Last Update : 13-September-2012, Thursday

 

આ તે કયા પ્રકારનો ન્યાય છે ?
રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

ગટર અને મેનહોલના કામના દાવા કરી ખોટા બિલો દ્વારા ભ્રષ્ટાચાર આદર્યાની તપાસ હજુ ચાલું છે !

 

મુંબઇ તા.૧૨
મહાપાલિકા સાથે ૯૬ કરોડ રૃપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે તેવા ૩૨માંથી ૨૬ કોન્ટ્રેકટરને મહાપાલિકાએ નિર્દોષ જાહેર કર્યા છે. આ છેતરપિંડીની તપાસ પણ હજુ એન્ટી-કરપ્શન બ્યુરો (એ.સી.બી.) એ પૂરી નથી કરી ત્યાં મહાપાલિકાએ તેમને નિર્દોષ હોવાનું પ્રમાણપત્ર આપી દીધું છે.
વર્ષ ૨૦૦૬થી ૨૦૦૯ વચ્ચે મહાપાલિકા સમક્ષ બનાવટી બિલો મૂકીને, ગટર સંબંધી વિવિધ કામો થવાનું દર્શાવીને અને મેનહોલ્સનું કામ પતાવ્યાના દાવા કરીને આ ભ્રષ્ટાચાર કરાયો હતો. મહાપાલિકાના ગટર ઓપરેશન વિભાગના ૧૧ જેટલા કર્મચારીઓની સાથે સાંઠગાંઠથી ૩૨ કોન્ટ્રેકટરો આ ભ્રષ્ટાચાર કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
નવેમ્બર, ૨૦૧૧માં આંતરિક દેખરેખ તપાસ બાદ આ મામલો મહાપાલિકાએ એ.સી.બી.ને સુપરત કરી દીધો હતો. એ.સી.બી.એ પણ આ ૧૧ કર્મચારી અને કોન્ટ્રેકટરો વિરુદ્ધ એફ.આઇ.આર. દાખલ કરી હતી. જોકે, અમે આવા બિલો મહાપાલિકાને કયારેય મોકલ્યા જ નથી એવો દાવો કરી કેટલાંક કોન્ટ્રેકટરોએ આવા આક્ષેપોને પડકાર્યા હતા. એમાંય મહાપાલિકાને આ સંબંધી કોઇ દસ્તાવેજો મળ્યા નહોતા તેથી મામલો વધુ ગૂંચવાયો હતો.
દરમિયાન, હૈદરાબાદ સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો અહેવાલ આવ્યો હતો, તેમાં કહેવાયું હતું કે, દસ્તાવેજોના હસ્તાક્ષર જે તે કંપનીના સાચા પદાધિકારીઓના નથી, ભળતા લોકોએ જ સહીઓ કરેલી હોવી જોઇએ.
આના પગલે વર્ષ ૨૦૧૧ના ડિસેમ્બર મહિનામાં મહાપાલિકાએ ૨૬ આરોપી કોન્ટ્રેકટરને નિર્દોષ જાહેર કર્યો હતો. વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૯ વચ્ચે મહાપાલિકાએ ગટર લાઇનો અને મેનહોલ સંબંધી કામગીરી કરાવ્યા બદલ આ આરોપી કોન્ટ્રેકટરોને જ પૈસા ચૂકવી દીધા હતા.
મહાપાલિકાના અતિરિક્ત કમિશનર રાજીવ જલોટાએ સિવેજ ઓપરેશન ડિપાર્ટમેન્ટમાં આ છેતરપિંડી આચરાઇ હોવાની વાતને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે, 'અમે આ તપાસ એ.સી.બી.ને સુપરત કરી હતી જેની તપાસ ચાલી રહી છે. આ કેસ સંબંધી તમામ દસ્તાવેજો મોકલી અપાયાં હતાં.'
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved