Last Update : 14-September-2012,Friday

 

યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગના નિષ્કર્ષ પૂર્વે વૈશ્વિક બજારોમાં સાવચેતી
ફુગાવા પર નજરઃ ડીઝલ ભાવ વધારા, ડીસઈન્વેસ્ટમેન્ટ અપેક્ષાએ ઓઈલ-ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ

FII શેરોમાં સતત નેટ લેવાલઃ ફાર્મા શેરોમાં વધતું પ્રોફીટ બુકીંગ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુરુવાર
ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિના (આઈઆઈપી) જુલાઈ ૨૦૧૨ના ૦.૧ ટકા વૃધ્ધિના નબળા આંકથી એકતરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હવે આર્થિક વૃધ્ધિને ન્યાય આપવાની અને વ્યાજ દરોમાં ઘટાડો થવાની અપેક્ષા સામે રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ નજીક હોઈ ફુગાવાના જોખમે સરકાર વ્યાજ દરોમાં વધારો કરવાની તરફેણમાં નહીં હોવાના સંકેત સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગના આજે અંતે આવનારા નિષ્કર્ષમાં કયુ૩ પર નજરે વૈશ્વિક બજારો સાથે મુંબઈ શેરબજારોમાં ઈન્ડેક્ષ બેઝડ અફડાતફડીના અંતે સાવચેતી જોવાઈ હતી. એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતમાં આર્કષક વેલ્યુએશને શેરોમાં ખરીદી સતત ચાલુ રાખીને ગઈકાલે બુધવારે રૃ.૪૫૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કર્યા બાદ આજે ટ્રેડીંગની શરૃઆત સાંકડી વધઘટે સાવચેતીથી થઈ હતી. હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, લાર્સન, ઓએનજીસી, ભેલ, હિન્દુસ્તાન યુનીલીવર, કોલ ઈન્ડિયા, ગેઈલ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ ેબેંક, ડૉ. રેડ્ડીઝ લેબ.માં લેવાલીના આર્કષણ સામે સિપ્લા, ટાટા મોટર્સ, જિન્દાલ સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં વેચવાલીના દબાણ વચ્ચે સેન્સેક્ષ આગલા બંધ ૧૮૦૦૦.૦૩ સામે ૧૮૦૨૩.૯૫ મથાળે ખુલીને ઉપરમાં એક સમયે ૬૨.૬૫ પોઈન્ટ વધીને ૧૮૦૬૨.૬૮ સુધી પહોંચ્યો હતો. પરંતુ વધ્યા મથાળે રાજકીય બાબતો પરની કેબિનેટ કમિટી (સીસીપીએ) દ્વારા ડીઝલના ભાવમાં વધારો કરવા સંબંધિ લેવાનારા નિર્ણયે ઉછાળે ઓટો શેરોમાં ઉછાળે સાવચેતી સાથે ટેલીકોમ જાયન્ટ ભારતી એરટેલ વિરુધ્ધ જાન્યુઆરી ૨૦૦૨માં વધારાના સ્પેકટ્રમ ફાળવણી સંબંધિ કેસમાં ઓક્ટોબર ૨૦૧૨ના પ્રથમ સપ્તાહમાં ચાર્જશીટ દાખલ કરે એવી શક્યતાના અહેવાલોએ ભારતી એરટેલના શેરમાં ફંડોનું હેમરીંગ થતાં અને ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ડીઝલના ભાવ વધારાની શક્યતાએ વેચવાલી નીકળતા સેન્સેક્ષનો સુધારો ધોવાઈ જઈ બપોરે ૨.૩૦ વાગ્યા નજીક નીચામાં ૧૭૯૭૬.૨૮ સુધી આવ્યો હતો. જે સાંકડી વધઘટે નેગેટીવ- પોઝિટીવ ઝોનમાં અથડાતો રહ્યા બાદ છેલ્લે ભેલ, હિન્દુસ્તાન યુનીલીવર, ઓએનજીસી, હીરો મોટોકોર્પમાં લેવાલીએ ૧૮૦૦૦ની સપાટી પાછી મેળવી અંતે ૨૧.૧૩ પોઈન્ટ વધીને ૧૮૦૨૧.૧૬ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ઉપરમાં ૫૪૪૭ થઈ ફાર્મા, ભારતી એરટેલમાં હેમરીંગે ૫૪૨૨ જઈ અંતે ૫૪૩૫
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૪૩૧ સામે ૫૪૩૫.૨૦ ખુલી ઉપરમાં ૫૪૪૭.૪૫ સુધી ગયો હતો. ડીઝલના અપેક્ષીત ભાવ વધારાએ બીપીસીએલ, ઓએનજીસીમાં આર્કષણ સાથે હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, ભેલ, રિલાયન્સ ઈન્ફ્રા., આઈસીઆઈસીઆઈ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, ગ્રાસીમમાં લેવાલી હતી. પરંતુ ભારતી એરટેલ, સિપ્લા, રેનબેક્સી લેબ., સિમેન્સ, ટાટા મોટર્સ, જિન્દાલ સ્ટીલ, સેસાગોવામાં નરમાઈએ નીચામાં ૫૪૨૧.૮૫ સુધી ગયો હતો. જે સાંકડી વધઘટના અંતે બીપીસીએલમાં છેલ્લી ઘડીમાં લેવાલી વધતા અંતે ૪.૩૫ પોઈન્ટ વધીને ૫૪૩૫.૩૫ બંધ રહ્યો હતો.
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવઃ ૫૩૭૫ સર્પોટ ઃ એસએન્ડપી ૫૦૦માં ૧૪૦૦ના સ્ટોપલોસે ટ્રેન્ડ પોઝિટીવ
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ બતાવાઈ રહ્યો છે. ટેકનીકલી, નિફટી સ્પોટ ૫૩૭૫ નીચે બંધ આવવાના સંજોગોમાં નજીકનો ટ્રેન્ડ બદલાશે. એસએન્ડપી ૫૦૦માં પણ ટેકનીકલી નજીકનો ટ્રેન્ડ ૧૪૦૦ના ક્લોઝિંગ સ્ટોપલોસે પોઝિટીવ બતાવાઈ રહ્યો છે.
નિફટી ૫૫૦૦નો કોલ ૩૩.૧૦થી વધીને ૩૭.૩૫ઃ નિફટી સપ્ટેમ્બર ફયુચર ઉપરમાં ૫૪૫૪ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં નિફટી સપ્ટેમ્બર ફયુચર ૧,૨૮,૦૨૨ કોન્ટ્રેક્ટસમાં રૃ.૩૪૮૪.૯૪ કરોડના ટર્નઓવરે ૫૪૪૬.૯૫ સામે ૫૪૫૦ ખુલી ઉપરમાં ૫૪૫૪.૯૫ થઈ નીચામાં ૫૪૩૫.૩૫ થઈ અંતે ૫૪૪૮ હતો. જ્યારે નિફટી ૫૪૦૦નો પુટ ૩,૫૪,૫૭૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૯૬૪૭ કરોડના ટર્નઓવરે ૩૯.૩૦ સામે ૩૮.૫૦ ખુલી નીચામાં ૩૫.૭૫ અને ઉપરમાં ૪૫.૪૦ થઈ અંતે ૪૧.૭૦ હતો. નિફટી ૫૫૦૦નો કોલ ૩,૨૫,૫૩૩ કોન્ટ્રેક્ટસમાં રૃ.૯૦૦૮.૨૯ કરોડના ટર્નઓવરે ૩૩.૧૦ સામે ૩૫ ખુલી નીચામાં ૨૯.૮૫ થઈ ઉપરમાં ૩૮.૯૫ સુધી જઈ અંતે ૩૭.૩૫ હતો. નિફટી ૫૩૦૦નો પુટ ૨,૩૩,૬૪૬ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૨૧૨.૫૮ કરોડના ટર્નઓવરે ૧૬.૮૫ સામે ૧૪.૦૫ ખુલી ઉપરમાં ૨૦.૩૫ થઈ અંતે ૧૮.૫૫ હતો.
ઓગસ્ટનો ફુગાવો વધીને ૬.૯૫ ટકા આવશે! રિઝર્વ બેંકનું સ્વીકાર્ય લેવલ પાંચ ટકા, તો વ્યાજ દરો નહીં ઘટે
એચએસબીસી દ્વારા પણ ભારતમાં આર્થિક સુધારાને વેગ આપવામાં સરકારની નિષ્ફળતાને પરિણામે ભારતની આર્થિક જીડીપી વૃધ્ધિનો અંદાજ ૬.૨ ટકાથી ઘટાડીને ૫.૭ ટકા કરવામાં આવતા અને નબળી ઔદ્યોગિક વૃધ્ધિ બાદ ઉદ્યોગોની ત્વરિત વ્યાજ દરોમાં ઘટાડાની માગ સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧૭, સપ્ટેમ્બરના ધિરાણ નીતિની થનારી સમીક્ષા પૂર્વે શુક્રવારે ૧૪, સપ્ટેમ્બરના રોજ ઓગસ્ટ ૨૦૧૨ મહિનાનો જાહેર થનારો ફુગાવાનો આંક જુલાઈના ૬.૮૭ ટકાની તુલનાએ વધીને ૬.૯૫ ટકા અપેક્ષીત હોવાથી અને રિઝર્વ બેંકનો સ્વીકાર્ય ફુગાવાનો દર પાંચ ટકા હોવાથી સીઆરઆર- વ્યાજ દરોમાં ઘટાડો થવા વિશે અમુક વર્ગ શંકા બતાવી રહ્યો હતો.
ડીઝલના ભાવ વધારાની શક્યતાએ ફોર વ્હીલર શેરો ઘટયાઃ હીરો મોટોકોર્પ, બજાજ ઓટોમાં આર્કષણ
તહેવારોની સીઝને ઓટોમોબાઈલ ક્ષેત્રે ટુ- વ્હીલરની માગ વધવાની અપેક્ષાએ હીરો મોટોકોર્પ રૃ.૩૩.૩૫ વધીને રૃ.૧૮૧૯.૧૦, બજાજ ઓટો રૃ.૧૯.૫૦ વધીને રૃ.૧૭૧૧.૫૦ રહ્યા હતા. જ્યારે ડીઝલના ભાવ વધારાની શક્યતા વચ્ચે ટાટા મોટર્સ રૃ.૩.૭૦ ઘટીને રૃ.૨૫૯.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૭.૨૫ ઘટીને રૃ.૭૫૪.૯૦, મારૃતી સુઝુકી રૃ.૯.૯૫ ઘટીને રૃ.૧૨૦૯.૧૦ રહ્યા હતા.
ભારતી એરટેલ સીબીઆઈ ચાર્જશીટના અહેવાલે રૃ.૭ તૂટી રૃ.૨૫૪ઃ સિપ્લા, જિન્દાલ સ્ટીલ ગબડયા
ટેલીકોમ જાયન્ટ ભારતી એરટેલ જાન્યુઆરી ૨૦૦૨માં વધારાના સ્પેકટ્રમની ફાળવણી સંબંધી કેસમાં ઓક્ટોબર ૨૦૧૨ના પ્રથમ સપ્તાહમાં કંપની વિરુધ્ધ સીબીઆઈ દ્વારા ચાર્જશીટ ફાઈલ થવાની શક્યતાના અહેવાલે શેરમાં ફંડોના હેમરીંગે રૃ.૭.૪૫ ગબડીને રૃ.૨૫૩.૬૫ રહ્યો હતો. જ્યારે ફાર્મા જાયન્ટ સિપ્લામાં સતત નફારૃપી વેચવાલીએ રૃ.૯.૨૫ ઘટીને રૃ.૩૬૯.૫૫, જિન્દાલ સ્ટીલ વિરુધ્ધ કોલસા માઈનીંગમાં મોટા બ્લોકની ફાળવણી મેળવી મોટો લાભ મેળવ્યાના કેગના રીર્પોટ વચ્ચે કંપની વિરુધ્ધ તપાસના અહેવાલો ચગતા શેર રૃ.૪.૪૦ ઘટીને રૃ.૩૪૨.૦૫ રહ્યો હતો.
ડીઝલ ભાવ વધારાના નિર્ણય પૂર્વે ઓઈલ- ગેસ શેરો બીપીસીએલ, એચપીસીએલ, ઓએનજીસી વધ્યા
ડીઝલના ભાવમાં વધારો કરવા મામલે રાજકીય બાબતો પરની કેબિનેટ કમિટી (સીસીપીએ) દ્વારા આજે- ગુરુવારે સાંજે નિર્ણય લેવાતા પૂર્વે પીએસયુ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ સબસીડી બોજ હળવો થવાની અપેક્ષાએ શેરોમાં લેવાલી હતી. બીપીસીએલ રૃ.૬.૬૦ વધીને રૃ.૩૫૪.૫૫, ઓએનજીસી રૃ.૩.૨૫ વધીને રૃ.૨૮૩.૦૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૃ.૨ વધીને રૃ.૨૫૪.૪૦, એચપીસીએલ રૃ.૨.૦૫ વધીને રૃ.૩૦૮.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ- ગેસ ઈન્ડેક્ષ ૩૬.૯૨ પોઈન્ટ વધીને ૮૪૭૩.૨૫ રહ્યો હતો.
ડીસઈન્વેસ્ટમેન્ટ મુદ્દે કેબીનેટની આજે મીટીંગ પૂર્વે નાલ્કો, નેવેલી લિગ્નાઈટ, હિન્દ. કોપર, એમએમટીસી ઊંચકાયા
પીએસયુ કંપનીઓમાં સરકારના હોલ્ડિંગને ડીસઈન્વેસ્ટમેન્ટ કરી ઓછું કરવા માટે કેબીનેટ દ્વારા ૧૪, સપ્ટેમ્બર ૨૦૧૨ના શુક્રવારે લેવાનારા નિર્ણય પૂર્વે પીએસયુ શેરોમાં લેવાલીનું આર્કષણ હતું. નાલ્કો રૃ.૧.૧૦ વધીને રૃ.૫૩.૩૦, નેવેલી લિગ્નાઈટ રૃ.૧.૩૦ વધીને રૃ.૮૦.૦૫, હિન્દુસ્તાન કોપર રૃ.૩.૮૦ વધીને રૃ.૨૬૭.૭૦, એમએમટીસી રૃ.૬.૪૫ વધીને રૃ.૭૭૯.૨૦ રહ્યા હતા.
ફાર્મા શેરોમાં વધતું પ્રોફીટ બુકીંગઃ સિપ્લા, લુપીન, બાયોકોન, રેનબેક્સી, ગ્લેક્સો ઘટયા
ફાર્મા- હેલ્થકેર શેરોમાં ફંડોની સતત નફારૃપી વેચવાલીના દબાણે સિપ્લા રૃ.૯.૨૫ તૂટીને રૃ.૩૬૯.૫૫, લુપીન રૃ.૧૯.૭૫ ઘટીને રૃ.૫૯૯.૨૯, બાયોકોન રૃ.૮.૧૦ ઘટીને રૃ.૨૬૫.૫૦, ગ્લેક્સો ફાર્મા રૃ.૫૫.૬૫ ઘટીને રૃ.૨૧૨૦.૯૦, રેનબેક્સી લેબ. રૃ.૧૧.૩૦ ઘટીને રૃ.૫૫૦.૨૦, પિરામલ હેલ્થકેર રૃ.૯.૬૫ ઘટીને રૃ.૪૭૨.૫૫, કેડિલા હેલ્થ રૃ.૧૭.૯૫ ઘટીને રૃ.૯૧૭.૨૫, દિવીઝ લેબ. રૃ.૧૯.૬૫ ઘટીને રૃ.૧૧૧૮.૭૫, સ્ટ્રાઈડ આર્કોલેબ રૃ.૧૩ ઘટીને રૃ.૯૦૬.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્ષ ૮૮.૯૩ પોઈન્ટ ઘટીને ૭૬૧૬.૪૧ હતો.
યુનીટેક, પાર્શ્વનાથ સહિત ૭૦ રીયાલ્ટી કંપનીઓ વિરુધ્ધ તપાસ! ઈન્ડિયા બુલ્સ, ડીબી રીયાલ્ટી ઘટયા
રીયાલ્ટી ક્ષેત્રે ટોચના ડેવલપરો- કંપનીઓ યુનીટેક, પાર્શ્વનાથ ડેવલપર્સ અને ઓમેક્સ સહિત વિરુધ્ધ કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા તપાસના અહેવાલ વચ્ચે રીયાલ્ટી શેરોમાં નરમાઈ હતી. ડીબી રીયાલ્ટી રૃ.૧.૬૫ ઘટીને રૃ.૭૦.૫૦, ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૪૫.૮૫, ડીએલએફ રૃ.૨૦૧.૭૦, એચડીઆઈએલ રૃ.૧.૨૦ ઘટીને રૃ.૬૯.૪૦ રહ્યા હતા.
હિન્દુસ્તાન યુનીલીવરમાં વધતી લેવાલી રૃ.૫૪૭ઃ યુપી ગુ્રપ શેરોમાં તેજીઃ યુનાઈટેડ બ્રીવરીઝ રૃ.૬૭ ઉછળ્યો
ચોમાસાની પ્રોત્સાહક પ્રગતિથી હવે દુકાળનો ભય દૂર થતાં એફએમસીજી શેરોમાં લેવાલીના આર્કષણે હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૬.૩૫ વધીને રૃ.૫૪૬.૬૦, આઈટીસી રૃ.૨૭૦ રહ્યા હતા. જ્યારે યુનાઈટેડ બ્રીવરીઝ રૃ.૬૭.૨૦ ઉછળીને રૃ.૬૨૩.૮૦, યુનાઈટેડ સ્પિરીટ રૃ.૩૫.૪૫ ઉછળીને રૃ.૯૫૧.૧૦, કોલગેટ પામોલીવ રૃ.૧૪.૫૦ વધીને રૃ.૧૨૫૨.૯૦, ગોદરેજ કન્ઝયુમર રૃ.૧.૮૦ વધીને રૃ.૬૫૯.૬૦ રહ્યા હતા.
સ્મોલ- મિડ કેપ શેરોમાં નરમાઈઃ માર્કેટ બ્રેડથ નેગેટીવઃ ૧૫૯૧ શેરો ઘટયાઃ ૧૨૫૮ ઘટયા
સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં સાવચેતીએ આજે ઘણા શેરોમાં પ્રોફીટ બુકીંગ સાથે હળવા થવાના માનસે માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૭૫ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૫૯૧ અને વધનારની ૧૨૫૮ રહી હતી.
મૂથુટ ફાઈનાન્સ, ઈન્દ્રપ્રસ્થ ગેસ, એન્જિનિયર્સ ઈન્ડિયા, ફાઈનાન્શિયલ ટેકનોલોજી, આઈશર ઉછળ્યા
'એ' ગુ્રપના વધનાર પ્રમુખ શેરોમાં મૂથુટ ફાઈનાન્સ રૃ.૧૧.૯૦ ઉછળીને રૃ.૧૬૩.૯૫, ગુજરાત ફલોરો રૃ.૧૯.૬૦ ઉછળીને રૃ.૩૬૭.૪૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૃ.૧૧ ઉછળીને રૃ.૨૫૬.૯૫, એન્જિનિયર્સ ઈન્ડિયા રૃ.૯.૨૦ વધીને રૃ.૨૩૫.૮૦, ફાઈનાન્શિયલ ટેકનોલોજી રૃ.૩૨.૧૫ ઉછળીને રૃ.૯૦૭.૫૫, આઈશર મોટર્સ રૃ.૫૨.૧૫ વધીને રૃ.૨૨૧૦, મોઈલ રૃ.૬.૯૫ વધીને રૃ.૨૬૬.૯૫, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૃ.૭.૫૫ વધીને રૃ.૩૦૧.૬૫, કન્ટેઈનર કોર્પોરેશન રૃ.૨૩.૮૫ વધીને રૃ.૯૫૮.૯૫, આઈડીયા સેલ્યુલર રૃ.૧.૮૦ વધીને રૃ.૮૨.૫૫, મન્નપુરમ ફાઈનાન્સ રૃ.૩૭.૫૦ રહ્યા હતા.
એફઆઇઆઈની વધુ રૃ.૩૬૧ કરોડના શેરોની ખરીદીઃ ડીઆઈઆઈ વેચવાલ
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૩૬૧.૪૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૨૦૦૧.૬૧ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૬૪૦.૧૩ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૧૫૬.૦૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૮૫૧.૯૫ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૦૦૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
યુ.એસ. ફેડની મીટિંગના નિષ્કર્ષ પૂર્વે યુરોપ, યુ.એસ.માં નરમાઈઃ હેંગસેંગ ૨૮ પોઈન્ટ ઘટયો
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૩૫.૧૯ પોઈન્ટ વધીને ૮૯૯૫.૧૫, હોંગકોંગનો હેંગસેંગ ૨૭.૭૬ પોઈન્ટ ઘટીને ૨૦૦૪૭.૬૩, ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ૧૬.૧૮ પોઈન્ટ ઘટીને ૨૧૧૦.૩૮, તાઈવાન વેઈટેજ ૮.૩૫ પોઈન્ટ વધીને ૭૫૭૮.૮૦ રહ્યા હતા. યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગના નિષ્કર્ષ પૂર્વે સાંજે યુરોપના બજારોમાં ૨૫થી ૩૦ પોઈન્ટની નરમાઈ હતી. ડાઉ જોન્સ ફયુચર્સ પણ ૨૮ પોઈન્ટની નરમાઈ બતાવતો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved