Last Update : 13-September-2012, Thursday

 
એક દેશવ્યાપી અભ્યાસનું તારણ
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે

કેન્સર અથવા ડેંગ્યુથી પીડાતા દર્દીને પણ સેપ્સિસ થવાનું જોખમ તોળાતું રહે છે

મુંબઈ,તા.૧૨
એઈડ્સ અને કેન્સરમાં મળીને જેટલા મૃત્યુ થાય છે એના કરતા ભારતમાં રોજ સેપ્સિસ (ચામડી પરના ગડગુમડનો સડો)થી વધુ લોકો મૃત્યુ પામે છે એમ એક રાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ અભ્યાસ બે વરસ સુધી ચાલ્યો હતો.
દેશભરના ૧૨૪ ઈન્ટેન્સિવ કેર યુનિટ્સ (આઈસીયુ)માં ફરજ બજાવતા ડોક્ટરો દ્વારા કરાયેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે ૨૬ ટકા દર્દીઓને તીવ્ર સેપ્સિસ થયો હતો. આ રોગમાં બેક્ટીરિયા કે બીજા ઈન્ફેક્શન લાવતા કીટાણુઓ સામે શરીરમાં મોટા પાયે પ્રતિક્રિયા વિકસે છે અને એ દર્દીના શરીરમાં ગંભીર સ્થિતિ સર્જી શકે છે.
આ સ્થિતિમાં જો વહેલાસર સેપ્સિસને ઓળખી લઈ એની તાકીદે સારવાર ન કરાય તો શરીરનો અવળો પ્રતિસાદ એના પોતાના ટિસ્યુઝ અને અંગોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. વળી, એને પગલે શોક લાગવાથી અને બહુવિધ અવયવો કામ કરતા બંધ થઈ જવાથી દર્દી મૃત્યુ પામે છે.
ભારતમાં, સેપ્સિસનો શિકાર બનતા એક તૃતીયાંશથી અડધો દિવસોમાં મરણ પામે છે. હકીકતમાં, દર કલાકે દેશમાં આસરે ૩૬ જણ સેપ્સિસથી મૃત્યુ પામે છે. આખા વિશ્વમાં દર વરસે સેપ્સિસના અંદાજે ૧ કરોડ ૮૦ લાખ ગંભીર કેસ નોંધાય છે.
અભ્યાસમાં દેશના ૧૭ રાજ્યોને આવરી લેવાયા હતા. અભ્યાસના પ્રાથમિક તારણોમાં એવું એવું જાણવા મળ્યું હતું કે સેપ્સિસથી પીડાતા દર્દીઓમાં મૃત્યુનો દર ૪૨.૪ ટકા જેટલો ઉંચો હોય છે.
જે ૪૨૦૯ દર્દીઓનો અભ્યાસ કરાયો હતો એમના ઉપરાંત બીજા ૪૦ ટકા દર્દીઓ ઈન્ફેક્શન્સથી પીડાતા જણાયા હતા. આ ઈન્ફેક્શન્સ પણ સેપ્સિસ તરફ દોરી જાય છે.
પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર અને એચઆઈવી/ એઈડ્સથી મળીને જેટલા મૃત્યુ થાય છે. એના કરતા એકલા સપ્સિસથી વધુ મૃત્યુ થાય છે. 'લોકોને કેન્સર, હૃદય રોગો જેવા મોટા પ્રાણઘાતક રોગોની જાણ છે. પરંતુ સેપ્સિસ વિશે બિલ્કુલ જાગૃતિ નથી. જ્યારે રોગોમાં મળીને જેટલા મૃત્યુ થાય છે, એનાથી પણ વધુ મોત થાય છે.' એવી માહિતી તાતા હોસ્પિટલના ડૉ. જિગ્ગીષુ દિવટિયાએ આપી હતી.
તબીબી નિષ્ણાતોના જણાવવા મુજબ બીજી બિમારીઓના દર્દીઓને સેપ્સિસ થઈ શકે છે. દાખલા તરીકે, કેન્સરથી પીડાતા દર્દીને ઈન્ફેક્શન લાગે તો એ વકરીને સેપ્સિસ તરફ દોરી જાય છે. એ જ રીતે, ડેન્ગ્યુ કે વાઈરલ ફિવરથી પીડાતા રોગીને પણ સેપ્સિસ થઈ શકે છે. બીજું, અકસ્માતોમાં થયેલી ઈજાઓ પણ સેપ્સિસ માટે કારણભૂત બની શકે છે. ૨૬/૧૧ના મુંબઈ પરના આતંકવાદી હુમલામાંથી ઉગરી ગયેલી ૩૮ વરસની ઝરણાં નારંગ સાથે આવુ જ બન્યું હતું.
નારંગને ત્રાસવાદી હુમલા વખતે તાજ હોટલમાં ચાર ગોળીઓ વાગી હતી. એને આઠ મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડયું હતું, જે દરમ્યાન એના ઘાને કારણે સેપ્સિસ થઈ ગયું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved