Last Update : 15-September-2012,Saturday

 

મોદી ગુજરાતને અન્યાયનું રટણ ચૂંટણી સમયે કરે છે તો
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા

'ગપોડી' મોદીને ગુજરાતના પ્રશ્નોની ચર્ચા કરવા ૮ દિવસમાં જાહેર મંચ ઉપર આવવા ખુલ્લો પડકાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, શુક્રવાર
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે, ભારત-પાકિસ્તાન પરસ્પર વિરોધી દેશો હોવા છતાં તેમની વચ્ચે પણ જે ભાષામાં વાત થતી નથી, એવી ખરાબ ભાષા અત્યારે ચૂંટણી સમયે કેન્દ્ર સરકાર માટે ઉચ્ચારી ગુજરાતના ગપોડી અને બહુરૃપી મુખ્યપ્રધાન ભારત સરકાર સામે જાણે યુદ્ધે ચઢ્યાં હોય તે રીતે પ્રજાને ભરમાવા પ્રજાની તિજોરીનાં જ ખર્ચે ગપ્પાં અને જુઠ્ઠાણાં હાંક્યે રાખે છે, ત્યારે મારે પૂછવું છે કે, ગુજરાતને યુપીએ સરકાર બહુ અન્યાય કરે છે, તો ગુજરાતના ભાજપના સાંસદો સંસદમાં કેમ મૂંગામંતર બેસી રહે છે અને ત્યાં કેમ અવાજ ઉઠાવતાં નથી ?
મુખ્ય પ્રધાનમાં હિંમત હોય તો ગુજરાતના પ્રશ્નો અંગે ૮ દિવસમાં તેમના માનીતા અધિકારીઓની ફોજ સાથે જાહેર મંચ ઉપર કોંગ્રેસ સાથે બુદ્ધિજીવીઓની હાજરીમાં ચર્ચા કરવા આવે, કોંગ્રેસ એમની સલામતીની ખાતરી સાથે જાહેર ચર્ચા ક્યાં કરવી એની વ્યવસ્થા કરશે અને એની તારીખ મુખ્ય પ્રધાન નક્કી કરે, એવો પડકાર ફેંકતા મોઢવાડિયાએ મુખ્ય પ્રધાનની ગપ્પાબાજી સામે વાસ્તવિકતા ઉઘાડી પાડતાં જણાવ્યું હતું કે, ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણી વખતે મુખ્યપ્રધાને મહેસાણા ખાતે જાહેરસભામાં કહેલું કે, ખેડૂતો પાણી માટે બોર બનાવશે તો કૂવામાંથી તેલ નીકળશે, ઘરની ચકલીમાંથી પાણીને બદલે તેલ નીકળશે અને ખેડૂતો દૂધના બદલે તેલના કેન દુબાઈમાં વેચવા જશે. આની સામે અત્યારે મહેસાણાના ખેડૂતો ડાર્કઝોન હેઠળ વીજળી કનેકશનો ક્યારે મળે તેની રાહ જોઈ રહ્યાં છે અને તેલ તો ઠીક ગુજરાતના ૬ હજારથી વધુ ગામોમાં પીવાનું પાણી મળતું નથી. મુખ્યપ્રધાને ગપ્પું પંજાબમાં ગપ્પુ મારેલું કે, ગુજરાતના ખેડૂતો દર વર્ષે મારુતિ કાર ખરીદે છે અને એમને ૨૪ કલાક વીજળી મળે છે. વાસ્તવિકતા એ છે કે, વીજ જોડાણ માટે ૧૦ લાખથી વધુ ખેડૂતો લાઈન લગાવીને બેઠાં હોવા છતાં વીજ જોડાણ આપતા નથી અને ખેડૂતોને માંડ ૬ કલાક વીજળી મળે છે.
જૂઠ્ઠાણું એવું ચલાવાય છે કે સૌથી વધુ રોજગારી દેશમાં ગુજરાત આપે છે, વાસ્તવિકતા એ છે કે, ૧૦ લાખ શિક્ષિત યુવાનો રોજગારી માટે ફાંફા મારે છે. ૨૦૦૭માં ૧૫ હજાર કરોડનું વનબંધુ પેકેજ, ૧૧ હજાર કરોડનું સાગરખેડૂ પેકેજ તથા ૧૩ હજાર કરોડનું શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના પેકેજ જાહેર થયાં હતા. અલબત્ત, આરટીઆઈ હેઠળ જવાબ એવો અપાયો છે કે, નવું કોઈ બજેટ ફાળવાયું નથી, આતો માત્ર યોજનાઓનું સંકલન જ છે.
હમણાં મુખ્ય પ્રધાને એવું ગપ્પુ માર્યું છે કે, બીપીએલ કાર્ડધારકોના સર્વેનો રિપોર્ટ ભારત સરકારે પસ્તીમાં ફેંકી દીધો છે, વાસ્તવિકતા એ છે કે, બધા રાજ્યોએ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોનો સર્વે ભારત સરકારને મોકલાવી દીધો છે, પણ ગુજરાત સરકારે હજી મોકલાવ્યો જ નથી કારણ કે હજી સર્વે જ પૂરો થયો નથી. મોઢવાડિયાએ મુખ્ય પ્રધાનને એવી પણ સલાહ આપી હતી કે તેઓ અત્યારે ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતના વિકાસ માટે ૧૧ વર્ષના શાસનમાં એમણે શું કર્યું એનો પરફોર્મન્સ રિપોર્ટ આપે અને એના નામે ચૂંટણી લડે, યુપીએ સરકારે શું કર્યું એનો પરફોર્મન્સ રિપોર્ટ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અપાશે જ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved