Last Update : 13-September-2012, Thursday

 

બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં

 

સમાચાર જુની ફિલ્મોનો સંગ્રહ કરનારા અને તેનો આનંદ માણનારા ફિલ્મી-રસિયાઓ માટે એક ખાસ ખુશખબર એ છે કે ભારતમાં નિર્માણ થયેલી બોલીવુડની સૌથી પહેલી મુક ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' હવે ડીવીડ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. પુનામાં આવેલા ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ અભિલેખાગાર (એનએફએઆઈ)ના ડાયરેકટર પ્રશાંત પથરબેએ પ્રેસ ટ્રસ્ટને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ભારતીય ફિલ્મોના ભીષ્મપિતા અને દિગ્ગજ ફિલ્મ નિર્માતા-દાદા સાહેબ ફાળકેએ દેશમાં પહેલીવાર 'રાજા હરિશ્ચંદ્ર' નામની એક મુક (સાયલન્ટ) ફિલ્મ બનાવી હતી. જે ત્રીજી મે, ૧૯૧૩ના રોજ મુંબઈના કોરોનેશન સિનેમા હોલમાં રીલીઝ થઈ હતી. અભિલેખાગારએ હવે આ ફિલ્મને ડીવીડી ફોર્મેટમાં રજુ કરી છે.
તેમણે જણાવ્યું કે આ મુક ફિલ્મની ડીવીડી બનાવવાન નિર્ણય આ ફિલ્મને નિહાળવા અને તેના વિષે જાણવાની ઈચ્છા ધરાવનારા ફિલ્મી રસિયાઓ સુધી પહોંચવાના ઈરાદાથી કરવામાં આવ્યો છે. સંખ્યાબંધ લોકો ફિલ્મના નિર્માણની જુની ટેકનીક અને તેના ઈતિહાસને જાણવાની ઈચ્છા ધરાવે છે. તેમણ એમ પણ જણાવ્યું કે આ ફિલ્મની સાથે સાથે ભારતીય ફિલ્મ ઈતિહાસની શરૃઆતની પાંચ અન્ય સાયલન્ટ ફિલ્મોની પણ ડીવીડી તૈયાર કરવામાં આવી રહી છે ! પથરબેએ કહ્યું કે ભારતીય સિનેમાની જન્મ-શતાબ્દિના અવસર નિમિત્તે તેનું સંસ્થાન પોતાના સંગ્રહમાંથી ઘણી બધી જુની ફિલ્મોના ફોટાઓ અને પોસ્ટરો પણ કાઢશે અને તેનું સામાન્ય જનતા માટે વેચાણ પણ કરવામાં આવશે !
દેશની પહેલી સાયલન્ટ ફિલ્મ વિષે વિસ્તારપૂર્વક જણાવતાં પથરબેએ કહ્યું કે ફાળકેએ આ ફિલ્મ ખૂબ જ પ્રતિકૂળતાઓ, તે સમયના સમાજના વિરોધ અને નાણાંકીય મુશ્કેલીઓ વચ્ચે બનાવી હતી. ફાળકેને પોતાની ફિલ્મમાં એકટીંગ માટે કોઈ હિરોઈન નહોતી મળી અને એટલા માટે જ સ્ત્રીની ભૂમિકાઓ પણ પુરૃષોએ ભજવી હતી. ઈન શોર્ટ, 'રાજા હરિશ્ચન્દ્ર'ની ડીવીડી માત્ર જુની જ નહીં બલ્કે નવી પેઢીના દર્શકો માટે પણ યાદગાર બની રહે તેવું લાગી રહ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved