Last Update : 15-September-2012,Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૫-૦૯-૨૦૧૨, શનિવાર
અધિક ભાદરવા વદ ચૌદશ-દર્શઅમાવાસ્યા.
જૈન - કલ્પધર કલ્પસૂત્ર વાંચન

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૦ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૫ મિ. (સૂ) ૭ ક. ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પુર્વા ફાલ્ગુની રાત્રે ૨ ક. ૪૪ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સંિહ, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સંિહ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮. દક્ષિણાયન શરદ ૠતુ રા.દિ.ભા. / ૨૪. માસ-તિથિ-વાર ઃ- અધિક ભાદરવા વદ ચૌદશ ને શનિવાર.
- દર્શ અમાવાસ્યા. સવારના ૯ ક. ૪૧ મિ.થી અમાવાસ્યાનો પ્રારંભ.
- જૈન, કલ્પધર કલ્પસૂત્ર વાંચન.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૨૯ રોજ માહે સ્પંદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપના રોજીંદા કામની વ્યસ્તતા રહે. સંતાનના કામમાં ઘ્યાન આપવું પડે. શ્રમ થાક અનુભવાય. પરંતુ આનંદ રહે.

 

વૃષભ ઃ આપને સગા સંબંધી મિત્રવર્ગના કારણે શાંતિ-રાહત જણાય નહીં. પરિવારના કામમાં મતભેદ-ઉશ્કેરાટ જણાય. નોકરી-ધંધામાં સંભાળવું.

 

મિથુન ઃ નોકરી-ધંધાના કામ અંગે બહાર જવાનું થાય. ચર્ચા વિચારણા થાય. વ્યવહારિક સામાજીક કૌટુંબીક સંબંધો તાજા થાય.

 

કર્ક ઃ આપના નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધામાં, પરચુરણ ધંધામાં સાનુકુળતા રહે. આવક થાય.

 

સંિહ ઃ આપના વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામમાં અન્યનો સહકાર મળી રહે. તમે વધારાનું કામ કરી શકો.

 

કન્યા ઃ ચંિતા- ખર્ચ- બેચેની અનુભવતા હોવ તેમ લાગે. અન્યના કારણે શાંતિ રાહત જણાય નહીં. વાતવાતમાં વિવાદ થઇ જાય.

 

તુલા ઃ આપના પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. સગા સંબંધી- મિત્રવર્ગના નોકરી-ધંધાના કામની વ્યસ્તતામાં રહેવું પડે.

 

વૃશ્ચિક ઃ રોજીંદા કામમાં સાનુકુળતા રહે. નોકરી-ધંધાનું વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો.

 

ધન ઃ આકસ્મિક બહાર જવાનું થાય કે કોઇને મળવાનું થાય. નોકરી-ધંધાના કામ અંગેની ચર્ચા વિચારણા થાય. ખર્ચ થાય.

 

મકર ઃ આજે આપને આરામ-રાહત જણાય નહી. શાંતિ અનુભવાય નહીં. તન-મન-ધનથી વાહનથી સગાસંબંધીથી ચંિતા રહે.

 

કુંભ ઃ પત્ની-સંતાન-પરિવારથી સાનુકુળતા રહે. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો, પરચુરણ ધંધો થાય.

 

મીન ઃ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે. પરંતુ શરીરમાં દર્દ પીડા, તકલીફના કારણે કંઈ ગમે નહીં. આનંદ-ઉત્સાહ જણાય નહીં.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૫-૦૯-૨૦૧૨, શનિવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મ વર્ષ આરોહ, અવરોહનું રહે. વર્ષારંભથી વર્ષના મઘ્ય ભાગ સુધીનો સમય નોકરી-ધંધાના કામકાજમાં તેમજ ઘર પરિવારના કામકાજમાં રુકાવટ, મુશ્કેલીઓ જણાય.

 

* નોકરી-ધંધામાં મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે. અન્યના કારણે તમારી પ્રગતિ, સફળતામાં રુકાવટ અનુભવાય. તેમ છતાં વર્ષનો ઉત્તરાર્ધ યશ-સફળતાનો રહે. તમારા કામ ઉકેલાતા જાય.

 

* આ વર્ષમાં સંતાનના વિદ્યાભણતર, વિવાહ-લગ્ન, નોકરી-ધંધાની કામગીરી પ્રતતિવાળી બનવાથી તમારી ચંિતાનો ભાર હળવો થાય, આનંદમાં રહો.

 

* સ્ત્રી વર્ગને પતિ-સંતાન- પરિવાર- પિયર પક્ષના પ્રશ્ને ચંિતા-ઉચાટ પછી આનંદ અનુભવાય.

 

* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં સફળતા-પ્રગતિ જણાય. આર્થિક સહાય, અન્ય સગવડતા મળવાથી વિદ્યાભ્યાસ પરિપૂર્ણ થાય.

 

સુપ્રભાતમ્

જે માણસ દુઃખ આવી પડતાં માત્ર ગભરાઈ જઈને ખેદ જ કર્યા કરે છે તે કેવળ પીડાને વધારે છે. તે દુઃખનો અંત પામતો નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ ઘરમાં આવીને બોલ્યો, ‘‘મેડમ, મેડમ, બહાર મોટરમાં સાહેબ બેભાન થઈને પડ્યા છે અને બાજુમાં સૌભાગ્ય સ્ટોરની થેલીમાં કંઈ પેકેટ જેવું પડ્યું છે.’’
‘‘જલ્દી જા,’’ મેડમ લીલી બોલી, ‘‘એ પેકેટ લઈ આવ, એમાં મારી નવી સાડીઓ છે, જા, જા, દોડ !’’

[Top]
 

આજ ની રેસીપી

ગણેશપ્રિય મોદક-મીઠાઈ વેરાયટી

મોહનથાળી દીવડા

 

 

સામગ્રી ઃ બે કપ મોહનથાળનો લોટ, અડધો કપ માવો, એક કપ ઘી, પોણો કપ સાકર , થોડું કેસર, થોડો એલચી પાઉડર, બદામ-પિસ્તા ઝીણા સમારેલા.

 

રીત ઃ ઘી ગરમ કરી લોટને ધીમા તાપે શેકો. બદામી કલર થાય પછી માવો અને એલચી પાઉડર નાખી ફરી ત્રણ-ચાર મિનિટ શેકો. નીચે ઉતારી હલાવતાં રહો. સાકરમાં થોડું પાણી અને કેસર નાખી બે તાર ઉપરની ચાસણી બનાવો. શેકેલો લોટ તેમાં નાખી ખૂબ હલાવો. અડધા કલાક બાદ તેને દીવડાનો આકાર આપી અંદર બદામ-પિસ્તા ભરી આરતીની થાળીમાં સજાવીએ તેવી રીતે ગોઠવીને દુંદાળા દેવ સામે મૂકો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved