચાડીને તેનો લાભ લઈ લેતા ગેસ એજન્સીઓને સબસિડીનો લાભ મળવાથી વંચિત કરી દેવા માટેનું પણ આ આયોજન હોવાનું માનવામાં આવે છે. જોકે તત્કાળ આ પ્રકારનો કોઈ જ એજન્ડા ન હોવાનું આઈઓસીના ગુજરાત લેવલના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે.
કદાચ આ જ કારણસર રાંધણગેસની ડીલરશીપ ધરાવનારાઓએ આ તમામ વિગતો મેળવવામાં તેમને તકલીફ પડી રહી હોવાની અને તેને કારણે તેમને વધારાનો ખર્ચ બોજ વેંઢારવો પડે તેમ હોવાની બૂમરાણ મચાવવા માંડી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ અને ગુજરાતના રાંધણ ગેસ ડીલરોએ મળીને આ રૅકોર્ડ કંપનીઓને મેળવીને તેને કોમ્પ્યુટર નેટવર્ક પર અપલોડ કરી આપવા માટે દરેક ગ્રાહકદીઠ રૃા. ૫૦નું વળતર તેમને આપવાની લેખિત રજૂઆત રાંધણગેસ આપતી કંપનીઓ સમક્ષ અને મિનિસ્ટ્રી ઑફ પેટ્રોલિયમ સમક્ષ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તેમનું કહેવું છે કે તેની પાછળનો મુખ્ય હેતું એક કરતાં વધુ કંપનીઓના ગેસ જોડાણ મેળવીને સબસિડીનો ખોટી રીતે લાભ મેળવનારાઓને અલગ તારવી લઈને તેમને સબસિડાઈઝ સિલિન્ડરનો લાભ ન મળે તે માટે જ આ રૅકોર્ડ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ માટે જ આઈઓસીના ૩૭.૫ લાખ અને એચપીસીએલ તથા બીપીસીએલના ૩૦ લાખ મળીને અંદાજે કુલ ૬૮ લાખ ગ્રાહકોનો રૅકોર્ડ એકત્રિત કરી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સરકારે છેલ્લા બે ત્રણ માસથી આ રૅકોર્ડ એકત્રિત કરવાની કવાયતનો આરંભ કરી દીધો છે. પહેલા માત્ર નામ, સરનામા અને ઘરની માલિકીના પુરાવાઓ મેળવવાના હતા. ત્યારબાદ તેમાં ફોટો ઓળખ અને પૅન કે પછી આધાર કાર્ડના પુરાવાઓ માગવાનું આયોજન કરીને વ્યવસ્થિત રૅકોર્ડ ઊભો કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંધણગેસનો પુરવઠો આપતી કંપનીના ટોચના સૂત્રોનું કહેવું છે કે અત્યારને તબક્કે રાંધણગેસનું જોડાણ ધરાવનારાઓ માટે તેમના બૅન્કના ખાતાની વિગતો આપવી ફરજિયાત નથી.

બ્લુબુક વિના બીજા સિલિન્ડરની
ડીલીવરી નહિ આપવામાં આવે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
સબસિડાઈઝ ગેસ સિલિન્ડર લેનારાઓ પર નિયંત્રણ રહે તે માટે ગ્રાહક પાસે ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ હોવું જરૃરી છે. આ કાર્ડ ન ધરાવનારાઓને પહેલીવાર સિલિન્ડર આપીને તેમની બ્લુ બુક મેળવી લેવાની સૂચના આપવામાં આવશે. ત્યારબાદ પણ જેઓ તેમની બ્લુ બુક નહિ મેળવે તેમને બીજા સિલિન્ડરની ડિલીવરી આપવામાં આવશે નહિ. આ બ્લુ બુક ઉપરાંત ગેસ એજન્સીઓ પાસે સબસિડાઈઝ રેટના સિલિન્ડરનો રૅકોર્ડ રાખવામાં આવશે. આ બ્લુ બુકમાં ગેસ સપ્લાયરના માણસની સહી કરાવીને દર વખતે એન્ટ્રી મરાવવી પડશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved