Last Update : 13-September-2012, Thursday

 

પ્રણવ મુખર્જીને મળતા ભાજપ નેતાઓ
કોલસા કૌભાંડના મુદ્દે રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની ભાજપની માગણી

બોફોર્સની જેમ કોલસા કૌભાંડમાં ય કંઈ નહીં નીકળે ઃ ભાજપ ખોટો દેકારો કરે છે ઃ કોંગ્રેસ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૨
કોલ બ્લોક ફાળવણીના મુદ્દે ઉભી થયેલી રાજકીય વધુ ને વધુ ગંભીર બનતો જાય છે. આ સમગ્ર ગેરરીતિનો મુદ્દો આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સમક્ષ રજૂ કરીને તેમના હસ્તક્ષેપની માગણી કરી છે. કેગ પર પ્રહારો કરવા યોગ્ય ન હોવાની સલાહ યુપીએ સરકારને આપવાની વિનંતી પણ મુખ્ય વિરોધપક્ષે રાષ્ટ્રપતિને કરી હતી. બીજી બાજુ કોલસા કૌભાંડ વિવાદના મુદ્દે ભાજપના વલણની ટીકા કરતા કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયસિંહે ૮૦ના સમયગાળામાં થયેલી સરકાર સામેની 'એન્ટી-બોફોર્સ' ઝુંબેશ અને કોલ બ્લોક ફાળવણી વર્તમાન સ્થિતિ વચ્ચે સ્પષ્ટપણે સમાનતા હોવાનો આરોપ મૂક્યો હતો.
ભાજપની સરકાર વિરોધી ઝુંબેશને જડબાતોડ જવાબ આપતા કોંગ્રેસના કેન્દ્રિય પ્રધાનોને મેદાનમાં ઉતાર્યા છે અને તેમણે વિવિધ રાજ્યોમાં કવાયત હાથ ધરી છે. સ્વાસ્થ્યપ્રધાન ગુલામનબી આઝાદે લખનઉ ખાતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન કે સરકારે ગેરરીતિ આચરીને મસમોટી રકમ ઘરભેગી કરી હોવાનું કેગે તેના અહેલાં કહ્યું નથી. કેગે માત્ર એટલું જ કહ્યું છે કે, કોલ બ્લોકની લીલામી દ્વારા સરકારને આટલો નફો થવાની શક્યતા હતી ચોમાસુ સત્ર પર પાણી ફેરવવા બદલ નારાયણ સામીએ ભાજપની ટીકા કરી હતી.
સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કૌભાંડોના કારણે દેશભરમાં કોંગ્રેસની છબિ ખરડાઈ છે. નવી દિલ્હી ખાતે ભાજપના સંસદીય પક્ષના વડા એલ. કે. અડવાણી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભામાં તેમની સમકક્ષ અરુણ જેટલી, પીએસીના વડા મુરલીમનોહર જોષી સહિતના વિપક્ષના નેતાઓ આજે રાષ્ટ્રપતિને મળ્યા હતા. કોલસા કૌભાંડના મુદ્દે સરકાર અને વડાપ્રધાન દ્વારા થતી કેગની ટીકા તેમણે ચિંતા પણ વ્યક્ત કરી હતી. ભાજપે કહ્યું હતું કે, વડાપ્રધાને આ સંદર્ભમાં જાહેરમાં તેમજ સંસદમાં આવેલા નિવેદનો આઘાતજનક છે. આ મુદ્દે ભાજપે રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની માગણી પણ કરી હતી. રાષ્ટ્રપતિ મુખર્જીએ પણ આ મુદ્દે ઘટતું કરવાની વિરોધ પક્ષને ખાતરી આપી છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved