Last Update : 13-September-2012, Thursday

 

રાજદ્રોહનું સુરસુરિયું


'કીડી પર કટક' જેવો શબ્દપ્રયોગ યાદ આવે એવું કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીના કિસ્સામાં બન્યું. તેમણે દોરેલાં કાર્ટૂન સામે ગયા વર્ષે મુંબઇમાં કેસ દાખલ થયો હતો. આરોપોમાં રાષ્ટ્રિય પ્રતીકોના અપમાન જેવા ગુના ઉપરાંત રાજદ્રોહની ગંભીર કલમ (૧૨૪ એ) પણ લગાડવામાં આવી.
આરોપી કોઇ કાર્ટૂનિસ્ટને બદલે ખરેખરો રાજદ્રોહના ગુનાનો આરોપી હો ત તો સવાલ એ થાત કે એક વર્ષ સુધી રાજદ્રોહીને પોલીસે બહાર છૂટો ફરવા દીધો? રાજદ્રોહની કલમ કોઇ રેંજીપેંજી મામૂલી કલમ નથી અને એ ગુનો સીધોસાદો-સામાન્ય નથી. સ્ટેટ એટલે કે રાજ્ય (દેશ) સામે બેદિલી ફેલાવવી-લોકોમાં અસંતોષ પેદા કરવો, તેની સામે પડવું એવો તેનો અર્થ થાય છે. અમૂર્ત એવું સ્ટેટ એટલે વાસ્તવમાં અને ભૌતિક અર્થમાં સરકાર, પરંતુ સરકારદ્રોહ જેવો કોઇ ગુનો હોઇ શકતો નથી અને રાજ્યદ્રોહ ગંભીરતમ ગુનો છે. એક અર્થમાં તેને થોડી છૂટછાટ સાથે રાષ્ટ્રદ્રોહ પણ ગણાવી શકાય.
ભ્રષ્ટાચારવિરોધી આક્રોશને બહુ કળાત્મક નહીં પણ મુખર- ભદ્દી રીતે વાચા આપતાં કાર્ટૂનથી આખેઆખા સ્ટેટ સામે અસંતોષ અને ઉશ્કેરાટ શી રીતે ફેલાવી શકાય, એ સમજવું અઘરું છે. પરંતુ કોઇને 'ફીટ કરી દેવાની' મનોવૃત્તિ કામ કરતી હોય ત્યારે કલમની ઉપયુક્તતા- કથિત ગુના સાથે તેનો મેળ બેસે છે કે નહીં, એ ગૌણ બની જાય છે. ફરિયાદીના આશય સાથે એ કલમનો મેળ બેસી જાય એટલે ઘણું. આ કિસ્સામાં ફરિયાદ વ્યક્તિગત હતી અને તે મુંબઇના એક પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી, પરંતુ તેમાં કઇ કલમો લગાડવી એ દેખીતી રીતે જ ફરિયાદીનો વિષય નથી. રાજદ્રોહ જેવી આત્યંતિક કલમના મામલે તો નહીં જ. આ નિર્ણય પોલીસનો હતો અને ખરું જોતાં એ માત્ર પોલીસનો પણ ન હોઇ શકે. રાજકીય ઉપરીઓના આશીર્વાદ વિના કોઇ પોલીસ એક કાર્ટૂનિસ્ટનાં કાર્ટૂન સામે, પોતાની જવાબદારી પર, રાજદ્રોહની કલમ લગાડે એ બહુ માનવાજોગ નથી. સામાન્ય રીતે ભારતની પોલીસ તો લગાડવાજોગ કલમો લગાડવા માટે પણ જાણીતી નથી. સામાન્ય માણસને પોલીસ સ્ટેશનમાં જઇને સાદી ફરિયાદ નોંધાવવાનું કામ કપરું લાગતું હોય, તો કોઇ માણસ એમ જઇને પોલીસચોકીમાં રાજદ્રોહની ફરિયાદ નોંધાવી આવે એ ગળે ઉતરે એવું નથી.
ફરિયાદના એકાદ વર્ષ પછી કાર્ટૂનિસ્ટની ધરપકડ થતાં દેશભરમાંથી વિરોધવંટોળ જાગ્યો. તેમાંનો થોડો કોંગ્રેસવિરોધી ઉત્સાહીઓનો, થોડો સોશ્યલ મીડિયાબાજોનો અને થોડો રાજદ્રોહની કલમના દુરુપયોગ સામેનો બલ્કે એ કલમના અસ્તિત્ત્વ સામેનો હતો. સામેના પક્ષે કેટલાક કોંગ્રેસી ટેકેદારોએ કાર્ટૂનની ગુણવત્તા વિશે સવાલો ઉપસ્થિતિ કર્યા અને 'રાજદ્રોહની કલમ ખોટી હોય તો પણ આવાં કાર્ટૂન ચલાવી ન લેવાય'- એ પ્રકારની દલીલો કરી. કોંગ્રેસી ટેકેદારોને એક વાંધો એ પણ હતો કે આ કાર્ટૂનિસ્ટ અન્નાઝુંબેશના ટેકેદાર હતા અને તેમનાં કાર્ટૂનનો ઉપયોગ પણ અન્નાઆંદોલન દરમિયાન થયો હતો. આ ઘટના સાથે નજીકના ભૂતકાળમાં થયેલાં ડો.આંબેડકરના કાર્ટૂનવિવાદથી માંડીને કાર્ટૂન ફોરવર્ડ કરનારા પ્રોફેસર સામે મમતા બેનરજીએ લીધેલાં આકરાં પગલાં જેવા વિવાદને પણ તેની સાથે સાંકળી લેવાયા. સત્તાધીશોના પક્ષે વધી રહેલી અસહિષ્ણુતા પણ ચિંતાનો એક મુદ્દો બની.
પક્ષીય વફાદારીની બાદબાકી કરતાં, આખો મુદ્દો અંગ્રેજ આપખુદશાહીના જમાનાની કાયદાકીય જોગવાઇના દુરુપયોગનો હતો. કાર્ટૂનના ગમે તેવા ટીકાકાર કે કોંગ્રેસી માહિતી-પ્રસારણ મંત્રી અંબિકા સોની સુદ્ધાં રાજદ્રોહની કલમનો બચાવ કરી શકે એવી સ્થિતિમાં ન હતાં. વિરોધનું દબાણ વધતાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસે સલુકાઇથી આ વિવાદ સાથે છેડો ફાડવાનો અને રાજદ્રોહની કલમનો આળીયોગાળીયો સાથી પક્ષ એન.સી.પી. પર નાખવાનો પ્રયાસ પણ કર્યો. પોલીસ મૂંઝાઇ, કારણ કે લોકોના વિરોધ સામે રક્ષણ આપતું રાજકીય ઉપરીઓનું છત્ર રહ્યું ન હતું.
વડી અદાલતે કાર્ટૂનિસ્ટને જામીન આપ્યા, ત્યારે પહેલાં તેમનું વલણ રાજદ્રોહનો આરોપ પાછો ન ખેંચાય ત્યાં સુધી કસ્ટડીમાં જ રહેવાનું હતું, પરંતુ પછી તેમણે વિચાર બદલ્યો. રાજદ્રોહની કલમ નીકળી ગયા પછી રાષ્ટ્રિય પ્રતીકોના અપમાનનો ગુનો ઊભો રહે છે, પરંતુ આખા વિવાદની ધરી ગુલામીકાળની કુખ્યાત એવી રાજદ્રોહની કલમ બની રહી. ભૂતકાળમાં લોકમાન્ય ટિળક અને ગાંધીજી જેવા નેતાઓ સામે અંગ્રેજ સરકારે રાજદ્રોહની કલમ વીંઝી હતી અને બન્ને નેતાઓએ જાણે રાષ્ટ્રિય સન્માન મળ્યું હોય તેમ, એ કલમ હેઠળ થયેલી સજાઓનો સ્વીકાર કર્યો હતો. આઝાદીનાં ૬૫ વર્ષ પછી એક કાર્ટૂનિસ્ટ સામે એ જ કલમ લાગુ પાડવામાં નથી કાયદાનું ઔચિત્ય જળવાતું, નથી લોકશાહીની ગરીમા જળવાતી. વ્યાપક વિરોધને કારણે રાજદ્રોહના આરોપમાંથી હવા નીકળી ગઇ તે આવકાર્ય છે. સાથોસાથ, આવી જ જાગૃતિ કોઇ પણ પક્ષની સરકાર દ્વારા થતા કાયદાના દુરુપયોગ વખતે જોવા મળે, એવી અપેક્ષા પણ અસ્થાને નથી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved