Last Update : 14-September-2012,Friday

 

એસ્સારને રૃા. ૫૧૬૫ કરોડનો વેરો આઠ હપ્તામાં ચુકવવા સુપ્રીમનો આદેશ

૧૭ જાન્યુઆરી, ૨૦૧૨થી લાગુ પડે તેમ ૧૦ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવાની રહેશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩
સુપ્રીમ કોર્ટે એસ્સાર ઓઇલ લીમીટેડને, ગુજરાત સરકારના લેણા નીકળતા ૫૧૬૫ કરોડ તબક્કાવાર ચુકવી દેવા હુકમ કર્યો છે. અલબત તેના આઠ હપ્તા કરી આપવામાં આવ્યા છે. તેમને આઠ સામયીક ગાળા (ક્વાર્ટરલી) દરમ્યાન આ ચુકવણી કરવી તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સુપ્રીમના ન્યાયમુર્તિઓ એ.કે. પટનાયક અને સ્વતંત્ર કુમારની બનેલી બેંચે તેમના નિર્દેશમાં જણાવ્યું હતું કે જુલાઇ ૨૦૧૨થી ૧૦ ટકાના વ્યાજ સાથેની રકમ એસ્સાર લિમિટેડે ચુકવવી પડશે. તેમણે સેલ્સ ટેક્સનો પ્રથમ હપ્તો ૨ જાન્યુઆરી ૨૦૧૩ પહેલા ચુકવી દેવો તેવો પણ હુકમ કરવામાં આવ્યો છે.
જોકે એસ્સાર ઓઇલે આ પૂર્વે ૧૭ જુલાઇએ તેની પાસે સરકારના લેણા થતા સેલ્સ ટેક્સના ૬૧૬૭ કરોડ રૃા. હપ્તાવાર ચુકવવા સંમતી આપી હતી તેના અમલ પેટે ૩૦ જુલાઇએ ૧૦૦૪ કરોડ જમા પણ કરાવ્યા હતા. તે પછી સરકારના ૫૧૬૫ કરોડ લેણા નિકળતા હતા જેના આઠ હપ્તા કરી દેવામાં આવ્યા છે.
૨૯મી ઓગસ્ટે સુપ્રીમે ચુકાદો એ કારણસર મુલતવી રાખ્યો હતો કે કંપની ખરેખર વર્ષ ૨૦૦૮થી તેની પાસે લેણા થતા ટેક્સ પર વ્યાજ ભરવાપાત્ર છે કે કેમ તે મુદ્દો અનિર્ણીત રહ્યો હતો.
ગુજરાત સરકારે ૧૭ જાન્યુઆરી ૨૦૧૨ સુધીના રૃા. ૧૮૦૦ કરોડ વ્યાજની માંગ કરી હતી. તેને સુપ્રીમ ઠુકરાવી દીધી હતી. એસ્સારને ગુજરાત હાઇકોર્ટે કરચુકવણીમાં કોઇ રાહત આપવાનો ઈનકાર કરી દેતા હપ્તાવાર ચુકવણી કરવાની મંજુરી આપવા ઈન્કાર કર્યો હતો. તેની સામે એસ્સારે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગતા સુપ્રીમે ચુકવણીમાં રાહત આપી હતી.
એસ્સારે ગુજરાત સરકાર દ્વારા વિદેશ વ્યાપારને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક પ્રેસ્ટીજીયસ યુનિટ સ્કીમ ૧૯૯૫-૨૦૦૦ દરમ્યાન જામનગર જીલ્લાના વાડીનાર ખાતે એકમ દ્વારા ૧૦૦ ટકા નિકાસલક્ષી ઉદ્યોગ બન્યો હતો. તેમણે વાર્ષિક ૯૦ લાખ ટન પેટ્રો પેદાશોને શુધ્ધ કરવાનું (રીફાઇનરી) લક્ષ પૂર્ણ કર્યું હતું. સુપ્રીમે આ પૂર્વે કંપનીને તેની કરની જવાબદારીના જુદા જુદા હપ્તા કરી આપવા કે સરકારની કરમુક્તિની યોજના લંબાવી આપવાની માંગને ઠુકરાવી દીધી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved