Last Update : 14-September-2012,Friday

 
દિલ્હીની વાત
 

કોંગ્રેસનું નવું ટેન્શન મુલાયમ અને નાયડુ
સમાજવાદી પક્ષના સુપ્રિમો મુલાયમસિંહ અને તેલુગુદેશમના સુપ્રિમો ચંદ્રાબાબુ નાયડુના યુ-ટર્નથી કોંગ્રેસની અકળામણ વધી હોય તેમ દેખાઈ આવે છે. યુપીએ-ટુ સરકારને ત્રણ વર્ષ થયા તે પ્રસંગની ઉજવણી વખતે ચેરપર્સન સોનિયા ગાંધી અને વડાપ્રધાનની બાજુમાં બેસનાર મુલાયમસિંહે કોંગ્રેસ પર હુમલો શરૃ કર્યા છે. જ્યારે આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા બનાવવાનો વિરોધ પોતે પડતો મુકશે એમ ચંદ્રાબાબુએ જણાવ્યું છે. કોલકાતા ખાતે સમાજવાદી પાર્ટીએ આક્ષેપોનો મારો ચલાવતા કોંગી નેતાઓના ભવાં સંકોચાયા છે. તેમણે માત્ર કોંગ્રેસની ટીકા નથી કરી પણ વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધી સક્ષમ નથી એમ કહીને વાંધો ઉઠાવ્યો છે. ત્રીજા મોરચાનો આઈડિયા આગળ વધારનાર મુલાયમસિંહે ફરી એકવાર તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી સાથે ફ્રેન્ડશીપ માટે હાથ લંબાવ્યા છે. આમ છતાં મુલાયમે યુપીએ સરકારને બહારથી ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે. ભાજપ કહે છે કે કોંગ્રેસ સાથે પહેલા સંબંધો તોડો પછી બીજી વાત કરો.
આંધ્રમાં સફાયાનો કોંગ્રેસને ડર
તેલંગાણાની માગણી અંગે અક્કડ વલણ દર્શાવનાર કોંગ્રેસ ટીડીપીના ચંદ્રાબાબુના વર્તનથી મૂંઝાઈ છે. એક તો તેલંગાણાના મુદ્દે સમાધાન અટવાય છે તો બીજી તરફ ચંદ્રાબાબુ નાયડુએ યુ-ટર્ન માર્યો છે. આ મુદ્દાને કારણે ૨૦૧૪ની લોકસભામાં કોંગ્રેસ આંધ્રમાં સફાયો થવાનો ડર સેવે છે. જો તેલુગુ દેશમના ટેકેદારો તેલંગાણાની માગ સાથે જોડાય તો લોકસભામાં ૪૨ બેઠકો મેળવનાર કોંગ્રેસને ૨૦૧૪માં ઘણી ઓછી બેઠકો મળે. આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસે ત્રણ પક્ષોનો સામનો કરવો પડશે. તેલુગુ દેશમ્, બળવાખોર જગન રેડ્ડીનો પક્ષ અને તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ. આંધ્ર અંગે કોંગ્રેસનો ડર વધી રહ્યો છે.
કોલ બ્લોક અંગે માર્ગદર્શીકા
કોલ બ્લોકની ફાળવણીની સિસ્ટમ માટે ગાઈડ લાઈન બનાવવામાં ગૂંચવાયેલું કોલસા મંત્રાલય સીવીસી (ચીફ વીજીલન્સ કમિશન) પાસેથી સલાહ લઈ રહ્યું છે. જેથી ફાળવણીની સિસ્ટમ વધુ પારદર્શક બને અને રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવી શકાય. ભૂતકાળમાં કોલસા ખાતામાં સચિવ રહી ચૂકેલા હાલના સીવીસીના સચિવ પ્રદીપકુમારને કોલસા ખાતાના સચિવ સંજય શ્રીવાસ્તવે લખ્યું છે કે સરકારી કે પ્રાઈવેટ કંપની માટે એવી ગાઈડ લાઈન્સ તૈયાર કરી આપો કે જેથી આ કંપનીઓ બીજાને ખાણ ના આપી શકે અને ભ્રષ્ટાચાર ના કરી શકે.
પ્રવાસના ખર્ચની વિગતો આપવી પડશે
વિમાન પ્રવાસમાં ઉડાઉડ કરતા અધિકારીઓએ હવેથી એ જણાવવું પડશે કે વિદેશ પ્રવાસ પાછળ તેમણે ટેક્સ ભરનારાઓના કેટલા પૈસા વાપર્યા છે. સરકારે દરેક ખાતાના અધિકારીને લખ્યું છે કે પ્રધાનોની અને સંયુક્ત સચિવ સુધીના અધિકારીઓે ૧ જુલાઈ ૨૦૧૨ પછીની વિગતો મોકલી આપે. આરટીઆઈ એક્ટ હેઠળ આ માહિતી આપવાની છે. પર્સનોલ અને ટ્રેનિંગ મંત્રાલય સત્તાવાર સરક્યુલર દ્વારા લખ્યું છે કે આ વિગતો દર ત્રણ માસે અપડેટ કરવી.
૫૦૦ કરોડનો પ્રવાસ ખર્ચ
ગયા મહિને વડાપ્રધાન સહિતના પ્રધાનોએ પ્રવાસ પાછળ રૃ. ૫૦૦ કરોડ ખર્ચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન અને કેન્દ્રીય પ્રધાન મંડળને ફાળવેલા કેન્દ્રીય બજેટની આ અડધી રકમ છે. વિદેશ પ્રવાસના ખર્ચ આપવાની યાદીમાં વડાપ્રધાનની ઓફીસ, લોકસભા-રાજ્યસભાના મંત્રાલયો, કેગ અને સીવીસી ઓફીસનો સમાવેશ થાય છે.

Share |
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved