Last Update : 14-September-2012,Friday

 

પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે

- શર્ટ-પેન્ટ જ નહીં, પણ જીન્સ-શર્ટ કે ટી-શર્ટ પર પણ બ્લેઝર સારા લાગે. બટનની પસંદગી એમાં તમને અલગ તારવી શકે છે. બ્લેઝરના કલર સાથે વિરોધી રંગના બટન આંખે વળગતા હોય છે.

કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે પરંપરાગત ભારતીય પોશાકને વધુ મહત્ત્વ આપવામાં આવતું હોય છે. સૂટ, બ્લેઝર કે જેકેટને રિસેપ્શન કે પછી કોર્પોરેટ પાર્ટીઓ સુધી જ સિમીત રાખવામાં આવતા હોય છે. જોકે સૂટ વજનમાં ભારે હોવાથી અમદાવાદ જેવા ગરમ શહેરમાં એનો ઉપયોગ ઘણો ઓછો થવો સ્વાભાવિક છે. આમ છતાં હવે ફેશનમાં વધુ સજાગ બનતી અમદાવાદી પ્રજાએ સૂટ કે જેકેટના જુદા-જુદા પ્રકારોને લાઇફસ્ટાઇલમાં અપનાવ્યા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં સારા જેકેટ કે સૂટને પહેરવેશના એક અગત્યના ભાગ તરીકે જોવામાં આવે છે. મુંબઈ, દિલ્લી કે બેંગ્લોર જેવા શહેરોમાં તો આ ફેશનને ઘણા સમયથી અપનાવવામાં આવી છે. સૂટ કે જેકેટનો મોસમ અને ક્યા કાર્યક્રમ માટે પહેરવાના છે એના પર ઘણો આધાર રહેલો છે. આ કારણે વિવિધ પ્રકારો પણ બજારમાં જોવા મળે છે અને તમારી જરૃરિયાત મુજબ એને ખરીદી શકાય છે.
બંધગળા ઃ
ભારતીય પહેરવેશને ઘણો મળતો આવતો આ પ્રકાર કોઈ પણ ઉંમર, વજન કે વર્ણ ધરાવતા લોકો પર સારો જ લાગવાનો છે. એક સમયે રાજકુંવરો દ્વારા પહેરવામાં આવતા કાળા રંગના બંધગળા પારંપારિક પોશાક ગણાય છે અને પહેરવેશમાં ઘણા મહત્ત્વના છે. ટ્રેડિશનલ અને ટ્રેન્ડી લુકના મિશ્રણ તરીકે જોવામાં આવતા બંધગળા કોઈ પણ પ્રસંગમાં પહેરી શકાય.
ડિનર જેકેટ ઃ
ટુક્સેડો તરીકે ઓળખાતા ડિનર જેકેટ વિશેષ પ્રસંગ માટે સૌથી સારો વિકલ્પ છે. ઝીણવટભર્યું સ્ટાઇલિંગ ધરાવતું ડિનર જેકેટ લોકોની નજર તમારી તરફ ખેંચી લે એ પ્રકારનું હોય જ છે. ફિટિંગ, કફલિન્ક જેવી એસેસરી, કોલર અને શર્ટના પ્રકારની પસંદગી વગેરે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.
બ્લેઝર ઃ
બ્લેઝર સૌથી વધુ પહેરવામાં આવતો પ્રકાર છે. ફક્ત શર્ટ-પેન્ટ જ નહીં, પણ જીન્સ-શર્ટ કે ટી-શર્ટ પર પણ બ્લેઝર સારા લાગે. બટનની પસંદગી એમાં તમને અલગ તારવી શકે છે. બ્લેઝરના કલર સાથે બંધ બેસતા રંગના બટનના સ્થાને વિરોધી રંગના બટન આંખે વળગતા હોય છે અને અલગ સ્ટાઇલ સ્ટેટમેન્ટ આપતા હોય છે.
સમર જેકેટ ઃ
ઊભી લાઇન ધરાવતા સમર જેકેટ વૈવિધ્ય ઇચ્છતા પુરુષો માટે ઘણો સારો વિકલ્પ છે. સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ સમર જેકેટ ખૂબ જ ઓછું વજન ધરાવતા હોય છે. આ કારણે જ ગરમીમાં પણ આ સ્ટાઇલના જેકેટ પહેરવાથી પરસેવે રેબઝેબ નથી થવાતું. સારું ફિટિંગ ધરાવતું કલરફુલ સમર જેકેટ પહેરેલો પુરુષ અલગ તરી આવશે એ ચોક્કસ છે.
સ્પોર્ટ્સ જેકેટ ઃ
બ્લેઝરની જેમ જ સ્પોર્ટ્સ જેકેટ પણ અલગ-અલગ રીતે પહેરી શકાય છે. ફિટિંગમાં થોડી છૂટછાટ ધરાવતા સ્પોર્ટ્સ જેકેટ સાથેનો લુક પ્રોફેશનલ અને આકર્ષક હોય છે. હવે તો મેન વેઅરમાં જેકેટ મહત્વનો ભાગ ભજવે છે જેમાં કોલેજ હોય કે ઓફિસ હોય દરેક જગ્યાએ જેકેટ પહેરવું એ એક પ્રકારનો શોખ બની ગયો છે હાલ વિવિધ સ્ટાઇલના જેકેટ માર્કેટમાં જોવા મળે છે, આ ઉપરાંત પ્રસંગો કે પાર્ટીમાં સૌથી અલગ દેખાવવા માટે જેકેટ મહત્વનો ભાગ ભજવે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved