Last Update : 13-September-2012, Thursday

 
સંસદ જો ચલાવવા દેવાની જ ન હોય તો સંસદનો ઉલાળીઓ કરીને લોકશાહીને આગ ચાંપો!
- ભાજપ સંસદ નહીં ચલાવવા દઈને આપણા જનતાના જ લોહી પરસેવાના અબજો રૃપિયા બરબાદ કરી રહી છે
- હાજરી પત્રકમાં સહી કરીને ભાજપનો દરેક સભ્ય રોજનું ભથ્થુ મેળવીને પોતાની રોટલી તો શેકી જ લે છે
- પંદરમી લોકસભાનો એક તૃતિયાંશ સમય ભાજપે બરબાદ કર્યો છે
- ટોળાશાહી કરવાથી શું વડાપ્રધાન રાજીનામુ આપી દે?

સી એ જી એટલે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના ખર્ચના હિસાબો ચકાસીને એના વિશે અહેવાલ આપવાનું એનું કામ.
જેમ ચૂટણીપંચ અથવા ન્યાયતંત્ર વગેરે બંધારણીય રીતે સરકારથી અલગ સ્વતંત્ર સંસ્થા છે એમ સીએજી પણ સ્વતંત્ર સંસ્થા છે.
એ જે અહેવાલ (રિપોર્ટ) આપે એને સંસદના બધા જ સભ્યોની બનેલી અને જેના પ્રમુખ વિરોધ પક્ષના નેતા હોય એ પબ્લિક એકાઉન્ટ્સ કમીટી, એ પછી કમીટી ઓન પબ્લીક અન્ડરટેકીંગ અને એસ્ટીમેટ કમીટી મોકલવામાં આવે છે.
આ બધી કમીટીમાં સંસદના બધા જ પક્ષોના સભ્યો હોય છે. તેઓ સીએજીના બધા જ પક્ષોના સભ્યો હોય છે. તેઓ સીએજીના રિપોર્ટ ઉપર ચર્ચા કરે છે અને રિપોર્ટના આધારે સરકારે શું પગલા લેવા એ વિશે સરકારને સૂચન કરે છે. સંસદમાં એની ચર્ચા થઈ શકે છે પણ સીએજીના રિપોર્ટને પડકારી શકાતો નથી કે રદ કરી શકાતો નથી.
સી એ જી સરકારને સલાહ નથી આપતી. એનું કામ સરકારના ખર્ચાના હિસાબોને ચકાસવાનું જ છે.
આ આખી પ્રક્રિયા સંપૂર્ણ લોકશાહીયુક્ત છે.
ભાજપ આ લોકશાહી પ્રક્રિયાને ખાળ્યા વિના ટોળાશાહી અપનાવીને જેને માટે આપણે એમને ચૂંટયા છે એ સંસદમાં ચર્ચા કરતી નથી કે કરવા દેતી નથી. એને કોંગ્રેસનો વિરોધ હોય તો સંસદ ત્યાગ (વોકઆઉટ) કરી શકે છે પણ સંસદ ચાલવા નહીં દઈને આપણા જનતાના લોહી પરસેવાના અબજો રૃપિયા આ રીતે વેડફી દેવા માટે આપણે એને નથી ચૂંટયા. કોંગ્રેસની એને શું કે કોઈને નથી પડી પણ જનતાના રૃપિયાની તો એને પડી હોવી જોઈએ ને?
વળી ભાજપની બેશરમી, દાદાગીરી તો જુઓ! (ઢીલી કોંગ્રેસ અને ઢીલા મનમોહનસિંહના કારણે ભાજપની દાદાગીરી વધી છે) એ છડેચોક કહે છે કે, ''અમે સંસદ ચલાવવા નહીં દઈએ.''
અને મનમોહનસિંહ તથા કોંગ્રેસની ઢીલાશના ભાજપે દેકારા પડકારા કરીને સંસદ નવ નવ દિવસ સુધી ચાલવા ન દીધી તે ન જ દીધી.
જો કે આ વખતે સીએજીનો કોલસા કૌભાંડનો રિપોર્ટ છે અને એ રિપોર્ટના આધારે વડાપ્રધાન મનમોહનસિંહ રાજીનામુ આપે એવી એની માંગણી હતી પણ માનો કે કોલસા કૌભાંડનો આ રિપોર્ટ ન હોત તો પણ સંસદ ચલાવવા નહીં દેવાની ભાજપે બિનલોકશાહી નીતિ અપનાવેલી જ હતી.
સંસદનું જે એક માત્ર મુખ્ય કામ છે અને જેના માટે આપણે ચૂંટણીઓ કરાવીને અબજો રૃપિયા જનતાના વાપરીએ છીએ એ દેશની સવા અબજ જનતાના વિકાસ પ્રગતિ, સમૃધ્ધિ માટે કાયદાઓ ઘડવાનું મુખ્ય કામ છે. ભાજપે જો એ સંસદ ચલાવવા નહીં દેવાની નીતિ જ અપનાવી હોય તો જનતાને એમાં શો લાભ? ભાજપને જે કહેવું હોય એ સંસદ ચલાવવા દઈને સંસદમાં કહી શકે છે.
જ્યારે સંસદની બહાર નીકળીને ભાજપ મીડીયાના કેમેરાઓ સમક્ષ એ જ વાત કહે છે તો... સંસદ ચલાવવા દઈને સંસદમાં કહેવામાં એને વાંધો ન હોવો જોઈએ પણ ભાજપની દાનત જ સંસદ ચલાવવા નહીં દેવાની છે.
આવા જે ઠરાવો (વિધેયકો) પસાર થયા વિના પેન્ડીંગ પડયા છે એ લગભગ ૧૦૦ જેટલા છે જેમાં કેટલાક તો વીસ વીસ વર્ષ જૂના છે. પણ ભાજપે મીડીયા સમક્ષ જઈને પોતાની વાત કરવી છે પરંતુ સંસદમાં નથી કરવી સંસદમાં તો ભાજપે દેકારા-પડકારા કરવા છે! આ કેવી નીતિ? આ કેવો ન્યાય? કે પછી ભાજપ અનીતિ અને અન્યાય કરવામાં જ માને છે?
આ ૧૦૦ જેટલા ઠરાવ કોઈપણ સંજોગોમાં આ લોકસભામાં પસાર થઈ શકે તેમ નથી કારણ કે આ લોકસભાનો સમય હવે બે વર્ષનો જ છે. એમાં ભાજપની બિનલોકશાહી નીતિ! સંસદ કોઈ ઠરાવ બીલ વિધેયક પસાર ન કરી શકે તો દેશ કઈ રીતે આગળ વધશે? પછી આ જ ભાજપ કહેશે કે સરકાર કોઈ જનતાલક્ષી કામ નથી કરતી. આમ બીલ પાસ ન થાય તો આપણા દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થાય તેમ છે.
ભાજપની આ નીતિના કારણે અગાઉની લોકસભાની સ્થિતિ જોઈએ તો... ૯મી લોકસભા એટલે ૧૯૮૯ થી ૧૯૯૧ ચાલેલી લોકસભા બે વડાપ્રધાન બદલાયેલા વી.પી. સિંહ અને ચન્દ્રશેખર તો પણ સંસદનું કામકાજ બરોબર ચાલેલું. (કારણ કે ત્યારે ભાજપના નેતા અટલ બિહારી બાજપેયી હતા જ્યારે અત્યારે વડાપ્રધાન બની શકવાનો અભરખો લઈને જીવી રહેલા અડવાણી નેતા છે.) ઉલટાનું લોકસભા માટે નક્કી કરેલા ૬૫૪ કલાકના બદલે ૫૪ કલાક ચાલેલી. એ દરમ્યાન ૬૩ બીલ ઠરાવ વિધેયક પાસ થયેલા.
એ પછી ૧૧મી લોકસભા ઓછી ચાલી. વળી એ દરમ્યાન ત્રણ વડાપ્રધાન થયા. અટલ બિહારી બાજપેયી, દેવગૌડા અને આઈ.કે. ગુજરાલ તો પણ લોકસભાનું કામકાજ બરોબર થયેલું. ભાજપ અત્યારે કરે છે એવા દેકારા-પડકારા જરાપણ નહોતા. (આ લોકસભા માટે કુલ ૭૫૦ કલાકનો સમય નક્કી થયેલો પણ એના બદલે ૮૧૩ કલાક ચાલેલી. ૧૨મી લોકસભામાં બાજપેયી બીજી વાર વડાપ્રધાન થયા પણ એમની સરકાર ફક્ત ૧૩ જ મહિના ચાલી તો પણ સંસદનું કામકાજ થતું રહેલું.
જો કે સંસદમાં થોડાક પ્રમાણમાં દેકારા પડકારા થતા હતા પણ ઓછા. દા.ત. ૧૧મી લોકસભામાં ૫ ટકા, ૧૨મીમાં ૧૦ ટકા, ૧૩મીમાં ૧૯ ટકા અને ૧૪મી માં સમયની બરબાદી એકદમ ૧૦૦ ટકા વધીને ૩૮ ટકા થયેલી.
ભાજપ સંસદમાં ચર્ચા કરવાથી કેમ ભાગે છે અથવા કેમ ડરે છે એ એક સવાલ છે. અને એ મીડીયામાં ચર્ચાઓ થાય એમાં ભાગ લે છે. એમાં પણ એને બોલવાનું આવે ત્યારે બોલવાની બીજાને તક આપ્યા વિના બોલ બોલ કરે છે.
બાકી સંસદ એણે ચાલવા દીધી હોત તથા પોતાની વાત સંસદમાં કહી હોત તો જનતાની એ સહાનુભૂતિ પણ મેળવી શક્યો હોત. કોલસા કૌભાંડ થયું છે એ સાચું. હવે એમાં ખરેખર વાંક કોનો છો એ જ નક્કી કરવાનું રહે છે. રાજ્યોનો કે કેન્દ્ર સરકારનો?
બાકી જોવામાં આવે તો, ૨૦૦૪માં કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે જૂન ૨૦૦૪માં કોલસાની ખાણોની વહેંચણી હરરાજીથી કરવા માટે કાયદો કરવાનું નક્કી કરેલું. એ પહેલાં ભાજપની સરકાર હતી પણ ત્યારે હરરાજી વિના કોલસાની ખાણોની વહેંચણી કરવામાં આવતી હતી.
એ વખતે કેગે પણ ભાજપની ટીકા નહીં કરેલી! (કેમ? કેગ અને ભાજપ મળેલા હશે?)
કાયદા મંત્રાલયે કોલસા મંત્રાલયને પહેલાં એટલે ૨૦૦૬ના ૨૮ જુલાઈએ એવી સલાહ આપેલી કે સરકાર કોલસાની ખાણોની હરરાજી કરાવી શકે છે પરંતુ પછી કાયદા મંત્રાલયે ૨૦૦૬ના જ ૩૦ ઓગસ્ટે એટલે મહિના પછી પોતાની એ સલાહ બદલીને સરકારને એવી સલાહ આપી કે પહેલાં કાયદામાં સુધારો કરો.
સીએજી (કેગ) પેલી પહેલી સલાહને ગણીને એવું કહે છે કે, સરકારે કાયદામાં સુધારો કરવા સંસદમાં ગયા વિના સીધી હરરાજી જ કરવાની જરૃર હતી.
હવે સવાલ એ છે કે, કેગને બંધારણે જ હક્કો અને જવાબદારી આપી છે એ છોડીને કેગ સરકારને નીતિ અંગે કઈ રીતે સલાહ આપી શકે?
સંસદમાં કાયદો પસાર કરાવ્યા વિના સીધો કાયદાનો ફેરફાર સીધેસીધો સરકાર અમલી બનાવે તો એ ગેરબંધારણીય ન કહેવાય? કેગ કે બીજું કોઈ આવી ગેરબંધારણીય સલાહ આપી શકે નહીં. (ભાજપ જેવો પક્ષ હોય તો વડાપ્રધાનના રાજીનામાની ગેરબંધારણીય માંગ કરીને સંસદ ચાલવા નહીં દેવાનું ગેરબંધારણીય કૃત્ય પણ કરે.)
કેગ ઉપર શંકા ન કરાય પણ કેગના સ્ટાફ ઉપર તો શંકા થઇ શકે છે. માન ખુરશીને છે, ખુરશી ઉપર બેસનારને નહીં. કેગને કે બીજી કોઇ એજન્સીને આપણા બંધારણે સ્વતંત્ર દરજ્જો આપ્યો છે એ બરોબર પણ એ દરજ્જાનો ગેરઉપયોગ કરનાર તરફ આંગળી ચીંધી શકાય છે. (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એટલે જ ગુરૃસ્થાને ભગવા ધ્વજને રાખ્યો છે... સર સંઘચાલકને નહીં કારણ કે માણસનો સ્વભાવ છે... માણસ ક્યારે બદલા જાય એ કહી શકાય નહીં.)
એટલે અત્યારના કેગના વડાએ કોલસાની ખાણોનો હિસાબ સંપૂર્ણ ન થયો હતો એ પહેલાં અડધા અહેવાલે કોલસા કૌભાંડ ખુલ્લું કરીને બે મહિના અગાઉ ફાટાકડો ફોડયો હતો અને પછી સંપૂર્ણ અહેવાલ આપીને બોમ્બ ફોડયો. આનો અર્થ એ થયો કે કેગના વડાનો ઇરાદો સરકારને બદનામ કરવાનો હતો જેનો લાભ ભાજપ સંસદમાં દેકારા પડકારા કરીને સંસદનું કામકાજ જ થવા ન દીધું.
પછી ભાજપે કોલસાની ખાણોના કોન્ટ્રાકટ રદ કરવાની અને નવેસરથી હરરાજી વગેરે પ્રક્રિયા કરવાની માંગણી કરી. જે શકય એટલા માટે ન બને કે.. જયાં સુધી નવો કાયદો ન થાય ત્યાં સુધી હરાજી ન થઇ શકે અને હરરાજી ન થાય એટલે કોલસાની ખાણોનું કામકાજ બંધ થાય અને કોલસાની મહેસુલી આવક બંધ થાય તેમજ કોલસાના કારણે મળતી વિજળી બંધ થાય. ટૂંકમાં, હેરાનગતિ જનતાને જ થાય.
એ કરતાં ભાજપ એવી માંગ કરે કે હરરાજીથી કોલસાની ખાણો વહેંચવાનો કાયદો કરો... તો સીધી વાત થઇ કહેવાય.
પણ ભાજપને એવી સીધી વાત કરવી જ નથી હોતી. એની તો દાનત સંસદનું કામકાજ થંભાવી દેવાની જ હોય છે. એટલે જે શક્ય જ ન બને એવી માંગણી કે... વડાપ્રધાન મનમોહન સિંહ રાજીનામુ આપે એવી શરૃ કરી જેથી લોકસભા રાજયસભા (સંસદ)નું કામકાજ આખું સત્ર થઈ શકે નહીં.
આમ છતાં કોંગ્રેસ સરકારે... માથે મેલું ઉપાડનારની પ્રથા બંધ કરવાનો અને એમને રહેઠાણ આપવાનું બીલ, ભારતીય ધોરીમાર્ગ અંગેનું બીલ જેવા પાંચ ઠરાવ પસાર કર્યા.
બીજી બાજુ, સંસદ સભ્યોને આપણે ચૂંટણીમાં આપણા અબજો રૃપિયાના ખર્ચે પછી સંસદમાં મોકલીએ છીએ પણ ત્યાં ભથ્થુ, પગાર, મફતમાં મળતી સગવડો અને પેન્શન વગેરે મેળવવા સિવાય કોઇને રસ નથી. દા. ત. લોકસભા ચાલતી હોય ત્યારે પણ દા.ત. કોઇ ઠરાવ રજૂ થાય ત્યારે ચર્ચા કરવામાં કોઇને રસ નથી. ત્યારે હાજરી જ નથી હોતી. ટી.વી. પર જોઇ શકાય છે કે માંડ ૨૫-૫૦ હાજર રહ્યા હોય એવું દેખાય. બજેટ જેવા ઠરાવમાં અગાઉ દિવસો સુધી ચર્ચા ચાલતી જે હવે એકાદ કલાકમાં પસાર થઇ જાય છે. વળી સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી જેવા સેંકડો સભ્યો છે કે જેઓ કદી સંસદમાં બોલ્યા જ ન હોય !
આવું જો છે તો સંસદ શા માટે ચલાવવી જોઈએ ? સંસદનો ઉલાળીયો કરી નાંખો ! અમારા જનતા ઉપરનો ખર્વો રૃપિયાનો ખર્ચ બચશે. લોકશાહીને પણ આગ ચાંપો ! (અપૂર્ણ)
- ગુણવંત છો. શાહ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved