Last Update : 14-September-2012,Friday

 

હજુ હમણાં કોલ-ગેટ કૌભાંડમાં સંસદમાં કોંગ્રેસનો બચાવ કરનાર મુલાયમે અચાનક કેમ રંગ બદલ્યો?
મુલાયમની મલ્લકુસ્તીઃ કભી નીમ , કભી શહદ

મુલાયમ વિશે એવું કહેવાય છે કે, મુલાયમ કી જિદ હોતી હી હૈ માન જાને કે લિયે. જોરશોરથી પગ પછાડીને પછી પોતાનો હેતુ સધાય એટલે ચૂપ થઈ જવું એવી ફિતરત વારંવાર દર્શાવી ચૂકેલા મુલાયમ આ વખતે સાચે જ ખફા છે કે પછી પ્રકૃતિને અનુસરી રહ્યા છે?

રાજકારણમાં પ્રવેશતા પૂર્વે મુલાયમસિંહ પહેલવાન હતા. પહેલી વાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમણે અખાડામાં કુસ્તી લડવાનો શોખ જારી રાખ્યો હતો. મુખ્યપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનથી સ્હેજ દૂર ઝોક ફૂવારા તરીકે ઓળખાતા વિસ્તારમાં તેમણે અખાડો બનાવ્યો ત્યારે ઉત્તરપ્રદેશમાં એવું કહેવાતું કે, 'સદન મેં લોકતંત્ર, નિવાસ મેં ઝોકતંત્ર'. અખાડામાં કુસ્તીના દાવપેચ પલટવામાં મુલાયમ કેવાક માહેર હતા એ તો નથી ખબર પણ રાજકીય દાવપેચ બદલવામાં અને સતત બદલતા રહીને હરીફને હંમેશાં અવઢવમાં રાખવામાં મુલાયમ બેમિસાલ છે. તાજેતરમાં ત્રીજો મોરચો રચવાની જાહેરાત કરીને વધુ એકવાર મુલાયમે કોંગ્રેસને કશ્મકશમાં મૂકી દીધી છે કે, મુલાયમ આપણી સાથે છે કે સામે છે?
મુલાયમ રંગ બદલવામાં કેટલાં માહેર છે એ ઉગ્ર તેવર ધરાવતા મમતા બેનર્જી બરાબર સમજી ચૂક્યા છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણી વખતે મમતાએ મુલાયમના કહેણથી જ પ્રણવ મુખર્જીની ઉમેદવારીનો વિરોધ કરવાના હથિયાર સજ્યા હતા. પોતાના ઉમેદવાર તરીકે એ.પી.જે. અબ્દુલ કલામના નામની જાહેરાત પણ તેમણે સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી. પરંતુ કોંગ્રેસના ડેમેજ કન્ટ્રોલ મેનેજર્સ પાસે પોતાના પેટના દુઃખાવાની દવા મળી ગયા પછી ત્રીજા જ દિવસે સ્થિતિ એવી હતી કે મમતા એકલપંડે જ કલામની તરફદારી અને પ્રણવનો વિરોધ કરી રહ્યા હતા અને મુલાયમે મૌન ધારણ કરી લીધું હતું. આ પહેલો દાવ અજમાવ્યા પછી હવે મુલાયમ સમાજવાદી પાર્ટીને પ્રાદેશિક પક્ષના દાયરામાંથી બહાર કાઢીને રાષ્ટ્રીય ઓળખ આપવા મથી રહ્યા છે. રાજ્યમાં શાસનની ધૂરા પુત્ર અખિલેશને સોંપ્યા પછી મુલાયમે વિવિધ પ્રાંતોમાં સમાજવાદી પાર્ટીનો પાયો નાંખવાની અને જ્યાં થોડોઘણો નંખાયેલો છે ત્યાં મજબૂત કરવાની ઝુંબેશ આદરી છે. બે મહિના પહેલાં ગુજરાતમાં યોજાયેલા સપા કાર્યકર્તા સંમેલન પછી મંગળ-બુધ દરમિયાન કોલકાતામાં યોજાયેલું બે દિવસિય સંમેલન પક્ષને વ્યાપક બનાવવાનો હિસ્સો હોવાનું કહેવાય છે.
કોલકાતામાં સંમેલન યોજીને મુલાયમ સૌ પ્રથમ તો આડકતરી રીતે નારાજ મમતાને બે સંદેશ આપવા માંગે છે એ તેમણે પહેલાં દિવસે જ સ્પષ્ટ કરી દીધું હતું. આગામી ડિસેમ્બરમાં પ. બંગાળમાં પંચાયતી સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે મુલાયમે પહેલાં એવી જાહેરાત કરી કે જો મમતા પહેલ કરશે તો સમાજવાદી પાર્ટી પંચાયતી ચૂંટણીઓમાં તૃણમૂલ સાથે ગઠબંધન કરવા તૈયાર છે. એ પછી સંમેલનમાં તેમણે એવો હુંકાર પણ કરી લીધો કે, 'દીદી હંમેશા સરઆંખો પર રહી હૈ લેકિન આખિર હમેં તો પહેચાન બનાની હૈ, સો અકેલે ભી ચૂનાવ તો લડેંગે હી.' કોલકાતામાં શણના કારોબારમાં કારીગર અને વચેટિયાના કામમાં મોટાભાગના ઉત્તરભારતીયો છે. એ સિવાય આસનસોલ, મુર્શિદાબાદ એવા આઠ જિલ્લાઓમાં ઉત્તરભારતીય કામદારોની સંખ્યા છેલ્લાં એક દાયકામાં ૧૮ ટકા જેટલી વધી છે. એ જોતાં જો મુલાયમ તેમાં પગપેસારો કરી શકે તો પણ તૃણમૂલનું ચૂંટણી ગણિત બદલાઈ શકે છે.
મુલાયમનો બીજો ઝટકો કોંગ્રેસને વાગ્યો છે અને એ ઝટકો જરાય ધીરો ન હોવા છતાં જોરથી જ વાગ્યો છે. હજુ હમણાં સંસદમાં કોલસા કૌભાંડ અંગે વિપક્ષો કાર્યવાહી ઠપ કરી રહ્યા હતા ત્યારે મુલાયમે વડાપ્રધાનના બચાવમાં બે દિવસ મોરચો સંભાળ્યો હતો. સુષ્મા, રાજનાથ, જેટલી અને શરદ યાદવ સાથેની સંયુક્ત મંત્રણામાં તેમણે કોઈપણ હિસાબે સંસદીય કાર્યવાહી જારી રહેવી જોઈએ તેવો આગ્રહ રાખીને શરદ યાદવ તેમજ જનતાદળ (યુ)ને ભાજપ સાથે ભળી જતા રોક્યા હતા. સ્વાભાવિક રીતે જ મુલાયમના આવા મૈત્રીસભર વલણથી કોંગ્રેસમાં એક મજબૂત સાથીદાર મળ્યાનો હરખ હોય. કોલકત્તા અધિવેશનમાં મુલાયમે બહુ સિફતપૂર્વક કોંગ્રેસના એ હરખના ફુગ્ગામાંથી હવા કાઢી નાંખી છે.
સૌ પ્રથમ તો તેમણે મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકારની સખત ઝાટકણી કાઢીને એ સંકેત આપ્યો છે કે સંસદમાં સર્જાયેલી મડાગાંઠમાં કોંગ્રેસની મદદ કરતા મુલાયમ લોકોને અસર કરતાં મુદ્દે લોકોની વચ્ચે જાય ત્યારે અલગ સૂર આલાપી શકે છે. વળી, કોલસા કૌભાંડના પ્રજામાં ઘેરા પ્રત્યાઘાત પડયા હોવાના પાક્કા અહેવાલો પછી યુપીએના અન્ય ઘટકપક્ષો પણ છેડો ફાડવા તત્પર બન્યા હોવાનું કહેવાય છે.
નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, એનસીપીના પ્રફુલ્લ પટેલ અને મુલાયમ વચ્ચે ગત અઠવાડિયે આ મુદ્દે બેઠક થઈ હોવાના અહેવાલો ચગ્યા ત્યારે કોંગ્રેસે તરત હળવાશભરી પ્રતિક્રિયા આપી દીધી હતી પરંતુ જેમના નામ સંડોવાયા હતા એ ત્રણ પૈકી એકપણ પાર્ટીએ આ અંગે પત્રકારોને પૂછવા છતાં મન કળાવા દીધું ન હતું. કોલકાતા અધિવેશનમાં મુલાયમ મેઘ જે રીતે કઠોર બનીને વરસ્યા છે તેને રાજકીય નિરિક્ષકો પખવાડિયા પહેલાંની અફવામાં વજૂદ હોવાનો સંકેત ગણાવે છે. હાલ કોંગ્રેસને દબાણ હેઠળ લાવવા માટે યુપીએના ખાંખતિયા ગણાતા જોડીદારો પૈકી શરદ પવાર અને મુલાયમ જો વડપણ લે તો ચીભડાની ગાંસડીમાં ગાંઠ સરકે અને ચીભડા વેરાઈ જાય તેમ ગઠબંધન તૂટવા લાગે તે શક્યતા કોંગ્રેસ પણ અંદરખાને નકારી શકે તેમ નથી.
શરદ પવારને કોંગ્રેસથી નારાજ થવાના પૂરતા કારણો છે. આવતાં વર્ષના આરંભમાં જ મહારાષ્ટ્રમાં પણ ૫ મહાનગર સદન અને ૨૪ નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે. હોમ ગ્રાઉન્ડમાં પાયાના સ્તરે મતદારોની નજરમાં ઉજળા રહેવું હોય તો શરદ પવારે પણ કોંગ્રેસના ભ્રષ્ટ શાસન અને અરાજક વહીવટમાંથી પોતાના હાથ સત્વરે ખંખેરી લેવા પડે તેમ છે. આ સંજોગોમાં યા તો પવાર પહેલ કરે અથવા તો મુલાયમ એ નક્કી છે. મુલાયમ પવારના હાથે ફેંકાયેલી સોગઠીમાં લપેટાઈ જાય એવા નાદાન હરગીઝ નથી. આમ છતાં તેમણે જે ઉગ્ર વિધાનો કર્યા છે એ જોતાં એટલિસ્ટ, મુલાયમના મનમાં તો ત્રીજા મોરચાની રૃપરેખા અંકાયેલી છે જ.
તેમણે રાહુલના અજ્ઞાાનને નિશાન બનાવીને આડકતરી રીતે સોનિયાને ય છંછેડી દીધા છે. 'સપા કી રાજનીતિ આખિર રાહુલ કો પીએમ બનાને કે લિયે તો નહિ હૈ ના!' એમ કહ્યા પછી જ્યારે મુલાયમને પૂછવામાં આવ્યું કે તમે પણ વડાપ્રધાનપદના દાવેદાર છો ત્યારે પ્રથમ તો તેમણે સજ્જડ નનૈયો ભણી દીધો અને સપાના ચૂંટણી એજન્ડા વિશે વાતો કરી નાંખી પછી ચર્ચા મોંઘવારી અને ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના શાસન સંબંધિત ચાલી રહી હતી ત્યારે અકારણ જ તેમણે એવું પણ કહી દીધું કે, આખિર સબ ચૂનાવ પર હી નિર્ભર હૈ. અગર દેવગૌડા ભી પ્રાઈમ મિનિસ્ટર બન સકતે હૈ તો હમ ક્યૂં નહિ? આમ કહીને તેઓ છેવટે જરૃર પડયે ત્રીજા મોરચાની આગેવાની કરવા અંગે પણ સંકેત આપી રહ્યા હોય તો નવાઈ નહિ.
સરકારમાં જોડાયા વગર યુપીએનું સમર્થન કરતા મુલાયમ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પછી સરકારમાં જોડાશે અને તગડું પ્રધાનપદ મેળવી લેશે એવી ધારણાઓ વચ્ચે સંસદના સળંગ બે સત્રમાં સરકારને વિવિધ કૌભાંડોમાં અટવાતી નિહાળ્યા પછી હવે મુલાયમ સરકારમાં જોડાય તેવી ધારણા રાખી શકાય નહિ. આમ છતાં કોંગ્રેસના ટ્રબલ શૂટર, ખાસ કરીને દિગ્વિજય સિંહ, સલમાન ખુરશિદ અને સિબ્બલ મુલાયમ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે એ જોતાં કોંગ્રેસ હંમેશની માફક આ વખતે પણ છેલ્લી ઘડીએ મુલાયમને મસમોટી કિંમત ચૂકવીને મનાવી લે તો પણ આશ્ચર્ય થવું ન જોઈએ.
મુલાયમ ત્રીજા મોરચાની આગેવાની લઈને કોંગ્રેસ, ભાજપને નવો પડકાર આપશે કે કેમ એ તો આગામી મહિનાઓમાં સ્પષ્ટ થઈ જશે પરંતુ આ અંગે દિલ્હીના રાજકીય વિશ્લેષકોમાં એક રસપ્રદ કહેવત બોલાતી થઈ ગઈ છે કે મુલાયમ કી જીદ હોતી હી હૈ માન જાને કે લિયે! મતલબ કે, પહેલાં જોરશોરથી વિરોધ કરવો, તગડી ધમકીઓ ઉચ્ચારવી અને પછી વાજબી કિંમત લઈને બેસી જવું એ મુલાયમની ફિતરત રહી છે. ભૂતકાળ પણ તેની ગવાહી પૂરે છે એ જોતાં આગે કી ગત મુલાયમ જાને.
Share |
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved