Last Update : 13-September-2012, Thursday

 

૮ પ્રધાનો પાસે બેથી વધુ મંત્રાલયો
પ્રધાન મંડળમાં ફેરફારથી કાચુ ના કપાય તેનો કેન્દ્રને ડર

 

- રાહુલ ગાંધી પ્રધાન બનશે કે સંગઠનની જવાબદારી સંભાળશે તે અંગે વિચારણા

 

સોનિયા ગાંધી અમેરિકા ખાતે સારવાર લઈને પરત આવતાં જ કોંગ્રેસમાં કામગીરીની જુની ફાઇલો ખંખેરાઈ રહી છે. કોંગ્રેસનું પહેલું કામ પ્રધાનમંડળમાં ફેરફાર કરવાનું છે અને બીજું કામ સંગઠનના માળખામાં ફેરફાર કરવાનું છે. ૨૦૧૪ના લોકસભાના જંગને નજર સામે રાખીને કોંગ્રેસ ફેરફારો કરવા પ્રયાસો કરાશે. દિલ્હીના વર્તુળો માને છે કે કોંગ્રેસ ટૂંક સમયમાં ફેરફારો કરશે. કોલસા કૌભાંડમાં કોંગ્રેસની ઇમેજ ખરડાઈ છે. કોંગ્રેસનું પ્રથમ કામ આવા કૌભાંડી પ્રધાનોને દૂર કરીને નવા પ્રધાનો મૂકવાનું છે. યુપીએ કેન્દ્ર સરકારનું નેતૃત્ત્વ કરતી કોંગ્રેસ સામે પ્રધાન મંડળમાં ફેરફાર એ એક પ્રકારે મોટો પડકાર છે તો સંગઠનમાં ફેરફાર તેનાથી પણ મોટો પડકાર છે.
પ્રધાન મંડળમાં ફેરફારની ફાઈલ ઘણાં સમયથી યુપીએના ચૅરપર્સનના ટેબલ પર પડી છે. પી.ચિદમ્બરમને પ્રણવ મુખરજીની ખાલી જગ્યાએ મુકીને સરકારે નાણા ખાતું તો ભરી દીધું પણ તેમની જગ્યાએ ગૃહખાતાનો હવાલો સુશીલકુમાર શીંદેને સોંપીને કોંગ્રેસે સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતાં.
શરૃઆતમાં શીંદે ડામાડોળ સ્થિતિમાં હતા પરંતુ હવે બે મહિને તે ગૃહમંત્રાલયની સીરીયસનેસ સમજી ગયા છે. હવે તે ગૃહમંત્રાલયના અધિકારીઓને મળીને ખાતાની વિગતો મેળવીને માહિતગાર થઈ ગયા છે.કોંગ્રેસ પાસે ચહેરા ઘણાં છે પરંતુ પ્રધાનમંડળમાં ફેરફાર અંગે નિર્ણય લેવામાં તે ઢીલ કરે છે. કોંગ્રેસ સામે ડીએમકેના ભ્રષ્ટ સભ્યોની સમસ્યા ઊભી છે. દયાનીધી મારન અને એ.રાજાએ પ્રધાનપદાં છોડતા ડીએમકે તેમની જગ્યાએ બીજા બેને મુકવા માગે છે. ડીએમકેના બોસ કરૃણાનીધીએ તેમના બેનામ રજૂ કરી દીધા છે. ડીએમકેની ડીમાન્ડ છે કે સરકાર તરત પ્રધાન મંડળનું વિસ્તરણ કરે અને આ બંનેને સમાવે.
૨૦૧૪ના લોકસભાના જંગ પહેલાં ૧૧ જેટલા રાજ્યોમાં વિધાનસભાનો ચૂંટણી જંગ યોજાશે. જેમાં ગુજરાત અને દિલ્હી વિધાનસભા બંને કોંગ્રેસ માટે મહત્વના છે. કોંગ્રેસ ૨૦૧૪ના જગંને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવા ઇચ્છતી હતી પરંતુ કોલસા કૌભાંડે તેના સમીકરણો બદલી નાખ્યા હતાં.
કોલસા કૌભાંડે ખુદ કોલસા પ્રધાન શ્રી પ્રકાશ જયસ્વાલ સામે આક્ષેપો કર્યા છે અને સુબોધકાંત સહાય જેવાને પણ સાણસામાં પકડયા છે. કોંગ્રેસને જેમ આ પ્રધાનોનું ટેન્સન છે એમ સંગઠન સાથે સંકળાયેલાઓ પણ કોલસા કૌભાંડમાં સંડોવાયેલા જણાતા તેનું પણ ટેન્સન છે.
સરકારે વહેલી તકે પ્રધાન મંડળનું વિસ્તરણ કરવું જોઈએ કેમકે ૮ પ્રધાનો એવા છે કે જે બેથી વધુ મંત્રાલયો સંભાળે છે. કપિલ સિબ્બલ અને સલમાન ખુરશીદ જેવાઓનો પરફેક્ટ ઉપયોગ થઈ શકતો નથી. આ લોકોની ફરિયાદ ઑવર-બર્ડનની છે. આ બાબતે લોસ તો અંતે જે તે મંત્રાલયને જાય છે. કેમકે કોઈ કામ સમયસર થતા નથી અને મહત્વના નિર્ણયો ટલ્લે ચઢે છે.
જ્યારે જ્યારે પ્રધાનમંડળમાં ફેરફારની ફાઈલ ખંખેરાય છે ત્યારે ત્યારે રાહુલ ગાંધીના સમર્થકો મેદાનમાં આવી જાય છે. આ સમર્થકો રાહુલને મહત્વનો હોદ્દો મળે એમ ઇચ્છે છે. રાહુલ ગાંધીએ લોકસંપર્ક સાથેના મંત્રાલયમાં જોડાવવું જોઈએ. રાહુલ બ્રિગેડે તો ગ્રામ સુધારણા જેવું ખાતુ માડયું છે. જેના કારણે રાહુલ લોકોના સંપર્કમાં સીધા જ આવી શકે. જોકે રાહલુ બ્રિગેડ જેટલી ઉતાવળી છે એટલા ઉતાવળા રાહુલ ગાંધી નથી. રાહુલને પ્રધાનમંડળ અને સંગઠનની કામગીરી બેમાંથી પસંદગી કરવાની વાત કરાય તો તે સંગઠન પર વધુ ભાર મુકે છે. કેમકે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની હાર પાછળ નબળું સંગઠન જવાબદાર છે તેવું તે સમજી ચૂક્યા છે.
યુપીએ કેન્દ્ર સરકારની કમનસીબી એ છે કે તેની સામે કામ નહીં કરતી કેન્દ્ર સરકાર તરીકેનો આક્ષેપ છે. આ સરકારની નિર્ણય લેવાની શક્તિઓને પેરાલીસીસ થયો છે એવા આક્ષેપ પણ થઈ રહ્યા છે. પ્રધાન મંડળમાં ફેરફારમાં વડાપ્રધાન નહીં પણ સોનિયા ગાંધીની મનમાની ચાલશે એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે. જ્યારે પણ સરકાર કોઈ પગલાં ભરે છે ત્યારે તે વિપક્ષો માટે ટીકાનો મુદ્દો બને છે.
અહીં મહત્ત્વ એ પણ છે કે સરકારને વિરોધપક્ષની તાકાતનો અંદાજ ઠપ્પ-ચોમાસું સત્રથી આવી ગયો છે. એટલે જ સરકાર પ્રધાનમડંળના ફેરફારમાં કોઈ કાચુ ના કપાય તેનું ખાસ ધ્યાન રાખી રહી છે.
યુપીએ કેન્દ્ર સરકાર વધુમાં વધુ ૮૨ પ્રધાનો રાખી શકે છે પરંતુ હાલમાં તેની પાસે ૭૪ પ્રધાનો છે. તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજીએ પ્રધાનમંડળમાં ટીએમસી માટે વધુ બે બેઠક માગી છે. ડીએમકેના એક રાજ્યકક્ષાના પ્રધાન સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે અને તેમને કાઢવા પણ સરકાર મક્કમ બની છે.એક વાત નિશ્ચિત છે કે પ્રધાન મંડળમાં ફેરફાર કરવો આસાન હોત તો સરકારના ચેરપર્સન સોનિયા ગાંધીએ ક્યારનુંય ફેરફારનું પગલું લઈ લીધું હોત !! પરંતુ બધા સાથીપક્ષોને સાથે રાખીને ચાલવું અને તેમને સંતોષ આપવાનું સહેલું નથી.
પ્રધાનમંડળમાં ફેરફાર માટે તૈયારી કરી રહેલી સરકાર કોઈ ઉતાવળ કરશે તો વિપક્ષની ટીકાનો ભોગ બનશે અને ભ્રષ્ટ ચહેરા ચાલુ રાખશે તો પણ વિપક્ષ તેમને નહીં છોડે !! તેમ છતાં કોંગ્રેસ પીઢ અને અનુભવી છે. ટૂંક સમયમાં પ્રધાનમડળમાં ફેરફાર માટેના પત્તાં ચીપશે...

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 

 

 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved