Last Update : 13-September-2012, Thursday

 
દિલ્હીની વાત
 

ન્યાયતંત્ર અને સરકાર સામસામે
ન્યાયમૂર્તિઓ દ્વારા પ્રાઇવેટ વિદેશ પ્રવાસના મુદ્દે ન્યાયતંત્ર અને સરકાર સામસામા શિંગડા ભરાવી રહી છે. પાયાનો પ્રશ્ન એ છે કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓએ પ્રાઇવેટ વિદેશ પ્રવાસ કરતી વખતે શું સરકારની મંજૂરી લેવી જરૃરી હોય છે? ન્યાયમૂર્તિઓ દ્વારા પ્રાઇવેટ વિદેશ પ્રવાસ અંગેની ગાઈડ લાઈન્સ દિલ્હી હાઈકોર્ટના એક ઓર્ડર બાબતે કાયદા મંત્રાલયે લખતા વિવાદ થયો છે.
ગડકરીની રાહ જોવાય છે
ભાજપના પ્રમુખ નીતીન ગડકરી તેમના કુટુંબ સાથે છેલ્લા બે અઠવાડીયાથી કેનેડામાં છે તે દરમ્યાન સંસદનું ચોમાસુ સત્ર ધોવાઇ ગયું અને કોલસા કૌભાંડનો વિવાદ સર્જાયો હતો. ગડકરીની ગેરહાજરી દરમ્યાન તેમના બિઝનેસ પાર્ટનર અજય સંચેતીના અહેવાલો રાજકારણમાં ચગ્યા હતા. ભાજપે કૉલગેટના મુદ્દે કોંગ્રેસને સાણસામાં લીધી હતી તો ગડકરી હવે પાછા ફરશે ત્યારે કોંગ્રેસ પણ તેમને ભીંસમાં લેવાના પ્રયાસ કરશે. જ્યારે તેમનો પક્ષ કૉલગેટ અંગે કોંગ્રેસને ટાર્ગેટ કરે છે ત્યારે ગડકરી કોંગ્રેસનો સામનો કેવી રીતે કરે છે તે જોવાનું રહ્યું.
અણ્ણાની સમસ્યા
અણ્ણા હઝારેએ ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનવાળાઓને (IAC) પૂછ્યું છે કે નવો પક્ષ આપણે રચીએ તેની તરફેણમાં પ્રજા છે કે નહીં તે શોધો. હકીકત તો એ છે કે આઈએસીના મોટાભાગના કાર્યકરો એમ માને છે કે અણ્ણા હજારેએ રાજકીય પક્ષ ના રચવો જોઇએ. આ મુદ્દાની અસર એ પડી છે કે ભૂતપૂર્વ આઈપીએસ ઓફિસર કિરણ બેદી મજબૂત થયા છે અને અરવિંદ કેજરીવાલ ઢીલા પડયા છે. કેજરીવાલનો વિરોધ કરી રહેલા કિરણ બેદી ભાવિ ડેવલપમેન્ટ પર નજર રાખી રહ્યા છે.
દર્ડા બ્રધર્સ સાણસામાં
મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન રાજેન્દ્ર દર્ડા અને તેમના રાજ્યસભાના સાંસદ અને સમાચાર ગૂ્રપના બોસ વિજય દર્ડાના માથે રાજીનામાની તલવાર ઝળુંબી રહી છે. જોકે કપિલ સિબ્બલે કહ્યું છે કે હજુ તો માત્ર એફઆઇઆર દાખલ થઇ છે માટે રાજીનામું આપવાની જરૃર નથી. ત્રણ દર્ડા રાજેન્દ્ર, વિજય અને વિજયનો પુત્ર દેવેન્દ્ર સાણસામાં છે. નાગપુર સ્થિત અભિજીત ગૃપના મનોજ જયસ્વાલ પણ તેમની સાથે છે. સૂત્રોએ જણાવ્યું છે કે સીબીઆઇએ દેવેન્દ્ર અને મનોજને મેઇન ઓપરેટર તરીકે ઓળખી કાઢ્યા છે. આ લોકો પાસે કૉલ બ્લોક્સ હતા.
એવું પણ માનવામાં આવે છે કે વીરાની આયર્ન અને ન્યુ ભારત સ્ટીલ જેવી કંપની માત્ર કૉલ બ્લોક મેળવવા રાતોરાત ઊભી કરાઇ હતી.
દિલ્હી યુનિવર્સિટીની ચૂંટણીઓમાં કૉલગેટ મુદ્દો
દિલ્હી યુનિવર્સિટીની ચૂંટણીઓમાં સામાન્ય રીતે રાષ્ટ્રીય મુદ્દા ચમકતા નથી. પરંતુ આ વખતે યુનિવર્સિટીની ચૂંટણીઓમાં કોલસા કૌભાંડ ચમકી રહ્યું છે. એનએસયુઆઇ (કોંગ્રેસ) અને એબીવીપી (ભાજપ)ના ઉમેદવારો કોલસા કૌભાંડોના આક્ષેપોમાં વ્યસ્ત છે. એનએસયુઆઈના ઉમેદવારો કહે છે કે કોલસા કૌભાંડ પાછળ ભાજપના નેતાઓ જવાબદાર છે જ્યારે એબીવીપીના ઉમેદવાર કહે છે કે કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકારે કોલસા કૌભાંડમાં લૂંટ ચલાવી છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved