Last Update : 14-September-2012,Friday

 

અસીમ કાર્ટુનોને સીમામાં બાંધો !

- મન્નુ શેખચલ્લી

 

બોલો, કાનપુરના પેલા યુવાન કાર્ટુનિસ્ટ અસીમ ત્રિવેદીની ધરપકડ થઈ ગઈ, અને અમે હજી છુટ્ટા ફરીએ છીએ !
કારણકે અમે માત્ર 'શબ્દ-કાર્ટુનો' લખીએ છીએ. અને નેતાઓને કશું વાંચવામાં રસ જ ક્યાં છે ? (વાંચતાં ફાવતું હોત તો બિચારી પ્રજાની ફરિયાદો જ ના વાંચી હોત?)
એની વે, આજે પ્રસ્તુત છે કાર્ટુનો વિશેનાં શબ્દ કાર્ટુન્સ...
* * *
એક પટાવાળો બે છોકરાઓને પકડીને પ્રિન્સીપાલની ઓફીસમાં લાવ્યો છે. એ કહે છે ઃ
'સાહેબ, આ લલ્લુ બિચારો માત્ર બારીઓના કાચ ફોડે છે, છોકરીઓની છેડતી કરે છે અને પરીક્ષામાં ચોરીઓ કરે છે... પણ એનાથી ખતરનાક આ અસીમ છે, એણે તમારું કાર્ટુન બનાવ્યું છે !'
* * *
પોલીસ સ્ટેશનમાં એક જમાદાર ઈન્સ્પેક્ટર સાહેબને સલાહ આપી રહ્યો છેઃ
'સાહેબ, ચાલો માન્યું કે પેલા ખતરનાક માણસ પાસે મશીનગનો છે, બોમ્બ છે, કારતૂસો છે, તમંચા, રિવોલ્વોરો છે. પણ શસ્ત્રોના એ સોદાગરની ધરપકડ કરીને તમે રિમાન્ડ પર લેશો તો દિલ્હીથી સો જાતના સવાલ થશે... એના કરતાં આ કાર્ટુનિસ્ટને પકડીને ડંડાવાળી કરો ને ? સરકાર તમને શાબાશી આપશે...'
* * *
એક વકીલ એક સિદ્ધાંતવાદી ટાઈપના માણસને સમજાવી રહ્યા છેઃ
'વડીલ, તમે કાયદાની ભાષા સમજતા નથી. જો તમે મર્ડર કરો, બળાત્કાર કરો, ભ્રષ્ટાચાર કરો, ફ્રોડ કરો તો એ બધા માત્ર 'ગુના' કહેવાય... પણ જો તમે કાર્ટુન દોરો તો 'રાષ્ટ્રદ્રોહ' કહેવાય !'
* * *
એ જ વડીલ એ જ સિધ્ધાંતવાદીને હજી સમજાવી રહ્યા છે ઃ
'તમે હજી કેમ સમજતા નથી ? જો ત્રણ સિંહના રાષ્ટ્રિય પ્રતીકવાળી કરન્સી નોટો વડે જુગાર રમો, લાંચ આપો, સોપારી આપો, ડ્રગ્સ ખરીદો, અરે, નાચનારીઓ પર ઉડાડો... એને કદી પણ 'રાષ્ટ્રદ્રોહ' ના કહેવાય !'
* * *
હવે પેલા વડીલ શાંતિથી વકીલને જવાબ આપે છે ઃ
'સમજી ગયો. ટુંકમાં, દેશના સમજદાર અને પ્રમાણિક માણસોની ધરપકડ કરવા માટે સરકારને કોઈ કાયદો તો જોઈએ ને ?'
* * *
અખબારની ઓફીસમાં ધૂંધવાતા આવેલા એક કોલસા જેવા કાળા, ત્રાંસા ડાચાવાળા, ફાંગી આંખવાળા અને ફાટી ગયેલા કારેલાં જેવાં ખરબચડા નાકવાળા નેતાને સંપાદક કહી રહ્યા છે ઃ
'અરે, હોય સાહેબ ? અમે તમારું કાર્ટુન શા માટે છાપીએ ? એના કરતાં તમારો ફોટો જ ના છાપીએ ?!'
- મન્નુ શેખચલી

Share |
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved