Last Update : 13-September-2012, Thursday

 

વંદે માતરમ્ ગાવાનો ઇનકાર કરનારા સામે દેશદ્રોહનો ગુનો નોંધ્યો ?
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો

ભત્રીજા રાજ ઠાકરેએ સમર્થન આપ્યા પછી કાકા આગળ આવ્યા
(પી.ટી.આઇ.) મુંબઇ તા.૧૨
દેશદ્રોહનો આરોપ થોપીને પકડવામાં આવેલા કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને મનસે નેતા રાજ ઠાકરેએ ટેકો આપ્યા પછી તરત જ શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેએ પણ સમર્થન વ્યકત કર્યું હતું. ઠાકરેએ દેશદ્રોહના કાનૂનનો વિરોધ કર્યો હતો.
શિવસેનાના મુખપત્ર 'સામના'માં બાળ ઠાકરેએ લખ્યું હતું કે સંસદની સ્થિતિ કથળેલી છે એ કાર્ટૂનમાં દેખાડવા બદલ અસીમ ત્રિવેદી ઉપર સરકારે દેશદ્રોહનો આરોપ મૂક્યો હતો. અસીમે રાષ્ટ્રચિહ્નનું અપમાન કર્યું હતું, પણ આને માટે તેને દેશદ્રોહી ગણાવીને જેલમાં ધકેલી દેવાનું પગલું વ્યાજબી ન ગણાય.
ઠાકરેએ ધારદાર ટકોર કરી હતી કે અફઝલ ગુરુ અત્યારે તિહાર જેલમાં જલસા કરે છે, સરકાર અફઝલ અને અસીમ બંનેને દેશદ્રોહી ગણાવી એક લાકડીએ કઇ રીતે હાંકી શકે ? આ દેશદ્રોહનો કાયદો પરતંત્ર ભારતમાં બ્રિટિશરો લાવ્યા હતા. બ્રિટને પોતાના બંધારણમાંથી આ કાનૂન રદ કર્યો છે, પરંતુ આપણાં રાજ્ય બંધારણમાં હજુ દેશદ્રોહની કલમ હટાવવામાં નથી આવી. સરકારે જાહેર કરવું જોઇએ કે વંદે માતરમ્ ગાવાનો ઇનકાર કરનારા કેટલા લોકો ઉપર દેશદ્રોહનો આરોપ મૂકાયો છે ?
ઠાકરેએ કહ્યું હતું કે શાહરૃખખાન જેવાં લોકો સામે પોલીસ સમ ખાવા પૂરતો રાષ્ટધ્વજના અપમાનનો ગુનો નોંધે છે. પરંતુ આમાંથી કોઇની ઉપર દેશદ્રોહનો આરોપ મૂકાયો હોય અથવા તો રાષ્ટ્રચિહ્નનું અપમાન કરવાને લગતો ગુનો નોંધાયો હોય એવો કોઇ રેકોર્ડ મળતો નથી.
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેએ પણ કાર્ટૂનિસ્ટ તરીકે કારકિર્દી શરૃ કરી હતી અને પછી શિવસેનાની સ્થાપના કરી હતી. તેમના ભત્રીજા અને મનસે નેતા રાજ ઠાકરે પણ સારા કાર્ટૂનિસ્ટ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved