Last Update : 13-September-2012, Thursday

 

સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૬ લાખની જાલી નોટોની હેરાફેરી

-જાલી નોટો ફરતી કરતી ગેંગ

 


-૧૪ની ધરપકડ ઃ માલ્દાના બે એજન્ટ વોન્ટેડ

અમદાવાદ, તા.૧૨
ગુજરાતમાં આર્થિક અરાજકતા ફેલાવવા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જાલી નોટો ઘુસાડવાના મસમોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કરી ૨૬ લાખની જાલી નોટો કબજે કરી છે. પાકિસ્તાન, દુબઈથી વાયા બાંગ્લાદેશ થઈ ટ્રેનમાર્ગે સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં નકલી નોટો ફરતી કરવાના કાવતરામાં સંડોવાયેલા પશ્રિમ બંગાળના માલ્દાના પેટા કેરીયર, બે મહિલા અને સ્થાનિક વ્યકિતઓ સહિત કુલ ૧૪ની પોલીસે ધરપકડ કરી છે. માલ્દાના મુખ્ય બે વોન્ટેડ એજન્ટોને પકડવા પોલીસટીમોએ પશ્રિમ બંગાળમાં કેમ્પ કર્યો છે.બંગાળથી દેહ વ્યાપાર માટે આવતી છોકરીઓ અને મજૂરીએ આવતા લોકો જોડે નકલી નોટો ઘુસાડવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસતપાસમાં ખૂલી છે. ટેરર ફડીંગ માટે ફેક કરન્સીનો ઉપયોગ થતો હોવાની શકયતા પોલીસ નકારતી નથી. હજાર અને પાંચસોના દરની નકલી નોટો અંગે જામનગર, જૂનાગઢ અને રાજકોટ ગ્રામ્યના પોલીસમથકોમાં જુદા જુદા ચાર ગુના નોંધાયા છે.આટલી જંગી માત્રામાં જાલી નોટો પકડાતા કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોતરાઈ છે.
ગુજરાતમાં પહેલી વખત ૨૬ લાખની જાલીનોટો પકડાઈ છે. પાકિસ્તાન-દૂબઈથી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ થઈ ગુજરાતમાં જાલીનોટો ફરતી કરતી ગેંગ અંગે માહિતી આપતા પોલીસવડા ચિત્તરંજનસિંઘે કહ્યું હતું કે, જામનગરમાં રહેતો અને રીક્ષા ડ્રાઈવીંગ કરતો અલ્તાફ જુમાભાઈ પીંજારા (ઉં.૩૩) પોતાના નાના-મોટા ખર્ચા એટલે કે સાબુ, તેલ, સિગારેટ, કોસ્મેટીક જેવી વસ્તુઓ ખરીદવા નવીનકોર પાંચસોના દરની નોટો આપતો હતો. વેપારી પાસેથી પૈસા પરત લેવામાં પણ બેદરકારી દાખવતો હોવાનું જામનગર એલસીબીના ભરતસિંહ જાડેજા,વશરામ આહીર અને ફીરોજ દલના ધ્યાને પડયું હતુ. રીક્ષા ડ્રાઈવીંગછી વૈભવી મોજશોખ કરવા લાગેલા અલ્તાફ શંકાના પોલીસના શંકાના ઘેરામાં હતો. દરમિયાનમાં પેટ્રોલપંપ અને સીંગની લારીએ ૫૦૦ના નોટની ચૂકવણી કરતા પોલીસે તે નોટો લઈ ચકાસતા નકલી હોવાનું ખૂલ્યું હતુ. પછી વોચ ગોઠવતા તેના સંપર્કો પશ્રિમ બંગાળમાં અવરજવર કરતા શખશ સાથે ખૂલતા તેના ઘરે પોલીસે રેડ કરતા સાચી નોટો સાથે જાલી નોટો મળી આવી હતી. પોલીસે અલ્તાફ સાથે જુમા ગોધવીયા પીંજારા (ઉં.૪૦,રહે.જામનગર), સોયેબ અલાઉદ્દીન બેલીમ (ઉં.૨૨), સલીમ હુસેન સુંભણીયા (ઉં.૨૪)(બંન્ને,રહે.દ્વારકા) અને આસીફ મકરાણી (રહે.જામનગર)ની ધરપકડ કરી હતી.
ઉકત પાંચને નકલી નોટો આપનારો મુખ્ય સુત્રધાર સોયેબ હતો. મૂળ માલ્દા અને હાલ વાંકાનેર ખાતે રહેતી સલમા ઉર્ફે માયા નામની મહિલા સોયેબને નકલી નોટો આપતી હોવાની વિગતો તપાસમાં ખૂલતા પોલીસે ટ્રેપ ગોઠવી હતી. પોલીસે સોયેબ પાસે સલમાને ફોન કરાવી ત્રણ લાખની નકલી નોટો મંગાવી હતી. સલમા સોયેબના વિશ્વાસમાં આવી જતા જામનગર રેલ્વે સ્ટેશને ૩ લાખની નકલી નોટોનું કન્સાઈનમેન્ટ ડિલીવરી કરવા આવતા પોલીસે તેને પકડી લીધી હતી. પોલીસને સલમાના મોબાઈલમાંથી અજાણ્યો નંબર મળ્યો હતો. આ શખશ નકલી નોટોની હેરાફેરી કરતો માલ્દાનો કેરીયર હોવાનું સલમાએ પોલીસને કહ્યું હતુ. આ શખસને પકડાવી દેશે તો સાક્ષી બનાવી દેવાની સલમાને લાલચ આપતા સલમાએ તેને ધ્રોલ બોલાવ્યો હતો. અબ્દુલ રહેમાન નામનો મૂળ માલ્દાનો આ કેરીયર હજારના દરની ૫૦ નોટ અને પાંચસો ના દરની ૨૭૦૦ નોટો સાથે કુલ રૃ.૧૪ લાખની જાલીનોટો સાથે જામનગર જિલ્લા પોલીસવડા હરિકૃષ્ણ પટેલે કાર્યરત કરેલી ટીમોએ ઝડપી પાડયો હતો.
માલ્દાના કેરીયર સહિત કુલ સાતની ધરપકડ બાદ ઉંડાણપૂર્વકની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો ખૂલી હતી. અબ્દુલ રહેમાન બાંગ્લાદેશથી નોટો ઘુસાડનારી ગેંગના માલ્દાના મુખ્ય એજન્ટ આલમ ઉર્ફે રખાની ગેંગ સાથે કામ કરતો હોવાની વિગતો ખૂલી હતી. જાલી નોટોની હેરાફેરીનું આ નેટવર્ક જામનગર ઉપરાંત દ્વારકા, વાંકાનેર, રાજકોટ શહેર, જૂનાગઢ, માંગરોળ અને અંજારમાં પણ ચાલી રહ્યું હોવાની વિગતો પોલીસતપાસમાં ખૂલી હતી. જેથી જામનગર, રાજકોટ અને જૂનાગઢ એલસીબી, એસઓજીની ટીમો સક્રિય કરી શકમંદોના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વાંકાનેરમાં રહેતા અને અગાઉ ફેક કરન્સીમાં પકડાયેલા સલમા ના એડવોકેટ પતિ અબ્દુલ જમાલભાઈ દલપૌત્રા (ઉં.૫૭) અને માતા પાસેથી નકલી નોટો મળી આવી હતી. આ બંન્ને સાથે પોલીસે વાંકાનેર, માંગરોળ અને જૂનાગઢ ખાતેથી નકલી નોટો ફરતી કરનારા વધુ સાતની ધરપકડ કરી હતી.
આમ, સૌરાષ્ટ્ર અને કચ્છના પાંચ જિલ્લાઓમાં ફેલાયેલા નકલી નોટોના કારોબારમાં પોલીસે ચાર ગુનામાં ૧૪ આરોપી પાસેથી રૃ.૫૦૦ અને ૧૦૦૦ના દરની કુલ રૃ.૪૭૯૩ જાલીનોટો કિ.રૃ.૨૬,૧૮,૦૦૦ની જપ્ત કરી હતી. આ કેસની વધુ તપાસ રાજકોટ રેન્જ આઈ.જી.પ્રવિણ સિંહા અને એટીએસ દ્વારા થઈ રહી છે. ઉપરાંત એક ટીમ માલ્દાના વોન્ટેડને પકડવા પશ્રિમ બંગાળ રવાના કરાઈ છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved