Last Update : 13-September-2012, Thursday

 
 

ધોનીની કેપ્ટન્સી હેઠળની ટીમ ૨૦૦૭ની સફળતાનું પુનરાવર્તન કરવા આતુર
ભારતીય ટીમ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમવા માટે શ્રીલંકા પહોંચી

ભારતનો પ્રથમ મુકાબલો ૧૯મીએ અફઘાનિસ્તાન સામે થશે

યુવરાજ, કોહલી સહિતના યુવા સ્ટાર્સ સાથેની ભારતીય ટીમ ફેવરીટ

કોલંબો,તા.૧૨
ક્રિકેટના સૌથી લોકપ્રિય ફોર્મેટ- ટ્વેન્ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બનવાના આત્મવિશ્વાસ સાથે ભારતીય ક્રિકેટ ટીમનું આજે શ્રીલંકામાં આગમન થયું હતુ. શ્રીલંકામાં ૧૮મીથી આઇસીસીનો ચોથો ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ યોજાવા જઇ રહ્યો છે, જેમાં ધોનીની કેપ્ટન્સી હેઠળની ભારતની યુવા બ્રિગેડ વર્ષ ૨૦૦૭માં મેળવેલી ઐતિહાસિક સફળતાનું પુનરાવર્તન કરવાના ઇરાદા સાથે રમવા ઉતરશે. ૨૦૦૭માં સાઉથ આફ્રિકાની ધરતી પર યોજાયેલા સૌપ્રથમ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતે ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો હતો. ભારતે ગત વર્ષે આઇસીસીનો વન ડે વર્લ્ડ કપ જીતી લીધો હતો, હવે તેઓ ટ્વેન્ટી-૨૦માં પણ વર્લ્ડ ચેમ્પિયન બનીને બેવડી સફળતા મેળવવા માટે ઉત્સુક છે.
ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ ૧૮મી સપ્ટેમ્બરે શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેના મુકાબલાથી થશે. જ્યારે ભારત તેનો પ્રથમ મુકાબલો બીજા દિવસે એટલે કે ૧૯મી સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે રમશે. ભારતને ગુ્રપ એમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં અફઘાનિસ્તાન ઉપરાંત ગત વર્લ્ડ કપનું ચેમ્પિયન ઈંગ્લેન્ડ પણ છે. આઇસીસીએ કુલ ૧૨ ટીમોને ત્રણ-ત્રણના ચાર ગુ્રપમાં વહેંચી દીધી છે, જેમાંથી ટોચની બે ટીમો આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવશે. આઠ ટીમોને ચાર-ચારના બે ગુ્રપમાં વહેંચવામાં આવશે અને તેમની વચ્ચે લીગ મેચ રમાશે. લીગ મેચોના અંતે બંને ગુ્રપમાં ટોચના બે સ્થાન મેળવનારી ટીમો સેમિ ફાઇનલમાં ટકરાશે અને ત્યાર બાદ ૭મી ઓક્ટોબરે કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં ફાઇનલ રમાશે.
ભારતીય ટીમનો મુખ્ય મદાર વિસ્ફોટક ઓપનીંગ જોડી સેહવાગ અને ગંભીર પર રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ગૌરવ અપાવનારા દિલ્હીના બંને ખેલાડીઓ હજુ ફોર્મ દેખાડી શક્યા નથી. જો કે કેપ્ટનને આશા છે કે, જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ તેમ તેઓ પોતાની આગવ લય મેળવી લેશે. કેન્સર સામેની લડાઇમાં વિજય મેળવ્યા બાદ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ પણ પુનરાગમનકરી રહ્યો છે. આ ઉપરાંત મીડલ ઓર્ડરના ભારતીય બેટ્સમેનો જેવા કે કોહલી, રૈના, રોહિત શર્મા પણ એકલા હાથે બાજી પલ્ટી નાંખવા માટે સક્ષમ મનાય છે.
શ્રીલંકાની પીચો મોટાભાગે ભારત જેવી જ રહેશે,જેના કારણે રનના જંગી સ્કોરની સાથે સાથે સ્પિનરોની કમાલ જોવા મળશે .ભારતીય ટીમનું ફાસ્ટ બોલિંગ આક્રમણ ઝહીર, ડિન્ડા, બાલાજી અને ઇરફાન પઠાણ સંભાળશે. શ્રીલંકાની પરિસ્થિતીને જોતા ભારતે અશ્વિનની સાથે સાથે હરભજન અને ચાવલા એમ ત્રણ સ્પિનરોને ટીમમાં સામેલ કર્યા છે. ભારત પાસે યુવા અને અનુભવી ખેલાડીઓનું જોરદાર કોમ્બીનેશન છે અને તેઓ ગમે તે ટીમ સામે વિજય મેળવવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે ટાઇટલ જીતવા માટે ફેવરીટ કહી શકાય તેમ છે.
તાજેતરમાં ભારતે ઘરઆંગણે ન્યુઝીલેન્ડને ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ કર્યો હતો. જો કે ત્યાર બાદ રમાયેલી બે ટી-૨૦ની શ્રેણીમાં ભારતનો ૧-૦થી પરાજય થયો હતો. પ્રથમ ટ્વેન્ટી-૨૦ વરસાદને કારણે ધોવાઇ ગઈ હતી. જ્યારે બીજી ટ્વેન્ટી-૨૦માં ભારે રોમાંચક મુકાબલા બાદ ન્યુઝીલેન્ડે ભારતને એક રનથી હાર આપી હતી. જો કે ભારતીય ટીમ માટે આ મુકાબલો બરોબરીનો રહ્યો હતો.
ભારતીય ટીમ ઃ ધોની (કેપ્ટન), સેહવાગ, ગંભીર, કોહલી, રૈના, રોહિત શર્મા, યુવરાજ સિંઘ, મનોજ તિવારી, ઝહીર ખાન, ડિન્ડા, એલ.બાલાજી, ઇરફાન પઠાણ, અશ્વિન, હરભજન, ચાવલા.

ભારતની ગુ્રપ મેચો
તારીખ હરિફ સ્થળ
સપ્ટેમ્બર - -
૧૯ અફઘાનિસ્તાન કોેલંબો
૨૩ ઈંગ્લેન્ડ કોલંબો
બંને મેચો
સાંજે ૭.૩૦થી શરૃ થશે.

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતનો દેખાવ
૨૦૦૭ ઃ વર્લ્ડ ચેમ્પિયન
૨૦૦૯ ઃ સુપર-૮માંથી બહાર
૨૦૧૦ ઃ સુપર-૮માંથી બહાર

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved