Last Update : 14-September-2012,Friday

 

વિશાળ આયાતને લીધે વેપાર ખાધમાં વધારો છતાં
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ભારતની વિરાટ વેપાર ખાધ ઊંચી આયાતને આભારી

અમદાવાદ, ગુરુવાર
સોના-ચાંદી સહિતની અન્ય જણસોમાં થતી વિશાળ આયાતના કારણે દેશની વેપાર ખાધમાં અસહ્ય વધારો થતો જાય છે અને તે માટે ખુદ સરકાર પણ છાશવારે રોદણા રડે છે. ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે સોનાની આયાતમાં નોંધપાત્ર વધારો થતા રિઝર્વ બેંક જાહેર જનતાને સોનાનો વપરાશ ઘટાડવા સૂચન કરે છે. પણ કોમોડીટી વાયદા બજારોમાં ચાલતી બેફામ સટ્ટાખોરી પર અંકશુ લાવવા કોમોડિટીના સોદા પર ટ્રાન્ઝેક્શન ટેક્સ (સીટીટી) અમલી બનાવતી નથી. અરે, ખૂબીની વાત તો એ છે કે અગાઉ સરકારે આ ટેક્સ લાદવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી. પરંતુ, સટ્ટાકીય કામકાજો થકી મલાઈ ખાતા વર્ગને આ દરખાસ્ત ખપતી નહતી અને આ વર્ગે પૈસાના જોરે પોતાની મનમાની કરાવી હતી એટલે કે આ ટેક્સની દરખાસ્ત પડતી મૂકાઈ હતી. ભારત વિશ્વના બહુ થોડા બજારો પૈકીનું એક છે કે જ્યાં શેરોના સોદા ઉપર ટેક્સ લાગે છે. દર વર્ષે સિક્યોરીટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) દ્વારા ભારત સરકાર આશરે રૃા. ૭,૫૦૦ કરોડ એકત્ર કરે છે. વર્ષ ૨૦૦૮-૦૯ના બજેટમાં સરકારે કોમોડિટીના બજારમાં પડતા સોદા પર ટ્રાન્ઝેક્શન ટેક્સ લાદવાનો નિર્ણય કર્યો હતો. આ કરવેરાનું માળખું એસટીટી જેવું જ હતું. કોમોડિટી એક્સચેન્જમાં થતા પ્રત્યેક રૃ. એક લાખના સોદા ઉપર રૃ. ૧૭ (૦.૦૧૭ ટકા) લેખે સીટીટી લાગૂ કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો.
અગાઉના વર્ષોમાં આ ટેક્સની દરખાસ્ત મૂકાઈ હતી પણ ચોક્કસ વર્ગના દબાણથી સરકારની પીછેહઠ
સીટીટી દાખલ કરવા માટેના પ્રસ્તાવને લીધે ભારતીય બજારોમાં ખૂબ બૂમરાણ મચી હતી. બજારના નિષ્ણાતોએ સીટીટી લાદવાથી ડબ્બા ટ્રેડિંગની પ્રવૃત્તિ પુનઃ ધમધમતી થવાનો ભય વ્યક્ત કર્યો હતો. તેમના મતે વધારાના ટેક્સથી બચવા માટે હેજર્સ અને સટોડિયાઓ ડબ્બા ટ્રેડિંગ તરફ વળી જાય તેમ હતું. વર્ષ ૨૦૦૮ના માર્ચથી એપ્રિલ ગાળામાં કોમોડિટીઝના ટ્રેડિંગ વોલ્યુમમાં લગભગ ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ ગાળામાં ટ્રાન્ઝેક્શન ટેક્સની અસરો વર્ણવતા વિવિધ રિસર્ચ પેપર પણ પ્રકાશિત થયા. આ પૈકીના એક સંશોધનમાં ટ્રેડિંગની ગતિવિધિ, વધઘટ અને સોદાના ખર્ચે વચ્ચેના સંબંધનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પરિણામોમાં જાણવા મળ્યા મુજબ સોદાના ખર્ચ અને લિક્વિડિટી વચ્ચે નકારાત્મક સંબંધ હતો. જ્યારે સોદાના ખર્ચ અને વધઘટ વચ્ચે સકારાત્મક સંબંધ હતો. સીટીટી લાદવામાં આવતા ટ્રેડિંગ ઘટયું હતું. પણ વધઘટ વધી હતી. વધઘટ વધતા ખેલાડીઓનું માનસ સટ્ટાકીય બન્યું હતું. જે કોમોડિટી બજારના પ્રાથમિક હેતુઓને હાનિકર્તા હતું. કોમોડિટી બજારનો પ્રાથમિક હેતુ વ્યવહારુ ભાવ પ્રાપ્ત કરવાનો અને જોખમ સામે વ્યવસ્થાનનો છે. સોદા પરના ઊંચા કરવેરાના લીધે ટ્રેડિંગ વોલ્યૂમ પર અસર થાય છે એ વાતને આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા આ પ્રકારના અભ્યાસોમાં પણ પુષ્ટિ મળી છે.
આ સમય દરમ્યાન દેશના કોમોડીટી એક્સચેન્જની વગદાર વ્યક્તિઓ સરકારને મળી રજૂઆત કરી હતી. પરંતુ આ મુલાકાતમાં એવું તો શું થયું કે પછી સરકારને આ દરખાસ્ત જ પડતી મૂકવા ખાસ દબાણ થયું છે સ્પષ્ટ થયું નથી. પણ વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ અને અન્ન તથા નાગરિક બાબતોના પ્રધાને વિરોધ નોંધાવતા સરકારે આ પ્રસ્તાવને અભેરાઈએ ચઢાવી દીધો હતો. આખરે ૨૦૦૯ના જુલાઈમાં આ પ્રસ્તાવને પડતો મૂકાયો હતો. સરકાર અને નીતિના ઘડવૈયાઓ ભારતીય મૂડી બજારોની સુધારણા માટે બજારના ખેલાડીઓની પ્રતિક્રિયા જાણવાની કાળજી લઈ રહ્યાં છે એ વાત ખૂબ પ્રેરણાજનક છે. પરંતુ કમનસીબની વાત એ છે કે લિક્વિડિટીની તરફેણમાં રજૂઆતો કરાઈ હોવા છતાં તમામ એસ્ટેટ વર્ગોમાં આનો એકસરખો અમલ થતો નથી. ભારત પહેલેથી જ વેપાર ખાધની સમસ્યા ધરાવે છે. મૂળભૂત રીતે આપણે ચીજવસ્તુઓની આયાત કરનારો દેશ છીએ તેથી આપણી વેપાર સમતુલા અનિચ્છનીય સ્થિતિમાં છે. પાછલા નાણાંકીય વર્ષમાં ક્રૂડ ઓઈલ અને સોનાનાં વધતા જતા ભાવને કારણે આપણી આયાત ૩૨.૧૫ ટકા વધીને ૪૮૮.૬ બિલિયન ડોલરની થઈ ગઈ છે.
વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન વેપાર ખાધ અથવા આયાત-નિકાસ વચ્ચેનો તફાવત ૫૬ ટકા વધ્યો છે, જે પાછલા વર્ષે ૧૧૮.૬ બિલિયન ડોલરનો હતો. આ આંકડા વાણિજ્ય મંત્રાલયના છે. સરકારના સૂત્રોએ જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ, સોનું, ચાંદી અને કોલસા તેમજ મશીનરીની વિશાળ આયાતને લીધે વેપાર ખાધ વધી રહી છે. મૂડી બજાર પરના કેટલાક નિયંત્રણોને લીધે આ સમસ્યા વણસી છે.
શેરબજારોમાં એસટીટી લાદવામાં આવવાને લીધે પાછલા કેટલાક વર્ષો દરમિયાન વોલ્યૂમનું સંતુલન બગડયું છે. કોમોડિટી બજારના વોલ્યૂમની સાથે સિક્યોરીટી બજારના વોલ્યૂમની તુલના કરવામાં આવે તો આ પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે. ભારતીય અર્થતંત્ર જેવા ઝડપી પરિવર્તન પામી રહેલા બજારમાં શેરોના ટ્રેડિંગ વોલ્યૂમમાં કોમોડિટીઝના વોલ્યૂમનું પ્રતિબિંબ જોવા મળવું જોઈએ.
જો કે આવું છે નહીં, ટ્રેડિંગ વોલ્યૂમ એકધારું શેરબજારમાંથી કોમોડિટી બજારમાં સ્થળાંતર કરી રહ્યું છે. અત્યારે શેરબજારના વોલ્યૂમની તુલનાએ કોમોડીટી એક્સ્ચેન્જનું વોલ્યૂમ લગભગ પાંચ ગણું છે. પ્રાયમરી શેરબજારમાં મૂડીસર્જનના હેતુસર કરાતા મૂડીરોકાણ ઉપરથી લોકોનું ધ્યાન હટી ગયું છે, અને કોમોડીટીની સટ્ટાકીય આઈટમોમાં લોકોને રસ છે.
સટ્ટાકીય હિતોને લીધે સોના જેવી અમુક કોમોડિટી પ્રોડક્ટની આયાતમાં વધારો થયો છે. પાછલા નાણાંકીય વર્ષમાં ભારતમાં ૫૬ બિલિયન ડોલરના મૂલ્યના સોનાની આયાત કરાઈ હતી. જે આગલા નાણાકીય વર્ષની તુલનાએ લગભગ ૭૦ ટકાનો વધારો સૂચવે છે. વર્ષ ૨૦૧૧-૧૨માં ભારતની નાણાંકીય ખાધ ૧૮૫ બિલિયન ડોલરની હતી.
નાણાકીય ખાધના આંકડા પરથી સોનાની આયાતના આંકડાનું મહત્ત્વ સમજી શકાય છે. સોદાની ઈચ્છનીય પરિસ્થિતિને કારણે સોનાના સટ્ટામાં વધારો થયો છે, જેના પરિણામે સોનાની આયાત વધી છે. ભારતની નાણાકીય ખાધમાં સોનાની આયાતનો હિસ્સો લગભગ ૩૦ ટકાનો છે. જો સોનામાં થયેલા રોકાણનો અડધો હિસ્સો પણ શેરબજાર તરફ વાળી દેવામાં આવે, તો નોંધપાત્ર પ્રમાણમાં મૂડીનું સર્જન થશે. મૂડી બજારમાં આગેકૂચ થાય તો વધુ જાહેર ભરણાં આવશે તથા ભારતની વૃદ્ધિગાથામાં રોકાણકારોનો વિશ્વાસ વધશે.
આપણે અજાણપણે જ એક એવું કરમાળખું રચી નાખ્યું છે કે જે સટ્ટાકીય પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે. કોમોડિટી ડેરિવેટીવ્સમાં કરવેરામાં લાભ મળે છે, બીજી બાજુ લાંબાગાળાના રોકાણનો વિકલ્પ આપવા અને મૂડી સર્જનની પ્રક્રિયામાં મદદરૃપ થતા શેરોમાં કરવેરા લાગે છે. મૂડી સર્જનને લીધે લોકોને રોજગારી મળે અને આમ થશે તો દેશની જીડીપી આગળ વધી શકશે. આમ, સરકારી દ્વારા અપનાવાયેલા બેવડા ધોરણને કારણે એટલે કે કોમોડિટી વાયદા પર ટેક્સ ન વસુલાતા સરકાર પોતાની આવક તો ગુમાવે જ છે. સાથોસાથ વધુ પડતી આયાતના કારણે વેપાર ખાધનું ભારણ વધતું જાય છે. આમ, એકંદરે સમગ્ર નુકસાન તો અર્થતંત્રને જ થઈ રહ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved