Last Update : 14-September-2012,Friday

 

બિહારના મુખ્ય પ્રધાનને પાકિસ્તાનનું આમંત્રણ
બિહાર જંગલમાંથી મંગલ પાક પ્રતિનિધિઓ પ્રભાવિત

 

- કાશ્મીર આપીએ પણ સાથે બિહાર લઈ જવું પડે તે વાત બહુ જાણીતી છે

 

લાલુપ્રસાદ યાદવનું બિહાર અને નીતીશકુમારના બિહાર વચ્ચે આસમાન-જમીનનો ફર્ક દેખાઈ રહ્યો છે. એક સમય હતો કે જ્યારે લાલુપ્રસાદ યાદવના રાજે બિહારને જંગલરાજ બનાવી દીધું હતું. જ્યારે લાલુપ્રસાદ બિહારમાં સર્વેસર્વા હતા ત્યારે એક ટુચકો ખૂબ પ્રચલિત હતો... ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા મતભેદો અંગેનો આ ટુચકો હતો... ત્યારે પાકિસ્તાનના વડા પરવેઝ મુશર્રફ હતા.
''બંને દેશ ભારત અને પાકિસ્તાનના રાજકારણીઓ વચ્ચે મંત્રણા શરૃ થઈ ગઈ હતી. પાકિસ્તાન તેની કાશ્મીરની માગણી પર મક્કમ હતું... મંત્રણા ભાંગી પડે એવી સ્થિતિમાં હતી ત્યારે મંત્રણામાં હાજર રાજકારણી લાલુપ્રસાદે કાશ્મીર આપવાની વાત સાથે સંમતિ આપી પણ સામે એક શરત મુકી હતી... પાકિસ્તાન કાશ્મીર માટે બધી શરતો માનવા તૈયાર હતું. પરવેઝ મુશર્રફે લાલુપ્રસાદ યાદવેને શરત જણાવવા કહ્યું...''
લાલુપ્રસાદે કહ્યું કે એક શરતે અમે પાકિસ્તાનને કાશ્મીર આપીએ... અને તે શરત એ છે કે કાશ્મીર સાથે... સાથે તમારે બિહાર પણ લેવું પડે!!
બિહારની સ્થિતિ અને જંગલરાજ અંગે મુશર્રફ પણ જાણતા હતા... કહે છે કે લાલુપ્રસાદની શરત સાંભળીને મુશર્રફે કાશ્મીરની માંગણી પડતી મુકી હતી !!
આમ તો આ એક રાજકીય ટુચકોજ છે પરંતુ તેનાથી બિહારની સાચી સ્થિતિનો ખ્યાલ આવતો હતો. લાલુપ્રસાદના શાસનની આ વાત છે.
હવે બિહારમાં નીતીશકુમારનું શાસન આવતાં જ આમૂલ પરિવર્તન આવ્યું છે. બિહારની પ્રગતિ જોઈને પાકિસ્તાને પણ તેના બિહાર અંગેના વિચારો બદલ્યા છે. પાકિસ્તાન હવે બિહારના શાસક પાસેથી સત્તાનું શિક્ષણ લેવા માગે છે. બિહારની આકર્ષક પ્રગતિથી પાકિસ્તાન અંજાયું છે અને બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારને પાકિસ્તાન આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.
ગઈ ૨૫ ઓગસ્ટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ બિહારના પટનાની મુલાકાતે ગયું હતું. તેમણે નીતીશકુમારના વહિવટની જોરદાર પ્રશંસા કરી હતી. આ પ્રતિનિધિ મંડળના વડા તરીકે પાકિસ્તાનની સત્તાધીશ પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સેક્રેટરી અને પાકિસ્તાનના સાંસદ જહાંગીર બદર હતા. પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળના મુખે નીતીશકુમારના વહિવટના વખાણ સાંભળીને બિહારના માહિતી ખાતાએ તાત્કાલીક પ્રેસનોટ બહાર પાડી દીધી અને દેશભરના પત્રકારોને મોકલી આપી હતી.
લાલુપ્રસાદ યાદવના રાજમાં બિહાર જંગલરાજ હતું અને આજે નીતીશના રાજમાં બિહાર હજુ સ્વર્ગ નથી બન્યું પણ જંગલરાજમાંથી મુક્ત થયું છે એમ કહી શકાય. નીતીશકુમાર કોલ્ડબ્લડેડ અને શાંત પ્રકૃતિવાળા રાજકારણી છે. તેઓ સામાન્ય રીતે વિદેશ જવાનું ટાળે છે પરંતુ પાકિસ્તાન જેવો દેશ જ્યારે તેમને આમંત્રણ આપે છે ત્યારે તે ફટોફટ તૈયાર પણ થઈ જાય છે. તે બતાવે છે કે પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળે કરેલા વખાણનો તે લાભ ઉઠાવશે.
ભારતનું રાજકારણ વિચિત્ર છે. અહીં કોઈપણ નિવેદનના પ્રત્યાઘાત પડે છે. જેવું પાકિસ્તાને પોઝીટીવ નિવેદન આપ્યું કે કોંગ્રેસ અને લાલુપ્રસાદ તેના વિરોધમાં સક્રિય બન્યા.
આ તબક્કે સ્થિતિ એ છે કે પાકિસ્તાન દુશ્મન નંબર-વનની યાદીમાં છે. પરંતુ પાકિસ્તાનના કલાકારો અને ક્રિકેટરોની આવન જાવન ચાલુ છે. પાકિસ્તાન સાથેની ક્રિકેટ મેચનો તખ્તો પણ ઘડાયો છે. પરંતુ પાકિસ્તાન પ્રેરીત ત્રાસવાદ ભારતમાં સમસ્યારૃપ બન્યો છે. દેશના ભાવિ વડાપ્રધાનની યાદીમાં નીતીશનું નામ પણ છે. નીતીશની કામગીરીના વખાણ જ્યારે પાડોશી દેશ કરે ત્યારે નવું રાજકીય ગણિત ગણાય તે સ્વભાવિક છે.
દેશમાં જ્યારે એક રાજ્યના વખાણ પાડોશી દેશ કરે ત્યારે ભારતની સરકાર મુંઝવણ અનુભવે તે સ્વભાવિક છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો કહેવા પુરતા સુમેળભર્યા છે. બંને વચ્ચેના મતભેદો વારંવાર સપાટી પર આવ્યા છે. બંને વચ્ચે વેપારી સંબંધો મોટા પાયે વિકસેલા છે પરંતુ પાકિસ્તાન ત્રાસવાદી પ્રવૃત્તિથી દુનિયાભરમાં બદનામ છે. વોટબેંક પોલીટીક્સમાં નીતીશકુમાર હોંશિયાર છે. પાકિસ્તાન દ્વારા થયેલી તેમની પ્રશંસાને તે ગાઈ-વગાડીને રાજકારણમાં પ્રસારી રહ્યા છે. પાકિસ્તાને ભારતના કોઈ રાજ્યની પ્રશંસા નથી કરી પણ બિહારની પ્રશંસા કરી છે જે એક સમયે જંગલ રાજ હતું.
બિહારના જંગલમાં નીતીશકુમારે ઉભું કરેલું મંગલ જોઈને પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ પ્રભાવિત થયું હતું. નીતીશકુમારને પાકિસ્તાન આવવાનું આમંત્રણ અપાયું ત્યારે નીતીશે પણ તેનો સ્વીકાર કર્યો છે અને આ વર્ષમાં તે પાકિસ્તાનની મુલાકાતે જશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 

 

 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved