Last Update : 14-September-2012,Friday

 

મોંઘવારી કૂદકે ને ભૂસકે વધશે ઃ સામાન્ય જનતા ત્રાહિમામ
ડિઝલમાં લિટરે રૃ. પાંચનો અધધ વધારો

વર્ષમાં ગેસના ૬ બાટલા રાહત દરે ઃ સાતમો બજાર ભાવે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩
સામાન્ય માનવીની મુશ્કેલીમાં વધારો કરે તેવા એક નિર્ણય હેઠળ સરકારે આજે એક લીટર ડીઝલનાં ભાવમાં ૫ રૃપિયા વધારવાની અને વર્ષમાં માત્ર ૬ એલપીજી સિલિન્ડર જ સબિસિડી ભાવે આપવાની જાહેરાત કરી છે. એક વર્ષમાં ૬થી વધારે સિલિન્ડર બજાર ભાવે ખરીદવા પડશે. સબસિડી વગરના સિલિન્ડરનો બજાર ભાવ દર મહિને નક્કી કરવામાં આવશે. વડાપ્રધાનના નિવાસસ્થાન મળેલ કેબિનેટ કમિટી ઓન પોલિટીકલ અફેર્સ(સીસીપીઅ)ની બેઠકમાં રાજકીય રીતે જોખમી ગણાતા નિર્ણયો લેવામાં આવ્યા હતાં. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી મોંધવારીમાં જોરદાર વધારો જોવા મળશે. આ બેઠકમાં કેરોસીન અને પેટ્રોલનો ભાવ વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ જાહેરાત પછી દિલ્હીમાં એક લીટર ડીઝલનો ભાવ ૪૧.૩૨ રૃપિયાથી વધીને ૪૬.૯૫ રૃપિયા થઇ જશે. પેટ્રોલની એકસાઇઝ ડયૂટીમાં ૫.૫૦ રૃપિયોનો ઘટાડો કરવામાં આવ્યો છે.
વિરોધ પક્ષો અને તૃણમુલ કોંગ્રેસે સરકારના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના ઉપ પ્રમુખ મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે દેશના સામાન્ય માનવી સાથે સરકારે ક્રૂર મજાક કરી છે. આ નિર્ણયથી ખેડૂતોને મોટો ફટકો પડશે. આવી રીતે સામાન્ય માનવીને લૂટવાની પરવાનગી અમે સરકારને આપીશું નહીં. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રૂડ ઓઇલના ભાવ ઘટયા હોવા છતાં સરકાર દ્વારા પેટ્રો પેદાશોમાં કરવામાં આવેલો વધારો સ્પષ્ટ દર્શાવે છે કે સરકાર પેટ્રોલિયમ માફિયાઓ સાથે સાઠગાઠ ધરાવે છે.
યુપીએના ઘટક દળ તૃણમુલ કોંગ્રેસે પણ સરકારના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. ટીએમસીએ જણાવ્યું હતું કે આ નિર્ણય લેતા પહેલા અમારી સાથે ચર્ચા કરવામાં આવી નથી. મમતા બેનરજીએ ભાવ વઘારો પાછો લેવાની માંગ કરી છે. તેમણે ૧૫ સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસે પણ જણાવ્યું હતું કે તે પક્ષ તરીકે ભાવ વધારો કરવાની તરફેણમાં નથી. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિયસિંહે જણાવ્યું હતું કે આ નિર્ણયથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થતો હોવાથી તે ભાવ વધારાના પક્ષમાં નથી પરંતુ સત્તારૃઢ પક્ષે કેટલાક આકરા નિર્ણયો લેવા પડે છે.

ચાર મહાનગરોમાં ડિઝલના ભાવ

મહાનગર

પહેલાંનો ભાવ

હવેનો ભાવ

-

(રૃા. પ્રતિ લિટર)

(રૃા. પ્રતિલિટર)

દિલ્હી

૪૧.૩૨

૪૬.૩૨

મુંબઈ

૪૬.૨૫

૫૧.૨૫

ચેન્નાઈ

૪૩.૯૧

૪૮.૯૧

કોલકાતા

૪૪.૭૬

૪૯.૭૬


એઆઇએડીએમકેના નેતા અને તામિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતા અને સીપીઆઇ મહાસચિવ પ્રકાશ કરાતે પણ ભાવ વધારોનો વિરોધ કર્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved