Last Update : 14-September-2012,Friday

 

ઇસ્લામ વિરોધી ફિલ્મ સામે બીજા દિવસે પણ હિંસા
યમનમાં અમેરિકન દૂતાવાસ પાસે ઉગ્ર વિરોધ ઃ અથડામણમાં એકનું મોત

ઇજિપ્તમાં નીકળેલા વિરોધ સરઘસમાં ૧૬ ઘવાયા લિબીયામાં હુમલાખોર પકડાયા અમેરિકી જહાજ તૈનાત

(પીટીઆઇ) સાના, તા. ૧૩
ઇસ્લામનું અપમાન કરનારી ફિલ્મનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ આજે યમનના સાના શહેરમાં આવેલા અમેરિકન દૂતાવાસમાં પ્રવેશી ગયા હતાં. રમખાણ વિરોધી પોલીસ દ્વારા તેમને રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં તેઓ દૂતાવાસ પરિસરમાં પ્રવેશી ગયા હતાં. પ્રદર્શનાકારીઓએ ઘણા વાહનોને આગ ચાંપી દીધી હતી. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને હવામાં ગોળીબાર કર્યો હતો. આ અથડામણ દરમિયાન એકનું મોત થયું હતું. લિબિયામાં હુમલાખોરોને પકડવા અમેરિકાએ આજે જહાજો તૈનાત કર્યા હતા.
વિવાદાસ્પદ ફિલ્મ મુદ્દે ઇજિપ્તના પાટનગર કૈરોનાં માર્ગો પર આજે ફરીથી હિંસા શરૃ થઇ હતી. અમેરિકન દૂતાવાસની બહાર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા ટિયર ગેસના સેલ છોડયા હતા. અથડામણમાં ૧૬ પ્રદર્શનકારીઓને ઇજા થઇ હતી અને કેટલાક પોલીસ અધિકારીઓ પણ ઘવાયા હતા. પ્રદર્શનકારીઓએ પોલીસના એક વાહનને પણ આગ ચાંપી દીધી હતી.
અમેરિકાને શંકા છે કે લિબિયાના બેન્ગાઝીમાં અમેરિકન દૂતાવાસ પર કરવામાં આવેલો હુમલો રોષે ભરાયેલા ટોળા દ્વારા નહીં પરંતુ ઇસ્લામી કટ્ટરવાદીઓ દ્વારા કરવામાં આવેલો સુનિયોજિત હુમલો હતો. લિબિયામાં અમેરિકન દૂત ક્રિસ સ્ટીવન્સ અને અન્ય ત્રણ કર્મચારીઓની હત્યાનાં ૨૪ કલાક પછી મુદ્દાને ઉકેલવામાં કાર્યરત તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલો જટિલ હતો અને એવુ લાગેે છે કે તેમણે વિરોધ પ્રદર્શનનો ઉપયોગ મળેલ તક તરીકે કર્યો હતો.
લિબિયા અને ઇજિપ્તમાં અમેરિકન દૂતાવાસમાં થયેલા હુમલા પછી અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ બંને દેશોના પ્રમુખો સાથે ટેલિફોન પર વાત કરી હતી. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઓબામાએ લિબિયાના પ્રમુખ મોહંમદ મગરિફ અને ઇજિપ્તના પ્રમુખ મોહંમદ મોરસી સાથે હુમલા પછી ઉત્પન્ન થયેલી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
મગરિફની સાથે ટેલિફોન પર વાત થયા પછી વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બંને નેતા તપાસમાં સહકાર આપવા સંમત થયા છે. રાજદૂત સ્ટીવન્સ લિબિયામાં લોકતંત્રની સ્થાપનાનાં પ્રખર હિમાયતી હતા અને આ માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતાં.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved