Last Update : 13-September-2012, Thursday

 

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય

વીજ ક્ષેત્રને બેન્કનું એકસપોઝર રૃપિયા પાંચ લાખ કરોડ જેટલું હોવાનો અંદાજ

આગામી પાંચ વર્ષની અંદર દેશમાં વીજ ઉત્પાદનના ૭૦ ટકા વીજ ઉત્પાદન જે ૧૦ કોર્પોરેટ કંપનીઓ દ્વારા થવાની ધારણાં રખાઈ રહી છે તેમને ફાળવાયેલા કોલ બ્લોકસ જો રદ કરાશે તો આ કંપનીઓ વધુ નબળી પડી જશે. આ કંપનીઓની બેલેન્સ શીટ આમપણ ઊંચા દેવાને કારણે દબાણ હેઠળ આવી ગઈ છે એમ નાણાં મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી આંતરિક નોંધમાં જણાવાયું છે.
આ કંપનીઓને અપાયેલા લાયસન્સ જો રદ કરાશે તો તેની નાણાંકીય અસર બેન્કો પર પણ પડશે એ વાતની નાણાં મંત્રાલયને ચિંતા છે. જે બેન્કોએ આ વેપાર ગૃહોને મોટી માત્રામાં રકમ ધિરી છે તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને પંજાબ નેશનલ બેન્કનો સમાવેશ થાય છે. કોઈપણ ડિફોલ્ટસથી બેન્કો પર દબાણ આવશે એેમ પણ નાણાં મંત્રાલયે નોંધ્યું છે. કોલ બ્લોક લાયસન્સ રદ કરવાથી ૧૦માંથી ૮ કંપનીઓની હાલત બગડી શકે છે એમ આ નોંધમાં ટાકવામાં આવ્યું છે. કોલસા આંતરરાષ્ટ્રીય ભાવમાં આવેલા ઉછાળા અને કોલ ઈન્ડિયા તરફથી કોલસાનો પૂરતો પૂરવઠો નહીં થતા વીજ કંપનીઓ આમપણ મુશ્કેલીમાં છે.
ટેરિફ દરમાં વધારો કરીને ફ્યુઅલના ઊંચા ખર્ચને પહોંચી વળવાનું અનેક નવા પાવર પ્લાન્ટો માટે શકય નથી. ૨૦૦૬થી ૨૦૦૯ના સમયગાળા દરમિયાન ૧૪૬ કંપનીઓને ફાળવાયેલા કોલ બ્લોકસમાં વીજ મંત્રાલયની કેવી ભૂમિકા રહી હતી તેની સીબીઆઈ દ્વારા હાલમાં તપાસ ચાલી રહી છે. જે ખાનગી કંપનીઓને કોલ બ્લોકસ ફાળવાયા છે તેમાંની કેટલી ક કંપનીઓ તે માટે લાયકાત ધરાવતી નહોતી એમ સુત્રોએ જણાવ્યું હતું.
માર્ચ ૨૦૧૨ના અંતે એસ્સાર ગુ્રપનું બોરોઈંગ રૃપિયા ૯૩૮૦૦ કરોડ તથા રિલાયન્સ એડીએજીનું રૃપિયા ૮૬૭૦૦ કરોડ હતું, જ્યારે વેદાન્તા જુથનું આઉટસ્ટેન્ડિંગ રૃપિયા ૯૩૫૦૦ કરોડ હતું. બેન્કોની કુલ લોન્સમાંથી ૧૩ ટકા જેટલી લોન્સ તો આ ૧૦ જુથના ખાતામાં છે. વીજ ક્ષેત્રને બેન્કનું એકસપોઝર રૃપિયા પાંચ લાખ કરોડ જેટલું હોવાનો અંદાજ છે. સરકાર આમાંની રૃપિયા બે લાખ કરોડની લોન્સને રિસ્ટ્રકચર કરવા ઈરાદો ધરાવે છે. આમાં વ્યાજદરમાં માફી આપવાની રહેતી હોવાથી બેન્કોએ તેને એનપીએ તરીકે વર્ગીકૃત કરવાની રહે છે.
રાજય સરકારના વીજ ઉપક્રમોની ખોટ છેલ્લા પાંચ વર્ષમાં અનેકગણી વધીને નાણાંકીય વર્ષ ૨૦૧૨ના અંતે રૃપિયા ૮૦,૦૦૦ કરોડ પર પહોંચી ગઈ છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. એનપીએ તથા રિસ્ટ્રકચર્ડ કરાયેલી એસેટસનો આંક માર્ચ ૨૦૧૩ના અંતે કુલ બેન્ક લોન્સના ૧૦ ટકા જેટલી થઈ જવાની વકી છે. રિસ્ટ્રકચરિંગમાં થઈ રહેલા વધારા સામે રિઝર્વ બેન્કે આમપણ ચિંતા વ્યકત કરી છે. લોન્સ જે રીતે રિસ્ટ્રકચર્ડ કરાઈ રહી છે તે જોતા ઓલ ઈઝ નોટ વેલ એમ રિઝર્વ બેન્કના નાયબ ગવર્નર કે. સી. ચક્રવર્તિએ તાજેતરમાં નોેંધ્યું હતું. તેમાં પારદર્શકતાનો પણ અભાવ હોવાનું તેમણે જણાવ્યું હતું.

 

દેવાનો ડુંગર

કંપની

૨૦૦૭માં

૨૦૧૨માં

-

કુલ દેવુ

કુલ દેવુ

અદાણી એન્ટરપ્રાઈઝ

૪૪૦૦

૬૯૫૦૦

એસ્સાર ગૃપ

૨૪૬૦૦

૯૩૮૦૦

GMR ગુ્રપ

૩૭૦૦

૩૨૯૦૦

GVK ગુ્રપ

૧૭૦૦

૨૧૦૦૦

જેપી ગુ્રપ

૮૧૦૦

૪૫૪૦૦

JSWગુ્રપ

૧૪૨૦૦

૪૦૨૦૦

લેંકો ગુ્રપ

૧૭૦૦

૨૯૩૦૦

વેદાંતા

૯૫૦૦

૯૩૫૦૦

વિડીયોકોન ગુ્રપ

૬૩૦૦

૨૭૩૦૦

 

બેંકો દ્વારા કુલ અપાયેલી લોન

૨૦૦૭

રૃા. ૧૭,૫૭,૦૦૦ કરોડ

૨૦૧૨

રૃા. ૪૨ લાખ કરોડ

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved