Last Update : 14-September-2012,Friday

 

મુખ્યમંત્રીની મહત્વની બે જાહેરાત
ખેડૂતોને વીજળી બિલમાં એક વર્ષ માટે ૫૦ ટકાની રાહત

ખેડૂતોએ સહકારી બેંકોમાંથી લીધેલા ૭૦૦૦ કરોડના પાકધિરાણ પરનું ૩૦૦ કરોડનું વ્યાજ સરકાર ભોગવશેઃ ધિરાણની મુદત વધારવા માંગ

ગાંધીનગર, ગુરૃવાર
વિવેકાનંદ વિકાસયાત્રા લઈને નિકળેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવસારી પાસેના ઉન્નાઈ ખાતે ખેડૂતો માટે મહત્વની બે જાહેરાત કરી હતી. જેમાં વિલંબિત વરસાદના કારણે ખરીફ પાક વાવેતર નિષ્ફળ જતાં ૧પ ઓગસ્ટ સુધીમાં જે ખેડૂતોએ પાક ધિરાણ લીધું છે તેનું ૩૦૦ કરોડનું વ્યાજ સરકાર ભોગવશે. આ ઉપરાંત ખેડૂતોને કૃષિ વીજ જોડાણના બિલમાં પ૦ ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી મોદીએ જાહેરાત કરતાં જણાવ્યું હતુ કે આ વરસે વરસાદ ખેંચાતા ખરીફ પાક માટે ખેડૂતોને જુદાં-જુદાં જળસંગ્રહ સાધનોમાંથી પાણી લેવુ પડયું છે. જેના કારણે ખેડૂતે વીજ બિલની મોટી રકમ વહન કરવાનો વારો આવ્યો છે. રાજય સરકાર હાલમાં આવા વીજળી બિલમાં ૩ હજાર કરોડની સબસિડી આપે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં રાજય સરકારે ખેડૂતોને કૃષિ વિષયક વીજબિલમાં પ૦ ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજયમાં વરસાદ મોડો આવવાના કારણે ખેડૂતોને પહેલા પાકમાં નુકસાન થયું છે. જે ખેડૂતોએ ખરીફ પાક માટે ધિરાણ લીધું છે તેમણે પાક પાક્યા વગર પણ વ્યાજનો બોજ સહન કરવાની નોબત આવી છે. આવી સ્થિતિમાં રાજયના ૧૪ લાખ જેટલા ખેડૂતોએ સહકારી બેંકોમાંથી લીધેલા ૭ હજાર કરોડના ધિરાણનું રૃપિયા ૩૦૦ કરોડ વ્યાજ રાજય સરકાર ભોગવશે.
મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે જે ખેડૂતોએ ખરીફ પાક માટેની લોન લીધેલી છે. તે સમયસર ભરપાઈ ન કરે તો તેમને નવી લોન મળતી નથી. આ સંજોગોમાં તેમણે ભારત સરકારે અનુરોધ કર્યો છે કે વરસાદના વિલંબના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનું નુકસાન થયું છે. ધિરાણની આવી રકમ આ વરસે ભરપાઈ કરવા ખેડૂતો શક્તિમાન નથી. આથી કેન્દ્ર સરકાર ખેડૂતોના ધિરાણની ભરપાઈની મુદત ૧ વર્ષ માટે લંબાવી દે અને ફરીથી ખેડૂતોને નવેસરથી ધિરાણ આપવાની ઉદારતા દાખવે.
ઉર્જામંત્રી સૌરભ દલાલે જણાવ્યું હતું કે વીજબિલમાં પ૦ ટકા રાહત આપવાનો સમયગાળો એક વર્ષનો રહેશે. આથી ખેડૂતોને તેના વાર્ષિક વીજ બિલની રકમમાં પચાસ ટકા રાહત મળશે.

વીજબિલમાં રાહતની ગણતરી કેમ કરાશે?
ઉર્જામંત્રી સૌરભ દલાલે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં કૃષિ વીજ જોડાણોમાં વીજ બિલની બે પધ્ધતિ છે. એક પધ્ધતિ હોર્સપાવર દિઠ વાર્ષિક બિલ અને બીજી પધ્ધતિ મીટર આધારિત વીજ બિલની છે. એક પધ્ધતિમાં ૧ જાન્યુઆરીથી વીજ બિલની ગણતરી કરવામાં આવે છે અને બીજી પધ્ધતિમાં ૧ એપ્રિલથી વીજ બિલ ગણવામાં આવે છે. આથી બન્ને પધ્ધતિમાં ૧ વર્ષનો સમયગાળાની રકમમાં પ૦ ટકા રાહત આપવામાં આવશે. જે ખેડૂતોએ વીજ બિલના હપ્તાઓ ભરી દીધા હોય તેમને આગળના બિલમાં જમા આપી દેવામાં આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved