Last Update : 14-September-2012,Friday

 
 

ફ્રેન્ચાઇઝીને ખરીદવા માટે માત્ર એક જ કંપની આગળ આવી
ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

ડેક્કનના માલિકો દેવામાં ડુબી જતાં ફ્રેન્ચાઇઝી વેચવા કાઢી હતી ઃ હવે બોર્ડની વર્કિંગ કમિટિની બેઠકમાં આખરી નિર્ણય લેવાશે ઃ માલિકોને કિંમત ઓછી પડી ઃ બોર્ડને ચુકવવાની નિયત રકમ અને ખેલાડીઓને પગાર ચુકવવાનો પણ બાકી ઃ ડેક્કન ક્રોનિકલે ૨૦૦૮માં રુ. ૪૮૦ કરોડમાં ફ્રેન્ચાઇઝી ખરીદી હતી

ચેન્નઇ,તા.૧૩
ભયંકર આર્થિક સંકટમાં સપડાયેલા આઇપીએલની ડેક્કન ફ્રેન્ચાઇઝીના માલિકોએ ટીમને ખરીદવા માટે મળેલી એકમાત્ર રૃપિયા ૯૦૦ કરોડની બોલીને ઠુકરાવી દેતા ભારતીય ક્રિકેટ બોર્ડ સહિત ક્રિકેટ વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતુ. ડેક્કન ચાર્જર્સના માલિકો પાસે બોર્ડને ચુકવવાની નિયત ફી અને ખેલાડીઓને ચુકવવાના પગાર માટે નાણાં જ નથી અને આવી સ્થિતીમાં તેમણે ફ્રેન્ચાઇઝી માટેની આટલી જંગી રકમની બોલીને ઠુકરાવતા હવે ટીમનું ભાવી ડામાડોળ થઇ ગયું છે. કોચી બાદ ડેક્કન પણ આઇપીએલમાથી આઉટ થઇ જાય તેવી શક્યતા છે અને આ અંગેનો આખરી નિર્ણય ૧૫મી યોજાનારી બોર્ડની વાર્ષિક સાધારણ સભામાં લેવાશે.
આઇપીએલની ડેક્કન આઉટ ?
જંગી દેવા હેઠળ દબાયેલા ડેક્કન ચાર્જર્સના માલિકોએ તેમની ટીમ ખરીદવા માટેની રૃપિયા ૯૦૦ કરોડની બોલીને ઠુકરાવી દેતા ભારતીય ક્રિકેટ બોર્ડે ભારે આશ્ચર્ય સાથે નારાજગી વ્યક્ત કરી હતી. કોચી ફ્રેન્ચાઇઝી બાદ હવે ડેક્કન ચાર્જર્સ પણ આઇપીએલમાંથી બહાર થઇ જશે તેમ લાગી રહ્યું છે. ડેક્કનને હજુ બોર્ડને તેની નિયત રકમ ચુકવી નથી અને ખેલાડીનો પગાર થયો નથી. આ માટે બોર્ડે તેને એક મહિનાનો સમય આપ્યો હતો, જે મુદત૧૫મી સપ્ટેમ્બરે સાંજે ૫ વાગ્યે પુરી થાય છે. જો તેઓ ચુકવણી નહીં કરે તો તેનો કરાર ટર્મિનેટ કરીને બોર્ડ નવી ફ્રેન્ચાઇઝી માટે ટેન્ડર બહાર પાડી શકે છે. તેઓ ડેક્કને આપેલી બેંક ગેરેન્ટીને જપ્ત કરીને ખેલાડીઓનો પગાર ચુકવી શકે છે.
બીસીસીઆઇએ ડેક્કને ખરીદદાર શોધી આપ્યો
ડેક્કને ટીમ ખરીદવા માટેની રૃપિયા ૯૦૦ કરોડની પીવીપી વેન્ચ્યુઅર કેપિટલની એકમાત્ર બીડને ઠુકરાવતા ભારતીય ક્રિકેટ બોર્ડે ભારે નારાજગી સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યં હતુ. દેવાના ભાર નીચે આવેલા ડેક્કનના માલિકોએ પોતાની રીતે ફ્રેન્ચાઇઝી વેચવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમને ખરીદદાર મળ્યો નહતો. જે પછી તેમણે બોર્ડની મદદ લીધી હતી અને તેના કારણે ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે એક બીડ આવી હતી. બોડના પ્રમુખ શ્રીનિવાસને કહ્યું કે, અમને તો તે બીડ સ્વીકારવા યોગ્ય લાગી હતી પછી શું થયું તે તો બીડર અને ડેક્કન વચ્ચેનો મામલો હતો. તેમાં બીસીસીઆઇની કોઇ ભુમિકા નહતી. જો કે તેમણે અમને કહ્યું કે, કિંમત ઘણી ઓછી હતી અને શરતો આકરી હોવાથી અમે તે ઓફર સ્વીકારી નથી.
હવે ફ્રેન્ચાઇઝીનું શુ થશે તેવા પ્રશ્નનો સીધો જવાબ આપવાનું ટાળતા શ્રીનિવાસને કહ્યું કે, તે તો હવે માલિકો જાણે.અમે તો તેમને નોટિસ આપી દીધી છે અને બાકી ચુકવણી માટે થોડો સમય પણ આપ્યો છે. જો કે આ બાબતો માત્ર બોર્ડ અને ફ્રેન્ચાઇઝી વચ્ચેની છે.
રૃ.૯૦૦ કરોડ તો ઓછા કહેવાય
ડેક્કન ચાર્જર્સ ખરીદવા માટે આગળ આવેલા એકમાત્ર બીડરે રૃપિયા ૯૦૦ કરોડની બોલી લગાવી હતી પણ તેને ઠુકરાવી દેવાઇ હતી. ટીમના માલિકોએ કહ્યું કે, અમારા માટે આ કિંમત ઘણી ઓછી હતી. વધુમાં તેઓ જે શરતો પર ફ્રેન્ચાઇઝી ખરીદવા માંગતા હતા તે આકરી હતી અને અમને સ્વીકાર્ય નહતી. નોંધપાત્ર છે કે વર્ષ ૨૦૦૮માં હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીને ડેક્કન ક્રોનિકલ હોર્ડિગ્સે રૃપિયા ૪૨૮ કરોડમાં ખરીદી હતી. માલિકોના આ પ્રકારના નિર્ણય બાદ બોર્ડે તેમાંથી હાથ પાછા ખેંચી લીધા છે. બોર્ડે એક યાદી જાહેર કરીને કહ્યું હતુ કે, આ બીડ રિજેક્ટ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે માલિકોનો જ છે તેમાં બોર્ડની કોઇ ભુમિકા નથી.
હવે બોર્ડની એજીએમમાં આખરી નિર્ણય
ભારતીય ક્રિકેટ બોર્ડની ૧૫મી સપ્ટેમ્બરે યોજાનારી એજીએમમાં ડેક્કન ચાર્જર્સ અંગે આખરી નિર્ણય લેવાશે. બોર્ડના ટોચના અધિકારીને ટાંકીને જણાવાયું છે કે, ડેક્કનના માલિકો જો નિયત મર્યાદામાં બોર્ડની બાકી નિકળતી અને ખેલાડીઓના પગારની ચુકવણી નહીં કરે તો બોર્ડ તેનો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરીને નવેસરથી નવી ફ્રેન્ચાઇઝી માટે ટેન્ડર ઇશ્યુ કરી શકે છે. આ સિવાય તેમની પાસે ડેક્કન માટેના રૃપિયા ૯૦૦ કરોડની બોલીને સ્વિકારી લેવાનો પણ વિકલ્પ ખુલ્લો રહ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved