Last Update : 13-September-2012, Thursday

 

પાક.ની સૌથી ગમખ્વાર ઔદ્યોગિક હોનારતો
કરાચી અને લાહોરની ફેક્ટરીઓમાં ભીષણ આગ ઃ ૩૧૪નાં કરુણ મોત

કરાચીમાં કાપડની ફેકટરીએ ૨૮૯નો ભોગ લીધો ઃ મૃત્યુઆંક વધવાની વકી

(પીટીઆઇ) કરાચી, તા. ૧૨
કરાચી ખાતે કાપડની ફેકટરી અને લાહોરમાં પગરખા બનાવતા એકમમાં ભીષણ આગલ લાગતા ઓછામાં ઓછા ૩૧૪ લોકો માર્યા ગયા છે. મૃતકોમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાઓને પાકિસ્તાનની સૌથી ગમખ્વાર ઔદ્યોગિક હોનારતો ગણવામાં આવે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કરાચીના બલ્દિયા ટાઉન વિસ્તારની કાપડની ફેકટરીમાં ગઇ સાંજે લાગેલી આગમાં ૨૮૯ લોકો મૃત્યુ પામ્યા હતાં જ્યારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાની લાહોર ખાતે પગરખાંના કારખાનામાં લાગેલી આગે ૨૫ વ્યક્તિનો ભોગ લીધો હતો.
બચાવકર્મીઓએ અત્યાર સુધીમાં કરાચીની કાપડ ફેકટરીમાંથી ૨૮૯ મૃતદેહો બહાર કાઢ્યા છે અને આ બહુમાળી ફેકટરીના અનેક ભાગોમાં શોધખોળ કરવાની બાકી હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. કરાચીના કમિશનર રોશન અલી શૈખે પત્રકારોને જણાવ્યું હતું કે જુદી જુદી કેબિન અને ભોંયરામાં વધુ કેટલાક લોકો ફસાયા હોવાની શક્યતા છે. આગના કારણે ઈમારતમાં મોટી તિરાડો પડી હોવાથી બચાવ કામગીરી કાળજીપૂર્વક આગળ ધપાવવી પડી રહી છે. આગ પ્રસરતા ફેકટરીના બીજા અને ત્રીજા માળેથી અનેક કામદારો કૂદી પડયા હતા અને કેટલાકે તેઓ ક્યાં ફસાયા છે તે દર્શાવવા તેમના મોબાઇલની લાઇટનો ઉપયોગ કર્યો હતો. આગની ભીષણતાના કારણે અગ્નિશામક દળના જવાનો કલાકો સુધી ફેકટરીમાં પ્રવેશી શક્યા નહોતા. અને નૌકાદળની મદદ લેવાની ફરજ પડી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આગના કારણે ઈમારત ખૂબ નબળી પડી ગઇ હોવાથી તે કોઇ પણ સમયે ધરાશાયી થવાનો ભય છે. આગનું ચોક્કસ કારણ હજુ સુધી શોધી શકાયું નથી પરંતુ પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ ફેકટરીના મુખ્ય પ્રવેશદ્વાર નજીકના જનરેટર પાસેથી આગની શરૃઆત થઇ હતી. આ ફેકટરીમાં કુલ ૨ હજાર જેટલા કર્મચારીઓ કામ કરતા હતા.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved