Last Update : 14-September-2012,Friday

 

જ્ઞાન, હક અને તક

 

'કૌન બનેગા કરોડપતિ'ની નવી સિઝન શરૃ થઇ અને નવા કરોડપતિની જાહેરાત પણ થઇ ગઇ. આ વખતે શૉનો ધુ્રવમંત્રી 'જ્ઞાાન જ તમને તમારો હક અપાવી શકે છે' એવો રાખવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચન તેમના બુલંદ અવાજે અને ભાવપૂર્ણ હિંદીમાં આ વાત કહે ત્યારે એ ખરેખર માની લેવાનું મન થઇ જાય, એવી સાચી લાગે છે.
તેનો અર્થ એવો નથી કે એ દાવો સદંતર ખોટો છે. પરંતુ ટીવી શૉ અને ફિલ્મોના પ્રચાર માટે વહેંચાતાં સનાતન સત્યોને હંમેશાં ગાળીને- અંગ્રેજીમાં કહે છે તેમ, વીથ એ પીન્ચ ઓફ સોલ્ટ- લેવાનાં હોય. તેમને શબ્દાર્થમાં માની લેવાય નહીં. 'લગે રહો મુન્નાભાઇ'થી ગાંધીમૂલ્યોના પ્રચારનો કે ગાંધીમૂલ્યોની સમજણનો દાવો થાય, 'તારે ઝમીં પર'થી ડાયસ્લેક્સિઆ અનેે 'બ્લેક' ફિલ્મથી પ્રજ્ઞાાચક્ષુઓની સમસ્યા ચર્ચામાં લાવવાના અને તેની પર સાર્થક સંવાદ ઊભો કરવાના દાવા થયા હોય, તો તેને ટાઢા કલેજે અને હળવાશથી જ લેવા પડે. કારણ કે એ ફિલ્મો કે ટીવી શૉ ગમે તેટલા સારા હોય, તો પણ તેમની પાછળનો પ્રાથમિક અને છેવટનો આશય વ્યાવસાયિક હોય છે. એમાં કશું ખોટું નથી, પરંતુ એક નીતાંત વ્યાવસાયિક ચીજમાં ઉદાત્ત સામાજિક મૂલ્યોનું કે તેના સંદેશાવાહક તરીકેની પવિત્રતાનું આરોપણ કરવાના પ્રયાસ થાય, ત્યારે એ પચાવવાનું અઘરું હોય છે.
પ્રચારતંત્રની બીજી મુશ્કેલી સામાન્યીકરણની હોય છે. ગંભીર સામાજિક સમસ્યાઓ કે જટિલ મુદ્દાને એક લાકડીથી હંકારી શકાતા નથી. કારણ કે તેનાં કારણ અને નિવારણ સાથે અનેક બાબતો સંકળાયેલી હોય છે. ભારત જેવા ગૂંચવી નાખનારું વૈવિધ્ય ધરાવતા દેશમાં કોઇ પણ બાબતનું સામાન્યીકરણ કરવાથી રાજકારણ ખેડી શકાય, પ્રચારઝુંબેશ ચલાવી શકાય, પણ કોઇ મુદ્દાને તાર્કિક રીતે તેના આખરી અંજામ સુધી પહોંચાડી શકાતો નથી. અમિતાભ બચ્ચને તેમના માટે તૈયાર કરાયેલા લખાણ પ્રમાણે કહી દીધું કે 'જ્ઞાાન એ જ સર્વસ્વ છે અને જ્ઞાાનથી જ હક મળે.' સામાન્યમાં સામાન્ય ફેસબુકીયો ચિંતક પણ આ વાત કહી શકે. એમાં કશું એવું નવું કે ક્રાંતિકારી નથી. એવું કંઇ નથી, જે બચ્ચને કહ્યું ત્યારે જ લોકોને ખબર પડી અને તેમણે ન કહ્યું હોત તો લોકોને ખ્યાલ જ ન આવત. પરંતુ કાર્યક્રમના પ્રચારના ભાગ તરીકે આ સૂત્ર વહેતું કરવામાં આવ્યું એ સાથે જ અચાનક જાણે ભારતમાં લોકોને જ્ઞાાનમહિમાનું ભાન થયું હોય એવો આભાસ સર્જાયો.
સૌએ પોતપોતાની સગવડ પ્રમાણે જ્ઞાાનની તાકાતનાં ગુણગાન ગાવાનું શરૃ કર્યું. જ્ઞાાન અત્યંત જરૃરી અને આવકાર્ય છે, પણ ભારત જેવા દેશમાં કેવળ જ્ઞાાનથી હક મળતા નથી, એટલી સીધીસાદી સચ્ચાઇ ઘણા લોકો ભૂલી ગયા. શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર સંસ્થાઓ અને જાહેર જીવનમાં પણ ફક્ત જ્ઞાાનથી કશું થતું નથી. વ્યક્તિની જ્ઞાાતિથી માંડીને તેની આર્થિક સ્થિતિ, કૌટુંબિક સંપર્કો, સામાજિક પરિવેશ જેવી અનેક બાબતો વ્યક્તિની આગેકૂચ સાથે સંકળાયેલી હોય છે. બીજાં ક્ષેત્રોની વાત જવા દો, હિંદી ફિલ્મઉદ્યોગમાં અભિષેક બચ્ચન કેવળ અત્યારે છે એટલા 'જ્ઞાાની' એટલે કે 'મેરીટ'વાળા- પ્રતિભાશાળી હોત, તો તેમને કોણ ઊભું રહેવા દેત? પરંતુ તે અમિતાભ બચ્ચનના પુત્ર છે, એટલે તેમને ઘણી તકો મળે છે. એવી જ રીતે, થોડા દાયકા પહેલાં ફિલ્મઉદ્યોગમાં ફક્ત થોડાં પરિવાર વંશપરંપરાથી આ ક્ષેત્રમાં હતાં, પરંતુ હવે ત્યાં પણ સ્ટારનાં પુત્રો-પુત્રીઓનો કેવો રાફડો ફાટયો છે? આ બધાને તક ફક્ત તેમની આવડતને કારણે- 'જ્ઞાાન'ને કારણે મળી?
જ્ઞાનના મહત્ત્વનો જરા પણ ઇન્કાર કર્યા વિના, ભારતીય સમાજમાં જ્ઞાાનની મર્યાદાઓ પણ સ્વીકારવી પડે. આદિકાળથી પૂરતાં જ્ઞાાન-પ્રતિભા હોવા છતાં, ફક્ત સામાજિક દરજ્જો કે જ્ઞાાતિ જેવાં પરિબળોને કારણે વ્યક્તિને તક સુદ્ધાં મળતી નથી- હક તો બહુ દૂરની વાત છે. સમાજની વાસ્તવિકતાઓ પ્રત્યે આંખ આડા કાન કરવાથી કે તેને ચબરાકીયાં સૂત્રોના રેશમી ગાલીચા તળે હડસેલી દેવાથી તેમનું અસ્તિત્ત્વ મટી જતું નથી. હા, સાંભળનારને થોડા સમય પૂરતો 'ફીલગુડ' અનુભવ થાય છે અને તેનો ક્ષણિક સુખદ અહેસાસ અનુભવીને, એ પોતાના કામે વળગી જાય છે. છટાદાર સંવાદ બોલવા એ ફિલ્મી સિતારાઓનો ધંધો છે. તેમના સંવાદોનો વાસ્તવિકતા સાથે કેટલો મેળ બેસે છે તે સાંભળનારે નક્કી કરવાનું છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved