Last Update : 14-September-2012,Friday

 
વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી

ઈમ્પોર્ટમાં ૫ ટકાનો ઘટાડો ઃ વેપાર ખાધ ૧૫.૭ અબજ ડોલર

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૩
પશ્ચિમના અર્થતંત્રોમાં વ્યાપ્ત મંદીના અનુસંધાને સતત ચોથા મહિને પણ દેશની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ માસ દરમ્યાન નિકાસ ઘટીને ૯.૭ ટકા અથવા તો ૨૨.૩ બીલીયન અમેરિકન ડોલર થઈ ગઈ છે. તેજ પ્રમાણે સ્થાનિક બજારમાં પણ મંદી હોવાના અનુસંધાને આયાત પણ ઘટી છે. તે ઓગસ્ટ માસ દરમ્યાન ઘટીને ૫.૦૮ ટકા અથવા તો ૩૮ બીલીયન ડોલર થઈ ગઈ છે. જે ઓગસ્ટ ૨૦૧૧માં ૪૦ બીલીયન ડોલર હતી.
આ પ્રકારે આયાત નિકાસમાં ઘટાડો થતા આયાત-નિકાસની અસમતુલાને કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખાધ ૧૫.૭ ટકા પર પહોંચી છે. વૈશ્વિક મંદીના અનુસંધાને દેશનો વિકાસ દર ચાલુ વર્ષે પણ ઘટીને નવ વર્ષની નીચી સપાટી પર, ૬.૫ટકાએ સરકી આવ્યો હતો. એટલું જ નહીં પણ ચાલુ વર્ષના પ્રારંભિક ગાળામાં ઔદ્યોગિક ુત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો હતો.
જો કે સરકારે તેમાં પણ આશ્વાસન શોધ્યું છે. વાણીજ્ય સચીવ, એસ.આર. રાવે જણાવ્યું કે ગત મહિના કરતા આ માસ દરમ્યાન થયેલા ઘટાડાનું પ્રમાણ ઓછું છે. રાવના મતે જુલાઈ માસ દરમ્યાન આપણે કરેલી નિકાસના સ્થાને ઓગસ્ટ દરમ્યાન તે ઘટાડાનું પ્રમાણ મંદ પડયું હોવાને કારણે થોડું આશાનું કિરણ જણાયું છે. તેનાથી આપણે થોડું એવું આશ્વાસન લઈ શકાય કે વિદેશ વ્યાપારમાં સુધારો કરી શકાશે.
રાવે ઉમેર્યું હતું કે વિદેશ વ્યાપાર નીતિમાં કેટલાક પ્રોત્સાહક પગલાઓ લેવામાં આવ્યા છે. જેમાં અન્ય ફાયદાઓ સાથે નિકાસ કરનારી કંપનીઓને વ્યાજ દરમાં ૨ ટકા રાહત આપવામાં આવી છે. જુલાઈ માસ દરમ્યાન નિકાસમાં આવેલા તીવ્ર ઘટાડા બાદ જાહેર કરાયેલા રાહતના આ પગલાએ હવે અસર દર્શાવવાનું ચાલુ કરી દીધું હોય તેવું જણાઈ રહ્યું છે.
એપ્રીલથી ઓગસ્ટ દરમ્યાન પણ નિકાસ માટેના શિપમેન્ટમાં ૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે ૧૨૭.૬ બિલીયન ડોલરના માલનું શિપમેન્ટ થયું હતું. જેની સામે અત્યારે તેજ ગાળા દરમ્યાન ૧૨૦ બિલીયન ડોલરનું શિપમેન્ટ થયું છે. ચાલુ વર્ષના પ્રથમ પાંચ માસના ગાળા દરમ્યાન નિકાસમાં ૬.૨ ટકાનો ઘટાડો થયો હતો. બીજી રીતે ૧૮૧.૧ બીલીયન ડોલરનો ઘટાડો નોંધાયો હતો. આ ગાળા દરમ્યાન આયાત-નિકાસ વ્યાપારની ખાધ ૧૯૧.૧ બીલીયન ડોલર પર પહોંચી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved