Last Update : 14-September-2012,Friday

 

તેંડુલકરને જ્યારે યોગ્ય લાગશે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરતાં એક પળનો વિલંબ નહીં કરે
'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર

દેશ પ્રત્યેનો તેનો પ્રેમ અને કટિબધ્ધતા સામે તો કોઇ પ્રશ્ન જ નથી

નવી દિલ્હી,તા.૧૩
તેંડુલકરે તેના શ્રેષ્ઠ દેખાવ સાથે નિવૃત્તિ લઇ લેવી જોઇએ તેવી ઇમરાન ખાનની સલાહનો જવાબ આપતો હોય તેમ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર કાદિરે કહ્યું છે કે, તેંડુલકર તો વર્લ્ડ ક્રિકેટનો કોહિનૂર છે અને તેની નિવૃત્તિનો નિર્ણય તેને જાતે જ લેવા દેવો જોઇએ. કોઇને તેને આ મામલે ફરજ પાડવી કે સલાહ આપવી ના જોઇએ. ઇમરાને હજુ ગઇકાલે જ કોમેન્ટ કરી હતી કે, તેંડુલકરે પસંદગીકારોની કૃપાને આધિન ના રહેવું જોઇએ અને સારો દેખાવ કરીને ક્રિકેટને અલવિદા કહેવું જોઇએ.
પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગસ્પિનર કાદિરે કહ્યું હતુ કે, ઇમરાને જે કંઇ કહ્યું તેનો હું આદર કરૃ છું પણ તેંડુલકર અલગ જ સ્તરનો ક્રિકેટર છે. વિશ્વ ક્રિકેટમાં તેનું પ્રદાન જોતા તેની નિવૃત્તિનો નિર્ણય તેને જાતે જ કરવા દેવો જોઇએ. તેંડુલકરને ક્રિકેટની રમતને ઘણું બધુ આપ્યું છે. તેના જેવી પ્રતિભા તો પેઢીઓમાં ક્યારેય જ જોવા મળતી હોય છે. તે ઘણો જ દેશભક્ત છે અને જ્યારે તેને લાગશે કે તે ભારતીય ક્રિકેટને કંઇ આપી શકે તેમ નથી તે દિવસે જ તે નિવૃત્તિ જાહેર કરી દેશે.
તેંડુલકર ૧૯૮૯ના પાકિસ્તાન પ્રવાસે ગયેલી ભારતીય ટીમનો યુવા સભ્ય હતો. તેણે કાદિરની બોલિંગમાં એક એક્ઝિબીશન મેચમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા. કાદિરે કહ્યું કે, તેંડુલકરનો પોતાના દેશ પ્રત્યેનો અને ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જબરજસ્ત છે અને તેની સામે આંગળી ચિંધી શકાય તેવી નથી.
કાદિરે તેંડુલકરના ટીકાકારોની ઝાટકણી કાઢતા કહ્યું કે, તેઓએ એ યાદ રાખવું જોઇએ કે તેંડુલકર છેલ્લા ૨૩ વર્ષથી સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો આવ્યો છે. તેની સિધ્ધિઓ અને રેકોર્ડઝ અનોખા અને આંબવા મુશ્કેલ છે. હું ૧૮ વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છું અને મને અહેસાસ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવામાં કેટલું દબાણ સહન કરવું પડે છે. લોકોએ તેની કેટલીક નિષ્ફળતાનો આધારે પોતાનો મત રજુ ન કરવો જોઇએ. કોઇ પણ બેટ્સમેન કંઇ દરેક ઇનિંગમાં તો સદી ન જ ફટકારી શકે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved