Last Update : 14-September-2012,Friday

 

ચાર કોલ બ્લોકની ફાળવણી રદ ઃ બેંક ગેરંટી જપ્ત થશે

IMGની ભલામણો માન્ય રાખીઃ વધુ ૧૦ કોલ બ્લોક અંગે આજે નિર્ણય સંભવ

નવી દિલ્હી, તા. ૧૩
કોલ બ્લોક ફાળવણીના મુદ્દે ચોમેરથી ઘેરાયેલી સરકાર અંતે સક્રિય થઇ છે. કેન્દ્ર સરકારે સમયસર કામ ચાલુ ન કરવા તેમજ નિર્ધારિત સમયમાં ખાણોનો વિકાસ ન કરવા બદલ ખાનગી કંપનીઓને ફાળવાયેલા ચાર કોલ બ્લોકની ફાળવણી રદ્દ કરવાનું અને અન્ય ત્રણની બેંક ગેરંટી કાપવાનું નક્કી કર્યું છે. વધુ ૧૦ કોલ બ્લોકના મુદ્દે આવતીકાલે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
કોલ બ્લોક ફાળવણીના મુદ્દે રચાયેલા આંતર મંત્રાલય જૂથ (આઇએમજી)એ માઇનિંગ પ્લાનને મંજૂરી, પર્યાવરણને લગતી મંજૂરી અને જમીન સંપાદન સહિતના મુદ્દે કરેલી સમીક્ષાના અંતે કરેલી ભલામણોને સરકારે માન્ય રાખી હતી. આઇએમજીએ ગઇ કાલે તેની બેઠકમાં પાંચ કંપનીઓને ફાળવાયેલા આઠ કોલ બ્લોકના મુદ્દે ભાર મૂક્યો હતો.
કોલસા મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા મુજબ આઇએમજીએ ચાર બ્લોકની ફાળવણી રદ કરવાની ભલામણ કરી છે જેમાં ૧૯૯૬માં કાસ્ટ્રોન માઇનીંગ લી.ને ઝારખંડમાં ફાળવાયેલો બ્રહ્માદિ બ્લોક, ૨૦૦૩માં ફિલ્ડ માઇનીંગ અને ઇસ્પાત લી.ને મહારાષ્ટ્રમાં ફાળવાયેલા ચિનોરા તેમજ વારોરા (દક્ષિણ ભાગ) બ્લોક અને ૨૦૦૫માં ડોમ્કો સ્મોકલેસ ફ્યૂઅલ્સ પ્રા.લી.ને ઝારખંડમાં ફાળવાયેલા લાલગઢ (ઉત્તર) બ્લોકનો સમાવેશ થાય છે.
આઇએમજીએ મહારાષ્ટ્રમાં શ્રી વિરાંગના સ્ટીલ્સ લી.ને ફાળવાયેલા મરકી મંગલી ૨, ૩ અને ૪ બ્લોકના સંદર્ભે બેંક ગેરંટી કાપવાની પણ ભલામણ કરી છે. કોલસા મંત્રાલયના નિવેદનમાં જણાવાયું હતું કે ઓડિશામાં ઝોન્નેટ ઇસ્પાત એન્ડ એનર્જી લી.ને ફાળવાયેલા ઉત્કલ બીટુ બ્લોકમાં ઘણી કામગીરી થઇ છે પણ બેંક ગેરંટીની જોગવાઇ નથી. આ સંદર્ભે જાણ કરાવાના એક મહિનામાં કંપનીને ત્રણ વર્ષની રોયલ્ટી જેટલી બેંક ગેરંટી આપવાનું કહેવાની અને કંપની આમ કરવામાં નિષ્ફળ જાય તો બ્લોકની ફાળવણી રદ કરવાની પણ ભલામણ થઇ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે ટોપવર્થ ઉર્જા એન્ડ મેટલ્સ લી.ના નામે ઓળખાતી શ્રી વિરાંગના સ્ટીલની બેંક ગેરંટી રૃા. ૨ કરોડની અને મોન્નેટ ઇસ્પાતની બેંક ગેરંટી રૃ. ૯૦ કરોડની છે. આઇએમજીની ભલામણો કોલસા મંત્રાલયે માન્ય રાખી છે.
અધિક કોલ સચિવ ઝોહરા ચેટર્જીના વડપણ હેઠળ આઇએમજીની રચના વર્ષની શરૃઆતમાં થઇ હતી. જૂથે કેગના અહેવાલમાં સામેલ ૨૦ કંપનીઓ સહિત ૫૮ કંપનીઓને કારણ દર્શાવ નોટીસ ફટકારી છે. જેમાં તેણે ખાણકામ શરૃ થવામાં અને ખાણના વિકાસમાં વિલંબના કારણો જણાવવા કહ્યું છે. પેનલે ૬ થી ૮મી સપ્ટેમ્બર દરમિયાન ૨૯ બ્લોકની ફાળવણી કરાયેલી ખાનગી કંપનીઓની રજૂઆત સાંભળી હતી. કંપનીઓએ દલીલ કરી હતી કે રાજ્ય સરકારો દ્વારા વિવિધ મંજૂરીઓ ન મળી હોવાના કારણે ઉત્પાદનમાં વિલંબ થયો છે.
આઇએમજી સમક્ષ હાજર થયેલી કંપનીઓમાં તાતા સ્ટીલ, રિલાયન્સ પાવર, જેએસડબલ્યુ, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, કેસોરામ ઇન્ડસ્ટ્રીઝ, આઇએસટી સ્ટીલ એન્ડ પાવર, એસ કે એસ ઇસ્પાત એન્ડ પાવર, બિહાર સ્પંજ આયર્નનો સમાવેશ થાય છે. બાકીના ૨૯ બ્લોકની ફાળવણી જાહેર ક્ષેત્રની કંપનીઓને કરવામાં આવી હતી અને તેમને પણ નોટીસ ફટકારાઇ છે.


કોની ફાળવણી રદ્દ થશે?
- કાસ્ટ્રોન માઇનિંગ લી. (બ્રહ્માદિહ બ્લોક-ઝારખંડ)
- ફિલ્ડ માઇનિંગ એન્ડ ઇસ્પાત લી. (ચિનોરા અને વારોરા બ્લોક- મહારાષ્ટ્ર)
- ડોમ્કો સ્મોકલેસ ફ્યૂઅલ્સ પ્રા.લી. (લાલગઢ (ઉત્તર) બ્લોક- ઝારખંડ)
કોની બેંક ગેરંટી કપાશે?
- શ્રી વિરાંગના સ્ટીલ્સ લી. (મરકી મંગલી ૨, ૩ અને ૪ બ્લોક- મહારાષ્ટ્ર)

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved