Last Update : 14-September-2012,Friday

 

ઈન્વેસ્ટર બેઝમાં મોટો ઘટાડો
મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

૩૧મી ઓગસ્ટે વહીવટ હેઠળનાં ભંડોળોનું પ્રમાણ રૃ.૭.૫૨ લાખ કરોડનું રહ્યું ઃ એમ્ફીનો અહેવાલ

મુંબઈ,તા.૧૨
મ્યુચ્યુઅલ ફંડોનીઅવદશા બેઠી છે અને ઈક્વિટી ઈન્વેસ્ટર બેઝમાં થતાં જોરદાર ઘટાડાને ખાળવામાં તેઓ વધુ એક વાર નિષ્ફળ નિવડતાં ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ઓછા થયા છે અને વર્તમાન કેલેન્ડર વર્ષમાં ૨૩.૬ લાખનાં પ્રમાણમાં ઈક્વિટી ઈન્વેસ્ટર્સ બેઝ ઘટી ગયો છે.
ઈક્વિટી યોજનાઓમાં રૃ.૨,૩૦૦ કરોડનું રિડમપ્શન જોવાયું હોવાનું એસો. ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ તેનાં તાજેતરનાં માસિક અહેવાલમાં જણાવ્યું હતું. સેબી દ્વારા જારી થયેલ માહિતીમાં તો મુશ્કેલ સંયોગોનો સામનો કરી રહેલ મ્યુ. ફંડ ઉદ્યોગનું વધુ ચિંતાજનક ચિત્ર જોવા મળ્યું હતું.
ઓગસ્ટ માસમાં ઈક્વિટી ફોલિયોમાં ૪,૬૦,૦૦૦નો ઘટાડો થયો હતો આમાં ઈક્વિટી લીકંડ સેવિંગ્સ સ્કીમોનો પણ સમાવેશ થતો હતો. પરિણામે વર્તમાન કેલેન્ડર વર્ષમાં બંધ પડી ગયેલ ઈક્વિટી ફોલિયોની સંખ્યા ૨૩.૬ લાખ થઈ ગઈ હતી. આમ દેશમાં પ્રમાણમાં ઓછી પહોંચ સ્થાપી શકેલ આ ઉદ્યોગને આટલા ફોલિયો બંધ થઈ જવાથી મોટો ફટકો પડયો છે અને તેનું ભાવિ ચિંતાજનક થઈ ગયું છે. ગ્રાહકોને મ્યુ. ફંડ રોકાણ પાછા ન ખેંચી લેવા માટે કઈ રીતે સમજાવવા એ મ્યુ. ફંડ ઉદ્યોગનાં મોટા મોટા અધિકારીઓ માટે મોટો કોયડો બની ગયો છે. આ અધિકારીઓ માને છે કે રોકાણકારોમાં જાગૃતિ લાવવા માટેનાં કાર્યક્રમો યોજવાથી અને રોકાણકારો સાથે આમને સામને વ્યક્તિગત ચર્ચા કરવાથી તેઓ માની જઈને રોકાણ પાછા ખેંચી નહીં લે પણ તેમની આ આશા પર પણ પાણી ફરી વળ્યું હોવાનો અહેસાસ આ આંકડાઓ પરથી થાય છે.
ફંડ હાઉસોમાં મુખ્ય વહીવટી અધિકારીઓ માનવા લાગ્યા છે કે ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટનાં પરફોર્મન્સનો સતત ખરાબ દેખાવ અને તેની સામે અન્ય રોકાણો પર વધુ આકર્ષક વળતર મળતું હોઈ ઈન્વેસ્ટરો મ્યુ. ફંડ તરફથી મોં ફેરવી રહ્યા છે. આવા વૈકલ્પિક રોકાણોમાં રીયલ એસ્ટેટ અને સોનામાં રોકાણનો સમાવેશ થાય છે. ઉપરાંત બેંકની ફિક્સ ડિપોઝીટો અને રિકરીંગ ડિપોઝીટો પર વધુ વ્યાજ મળવા લાગતા ભંડોળો તે બાજુ વળ્યા હોવાનાં અહેવાલો પણ મળે છે. ડિપોઝીટ પરનાં વ્યાજનાં દર ૭થી ૮ ટકાની નીચે જાય અને ઈક્વિટી બજારમાં પાછો જીવ આવે ત્યાં સુધીનો આવો ટ્રેન્ડ ચાલુ જ રહેશે એમ એક મ્યુ. ફંડ હાઉસનાં મુખ્ય વહીવટી અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન મ્યુ. ફંડ ઈન્ડસ્ટ્રીમાં સમગ્ર તથા પોર્ટફોલિયોની સંખ્યા ઓગસ્ટમાં ૪૫૩ લાખની હતી જે એક માસ પૂર્વે ૪૫૭ લાખનાં સ્તરે હતી. જો કે ઈક્વિટી ફોલિયોમાં થયેલ ઘટાડા સામે ડેબ્ટ ફંડોનાં ફોલિયોમાં માત્ર ૧૦,૦૦૦નો મામૂલી ઉમેરો થયો હતો. ઉપરાંત ગોલ્ડ ઈટીએફનો ઈન્વેસ્ટર બેઝ પણ ૬૦૦૦ના પ્રમાણમાં ઘટયો હતો.
ઓગસ્ટમાં બેલેન્સ્ડ, ગીલ્ટ અને અન્ય એક્સચેન્જ ટ્રેડેડ ફંડસમાં નેટ આઉટ ફલો જોવાયો હતો. લિકવીડ અને મની માર્કેટ સ્કિમ્સમાં ફ્રેશ ઈન્ફલો જોવાતાં રૃ.૧૪,૭૭૫ કરોડ આપ્યા હતા. ઈન્કમ ફંડસમાં પણ રૃ.૭,૫૪૮ કરોડનો ઈન્ફલો જોવાયો હતો. એમ્ફીએ જણાવ્યાનુસાર ૩૧મી ઓગસ્ટે ઉદ્યોગનાં વહીવટ હેઠળનાં નેટ એસેટસ રૃ.૭.૫૨ લાખ કરોડનાં સ્તરે હતાં જે ૧ માસ પૂર્વે રૃ.૭.૩ લાખ કરોડ જેટલા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved