Last Update : 13-September-2012, Thursday

 

ચૂંટણી નજીક આવતાં 'જાગતું તંત્ર' નિંદ્રાધીન
'નોટ ફોર વોટ' માટે નકલી નોટોની માયાજાળ

ગુજરાતની 'પોલી સરહદો'થી ત્રણ મહિનામાં કેટલી 'જાલીનોટો' આવી ગઈ? પોલીસનું મૌન

અમદાવાદ, તા.૧૨
ગુજરાતમાં જંગી માત્રામાં ઘુસાડવામાં આવતી નકલી નોટોની હેરાફેરીએ સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાડી દીધી છે. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે 'નોટ ફોર વોટ' માટે ગુજરાતની પોલી સરહદોથી નકલી નોટ આસાની ઘૂસાડી દેવામાં આવે છે. સતર્ક હોવાની ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારના આંખ, નાક અને કાન નીચેથી જાલીનોટોનો આવડો મોટો જથ્થો કઈ રીતે ઘૂસી ગયો? તે સૌથી મોટો સવાલ છે.
ગુજરાતમાં પહેલી વખત જાલીનોટોનો જંગી જથ્થો પકડાયો છે. ૨૬ લાખની જાલીનોટો સાથે પકડાયેલા ૧૪ આરોપીઓ તો સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ જિલ્લામાં જ કાર્યરત હતાં. વિતેલા બે-ત્રણ વર્ષથી પાકિસ્તાનથી ઠલવાતી જાલીનોટો ઘૂસાડવા આયોજનબધ્ધ ષડયંત્ર ચાલતું રહ્યું હોવાની બાબત ખાનગી નથી. એમાં પણ ગુજરાત જેવા સમૃધ્ધ રાજ્યને સ્વાભાવિક રીતે જ સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. જો, પાંચ જ જિલ્લામાં ૧૪ આરોપી ૨૬ લાખની નોટો સાથે પકડાયા તો ગુજરાતના બાકીના ૨૧ જિલ્લામાં જાલીનોટોનું નેટવર્ક કાર્યરત નહીં હોય? તાજેતરમાં શ્રાવણ મહીના દરમ્યાન મેળાઓમાં જાલીનોટો ફરતી કરવાનું ષડયંત્ર ભરૃચમાંથી અને હિમ્મતનગરનો એક વેપારી જાલીનોટો ફરતી કરવાના આરોપસર પકડાયા હતા. મતલબ, ગરીબો અને આસાનીથી પૈસા મેળવવા ઈચ્છતા લાલચુઓ સાથે અર્થતંત્રને ડામાડોળ કરવા માગતા દેશદ્રોહી તત્વો મજબૂત ગઠબંધન રચી ચૂક્યા છે અને પોલીસ, આઈ.બી. અને સરકાર ઉંઘતી રહી છે.
આ સંજોગોમાં એ ચર્ચાએ જોર પકડયું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે 'નોટ ફોર વોટ' માટે નકલી નોટોની માયાજાળ ઉભી કરાઈ હોય તેવું બની શકે છે. જાલીનોટોનો આટલો મોટો જથ્થો પકડાયા પછી લોકચર્ચા એવી પણ છે કે, મતદારોને રિઝવવા માટે પણ જાલીનોટોનો ઉપયોગ થાય તો નવાઈ નહીં.
પકડાયેલા આરોપીઓ વિતેલા ત્રણ મહીનાથી સક્રિય હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલી ચૂકી છે. અમદાવાદના રાણીપમાં જાલીનોટ પકડાયાના દસ જ દિવસમાં જાલીનોટો ફરતી કરતી આવી મોટી ગેંગ પકડાઈ છે. ૨૬ લાખ સાથે પકડાયેલી આ ટોળકીએ ત્રણ મહીનામાં કેટલી મોટી રકમ ફરતી કરી હશે? તે તપાસ માગી લેતો મુદ્દો છે. આ ગેંગના અન્ય સભ્યો બીજા જિલ્લામાં કાર્યરત હોવાની આશંકા પણ સેવાય છે. આ સંજોગોમાં 'નોટ ફોર વોટ'નો મુદ્દો લોકચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યો છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved