Last Update : 13-September-2012, Thursday

 

મુલાયમસિંહ યાદવની સપા પાર્ટી દ્વારા કેન્દ્રમાં ત્રીજા મોરચાના ચક્રો ગતિમાન

કોંગ્રેસ કૌભાંડો, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ઃ લોકોમાં પ્રતિષ્ઠા નથી

કોલકાતા, તા. ૧૨
મુલાયમસિંહ યાદેવ સતત બીજા દિવસે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ કૌભાંડોમાં ગળાડૂબ છે અને તેની પ્રતિષ્ઠા પર ડાઘ લાગી ચૂકયો છે. જયારે સપાના નેતા મોહનસિંહે જણાવ્યું હતું કે તેઓ યૂપીએ સરકારને ટેકો આપવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે.
કોલકાતા ખાતેના પક્ષના સંમેલનમાં મુલાયમના સાથીદારોએ આગામી ચૂંટણી માટેના કોંગ્રેસના સંભવિત વડાપ્રધાનપદના ઉમેદવાર રાહુલ ગાંધી પર ટીકાઓનો વરસાદ વરસાવ્યો હતો. પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે સપા દિલ્હીમાં બિનકોંગ્રેસી અને બિન ભાજપી સરકાર ઝંખે છે.
મુલાયમ સિંહે કહ્યું હતું ''કેન્દ્રમાં કોંગ્રેસ ગુંચવાઈ ગઈ છે. ઘણા બધા કૌભાંડો થયા છે. એક મંત્રી પોતાના સગાવહાલાંને કોલ બ્લોક ફાળવે છે. બીજી વ્યક્તિ કોલસામંત્રી બને છે અને તે પોતાના સગાંવહાલાંઓને કોલ બ્લોક ફાળવે છે. કોંગ્રેસની પ્રતિષ્ઠા ઝાંખી થઈ ગઈ છે. ભાજપ હવે કોઈ પ્રગતિ સાધી શકે તેમ નથી. તો પછી જવાબદારી કોણ લેશે? સપા એ જવાબદારી લેવા તૈયાર છે.'' મુલાયમસિંહે પક્ષના કાર્યકર્તાઓને વિનંતી કરી હતી કે તેઓ આગામી સામાન્ય ચૂંટણીમાં એટલી સીટો મેળવે કે તેમના ટેકા વગર કેન્દ્રમાં સરકાર ન બની શકે.
પક્ષના મહાસચિવ મોહન સિંહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તે દેશને રાજકીય રીતે દોરવા સક્ષમ નથી. મોહનસિંહે કહ્યું હતું કે રાષ્ટ્રીય મુદ્દાઓ વિશે રાહુલ ખાસ બોલતા નથી તો દેશ તેમના હાથોમાં સલામત રહેશે એવું કેમ કહી શકાય. તેમણે કહ્યું હતું કે હવે યુપીએ સરકારને તેમના સહયોગીઓ છોડી જશે તો સપા સરકાર ટકાવવામાં મદદ નહીં કરે.
સપાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ માટે કોંગ્રેસ અને ભાજપના વિકલ્પ તૈયાર કરી રહ્યાં છે. તાજેતરમાં સંસદની બહાર ડાબેરીઓ, તેલુગુદેશમ્ પાર્ટી, ડીએમકે સાથે મળીને સપાએ દર્શાવેલા વિરોધનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સપાએ ત્રીજા મોરચાની રચના માટેના બીજ વાવી દીધા છે. મોહનસિંહે કહ્યું હતું કે પક્ષોનો ત્રીજો સમૂહ જુદા જુદા રાજ્યોમાં વિખરાયેલા છે. આ પક્ષો એક થશે ત્યારે કોંગ્રેસ અને ભાજપ ફેંકાઈ જશે.
મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ સાથે વાટાઘાટો કરવા તત્પર હોવાનું જણાવીને મોહનસિંહે ડાબેરીઓનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો હતો. મમતા બેનર્જી કોંગ્રેસ માટે સૌથી કઠિન સહયોગી રહ્યાં છે અને ઘણા પ્રસંગોએ તો વિરોધ પક્ષો કરતા પણ વિશેષ અવરોધક રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ પણ જાહેરમાં કબૂલી ચૂક્યા છે કે અકળ મમતા બેનર્જી કરતા તેઓ મુલામયસિંહ પર વધુ વિશ્વાસ મૂકે છે.
સપાની જોરદાર ટીકાઓ પ્રત્યે સાવધાનીપૂર્વક પ્રત્યાઘાત આપતા કોંગ્રેસે જણાવ્યું હતું કે તેઓ હજુ પણ સપાને સરકારનો સહયોગી પક્ષ માને છે અને તેમને તેમના વિચારો પ્રગટ કરવાનો અધિકાર છે. કોંગ્રેસના નેતા અને માનવ સંસાધન મંત્રી કપિલ સિબલે મુલાયમસિંહની ટીકાઓના જવાબમાં કહ્યું હતું કે કોંગ્રેસે ૬૦થી વધુ વર્ષો સુધી દેશને સાચવ્યો છે અને આગામી ૬૦ વર્ષો પણ સાચવશે.

મુલાયમ કોંગ્રેસ સાથે છેડો ફાડે પછી ત્રીજા મોરચાની વાત કરે ઃ ભાજપ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૨
મુલાયમસિંહ યાદવના ત્રીજો મોરચો રચવાના નિવેદનની ઝાટકણી કાઢતા ભાજપે કહ્યું હતું કે, સપા પહેલા યુપીએ સરકારથી છેડો ફાડે પછી આવી વાતો કરે.
ભાજપના પ્રવક્તા રાજીવપ્રતાપ રૃડીએ આક્ષેપ કર્યો હતો કે, મુલાયમસિંહ ત્રીજો મોરચો રચવા મરણિયા બન્યા છે પરંતુ ભ્રષ્ટાચારી યુપીએ સરકારને ટેકો આપવાનું છોડતા નથી તેમણે દાવો કર્યો હતો કે, દેશના રાજકારણમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ અને ભાજપની આગેવાની હેઠળના એનડીએ વચ્ચે સીધી સ્પર્ધા છે અને એમાં ત્રીજા મોરચાને કોઈ સ્થાન નથી.
ભાજપે મુલાયમસિંહની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તેમના પર વિશ્વાસ ન મૂકી શકાય કારણ કે તેઓ વારંવાર પોતાની કહેલી વાતમાંથી ફરી જાય છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે ઉત્તરપ્રદેશમાં સ.પા. કોંગ્રેસ સામે લડે છે અને કેન્દ્રમાં કોંગ્રેસને ટેકો આપે છે. સપાએ યુપીએ સરકારને ઘણી વખત બચાવી છે એમ કહેતા રૃડીએ જણાવ્યું હતું કે, મુલાયમસિંહે દેશને ઘણી વખત નિરાશ કર્યો છે, પણ કોંગ્રેસને નારાજ કરી નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved