Last Update : 14-September-2012,Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૪-૦૯-૨૦૧૨, શુક્રવાર
અધિક ભાદરવા વદ તેરસ
માસિક શિવરાત્રી
શિવપૂજન અર્ચન પ્રાર્થના

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિનો ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૫ મિ. (સૂ) ૭ ક. ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મઘા રાત્રે ૩ ક. ૫૩ મિ. સુધી પછી પુર્વાફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સિંહ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદઋતુ રા.દિ.ભા. ૨૩
માસ-તિથિ-વાર ઃ અધિક ભાદરવા વદ તેરસને શુક્રવાર.
- માસિક શિવરાત્રી. શિવપૂજન અર્ચન પ્રાર્થના.
- વિષ્ટી સવારના ૧૧ ક. ૦૯ મિ.થી શરૃ.
- સિધ્ધિયોગ રાત્રે ૩ ક. ૫૩ મિ.થી શરૃ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૨૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૨૮ રોજ જમીઆદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના નોકરી ધંધાના વિલંબમાં પડેલા કામ ઉકેલાતા હળવાશ, રાહત રહે. પુત્ર પૌત્રાદિકથી સાનુકૂળતા રહે. સાસરીપક્ષની ચિંતા જણાય.

 

વૃષભ ઃ નોકર ચાકર, સહકાર્યકરવર્ગ, ઉપરીવર્ગના કારણે આપને નોકરીમાં સતર્ક રહેવું પડે. ધંધામાં જોખમ કર્યા પછી પસ્તાવો થાય.

 

મિથુન ઃ નોકરી ધંધાના કામ અંગે, સગા સંબંધી, મિત્રવર્ગના કામ અંગે બહાર જવાનું થાય. કોઈને મળવાનું થાય. ધંધો, આવક થાય.

 

કર્ક ઃ નાણાંકીય લેવડ દેવડના પ્રશ્નમાં, બેંકના કામમાં, નોકરી ધંધાના કામમાં ચિંતા-મુંઝવણ રહે. આરોગ્યની અસ્વસ્થતા-બેચેની અનુભવો.

 

સિંહ ઃ આપની ચિંતા-મુશ્કેલી હળવી થાય. નોકરી ધંધાનું કામ ઉકેલાય. સીઝનલ ધંધો-આવક થાય. પત્નીના આરોગ્યની ચિંતા રહે.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં તમારા સગા સંબંધી-મિત્રવર્ગના કારણે ચિંતા-રૃકાવટ-મુશ્કેલી અનુભવો. બેંકના કામમાં જાગૃતિ રાખવી.

 

તુલા ઃ આકસ્મિક કોઈ કામ આવી જાય. તમારા રોજીંદા કામ સિવાય પુત્ર પૌત્રદાકિના કામમાં ધ્યાન આપી શકો. ખર્ચ થાય.

 

વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના કામ માટે, વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામ અંગે કોઈને મળવાનું થાય. અચાનક બહાર જવાનું થાય.

 

ધન ઃ વિલંબમાં પડેલા કામ અંગે ધ્યાન આપવું પડે. બહાર જવાનું થાય. પરદેશના, બહારગામના કામ અંગે ચર્ચા વિચારણા થાય.

 

મકર ઃ આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. અન્યના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં.

 

કુંભ ઃ પત્ની-સંતાન-પરિવારના કામમાં, નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમાં સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

મીન ઃ શેરોની લે-વેચમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં, નોકરી ધંધાના કામમાં જાગૃતિ રાખવી. આરોગ્ય સાચવવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૪-૦૯-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપના રૃકાવટવાળા કામ એક પછી એક ઉકેલાતા જાય. પુત્ર પૌત્રાદિકના પ્રશ્નો ઉકેલાતા આપ હળવાશ, રાહત, આનંદ અનુભવો.

 

* વર્ષારંભે કૌટુંબીક ચિંતા રહે. નિકટના સગા સંબંધી-મિત્રવર્ગમાં મનદુઃખ, ગેરસમજ થાય.

 

* નોકરી-ધંધામાં વર્ષનો ઉત્તરાર્ધ લાભદાયી રહે. જેમને આવક ન હોય, આવક સ્થગિત થઈ ગઈ હોય તેમને આવક આવવાની શરૃઆત થાય.

 

* આ વર્ષમાં યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય. ધર્મકાર્ય થાય. યશ-પદ-ધનમાં વધારો થાય.

 

* સ્ત્રી વર્ગને વર્ષ પ્રગતિનું રહે. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પતિ-સંતાનની પ્રગતિથી આનંદ રહે. ધર્મકાર્ય થાય

 

* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં પ્રગતિ થાય. સારી વિદ્યાસંસ્થા, વિદ્યા શાળા પ્રાપ્ત થાય.

 

સુપ્રભાતમ્

લાંબા વખત સુધી સેવા કરી રહેલ નોકર ગુનો કરે તો પણ તેના પર શંકા થતી નથી તે સ્વામીની અવગણના કરીને નિરંકુશ રીતે વર્તે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ધોબીને દબડાવતા લલ્લુ બોલ્યો, ''એક તો, મારું શર્ટ ખોય નાંખ્યું અને ઉપરથી પૈસા માંગી રહ્યો છે?''
''પણ સાહેબ'' ધોબીએ જવાબ આપ્યો, ''શર્ટ ધોઈને ઈસ્ત્રી કર્યા પછી ખોવાયેલું... એનું શું?''

[Top]
 

આજ ની રેસીપી

ગણેશપ્રિય મોદક-મીઠાઈ વેરાયટી

મોહનથાળી દીવડા

 

 

સામગ્રી ઃ બે કપ મોહનથાળનો લોટ, અડધો કપ માવો, એક કપ ઘી, પોણો કપ સાકર , થોડું કેસર, થોડો એલચી પાઉડર, બદામ-પિસ્તા ઝીણા સમારેલા.

 

રીત ઃ ઘી ગરમ કરી લોટને ધીમા તાપે શેકો. બદામી કલર થાય પછી માવો અને એલચી પાઉડર નાખી ફરી ત્રણ-ચાર મિનિટ શેકો. નીચે ઉતારી હલાવતાં રહો. સાકરમાં થોડું પાણી અને કેસર નાખી બે તાર ઉપરની ચાસણી બનાવો. શેકેલો લોટ તેમાં નાખી ખૂબ હલાવો. અડધા કલાક બાદ તેને દીવડાનો આકાર આપી અંદર બદામ-પિસ્તા ભરી આરતીની થાળીમાં સજાવીએ તેવી રીતે ગોઠવીને દુંદાળા દેવ સામે મૂકો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved